મોરબીમાં પ્રેમીને પામવા પત્નીએ કરી પતિની હત્યા, પછી ખાડો ખોદી લાશ દાટી દીધી

PC: news18.com

લગ્ન પછી પતિને કે, પત્નીને અન્ય પુરુષ કે, સ્ત્રીની સાથે સંબંધ હોય તો તેનું પરિણામ હંમેશા કરુણ જ આવતું હોય છે. આવા કિસ્સાઓમાં પતિએ ક્યારેક પત્નીની, તો ક્યારેક પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે આવો જ એક કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે. મોરબીમાં પત્નીએ પ્રેમીને પામવા માટે પતિની હત્યા પ્રેમી સાથે મળીને કરી હતી. ત્યારબાદ પતિની લાશને સગેવગે કરવા માટેના પણ પ્રયાસ કર્યા હતા. પણ પોલીસની સતર્કતાના કારણે પત્ની અને તેના પ્રેમીને જેલમાં જવાનો વારો આવ્યો છે.

રિપોર્ટ અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા કાંતિનગરમાં શૈલેશ નામનો વ્યક્તિ તેની પત્ની આરતીની સાથે રહેતો હતો. આરતીને જુમાં સાજણ નામના વ્યક્તિની સામે પ્રેમ સંબંધ બંધાયો હતો. આરતીએ જુમા સાથે લગ્ન કરવા માટે પતિને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન અનુસાર આરતીએ પ્રેમી જુમા સાથે મળીની પતિ શૈલેશની હત્યા કરી હતી. આરતી અને તેના પ્રેમીએ શૈલેશને માર મારીને તેની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ તમામ પૂરાવાઓનો નાશ કરવા માટે શૈલેશના મૃતદેહને ખાડો ખોદીને જમીનમાં દાંટી દીધો હતો.

આ બાબતે સ્થાનિક લોકોને માહિતી મળતા તેમણે પોલીસને માહિતી આપી હતી. તેથી પોલીસ કાફલો કાંતિનગર ખાતે પહોંચ્યો હતો. પોલીસે જમીનમાંથી મૃતદેહને બહાર કાઢીને તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આ મૃતદેહ શૈલેશ નામના વ્યક્તિનો છે. તેથી પોલીસે શૈલેશની બહેન સુનિતાને માહિતી આપતા તે ઘટના સ્થળ પર પહોંચી હતી. સુનિતાએ સમગ્ર મામલે તેની ભાભી પર હત્યાની શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસને તેમના બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે, શૈલેશની પત્ની આરતી અને તેના પ્રેમીએ સાથે મળીને શૈલેશની હત્યા કરી છે અને મૃતદેહને જમીનમાં દાંટી દીધો છે. તેથી પોલીસે આરતી અને જુમા સાજણ સામે ગુનો દાખલ કર્યો છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરતીને જુમા સાથે પ્રેમ થયા તે તેની સાથે રહેવા ચાલી ગઈ હતી અને ત્યારબાદ પતિનું કાસળ કાઢવાનો પ્લાન બનાવીને શૈલેશને ઘરે બોલાવીને રાત્રીના સમયે તેની માર મારીને હત્યા કરી હતી. હત્યા કર્યા પછી સાજણના ઘરની પાછળ મૃતદેહને દાંટી દીધો હતો. હાલ તો પોલીસે શૈલેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આરતીની ધરપડક કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરતીનો પ્રેમી જુમા સાજણ અગાઉ દેશી દારુના કેસમાં પકડાઈ ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp