યુવતીએ 181માં મદદ માગી, હું અને માતા ઝાડીમાં છૂપાઈને બેઠા છીએ, ભાઈ અમને મારશે

PC: news18.com

રાજ્યમાં કોરોનાની મહામારી મહામારી વચ્ચે ઘણાં લોકો એ માનસિક સંતુલન પણ ગુમાવ્યું હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટમાં એક માનસિક અસ્થિર યુવક તેની માતા અને બહેનને ચપ્પુ લઇને મારવા દોડ્યો હતો. પરંતુ યુવતીએ તાત્કાલિક મહિલા અભયમ હેલ્પલાઇન 181માં તેમને ફોન કરતા 181ની ટિમ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને માતા અને દીકરીને માનસિક અસ્થિર યુવતીથી બચાવી હતી અને યુવકને મનોચિકિત્સક પાસે સારવાર કરાવવા માટેની સલાહ આપી હતી.

રિપોર્ટ અનુસાર રાજકોટમાં રહેતી એક યુવતીએ મહિલા અભયમ હેલ્પલાઇન 181માં ફોન કરીને જણાવ્યું હતું કે, હું અને મારી માતા આલાપ ગ્રીન સીટી પાછળની ઝાડીમાં છુપાઈને બેઠા છીએ અને અમારી મદદ કરો. બાકી મારો ભાઈ અમને મારશે. જોકે આવો ફોન મળતા જ મહિલા અભયમ હેલ્પ લાઇનના કાઉન્સેલર ચંદ્રિકા મકવાણા, કોન્સ્ટેબલ ક્રિષ્ના અને પાયલોટ કૌશિક તાત્કાલિક પીડિતા પાસે પહોંચ્યા હતા અને ત્યારબાદ પીડિતાની પૂછપરછ કરી હતી.

મહિલા હેલ્પ લાઇન કાઉન્સિલરોએ પીડિતાની પૂછપરછ કરી ત્યારે પીડિતાએ જણાવ્યું હતું કે, ભાઈ રાત્રે આવીને છરી માગે છે અને ત્યારબાદ છરી મારવા માટે દોડે છે અને અમારી સાથે માથાકૂટ કરે છે. એક દિવસ ભાઈએ માતાનું ગળું દબાવ્યું હતું પરંતુ લોકોએ માતાને બચાવી લીધી હતી પરંતુ ભાઈએ માતાને બચાવનારા લોકો સાથે માથાકૂટ કરી હતી અને ત્યારબાદ લોકોએ આ વાતની જાણ પોલીસને કરતા પોલીસે ભાઈને પકડી ગઈ હતી પરંતુ ત્યારબાદ ભાઈ જ્યારે છૂટીને આવ્યો એ પછી પાછો ઝઘડો કરવા લાગ્યો હતો.

પીડિતાની આ વાત સાંભળીને મહિલા અભયમ હેલ્પલાઈને કાઉન્સિલરોએ માનસિક અસ્થિર યુવકનું કાઉન્સિલીંગ કર્યુ હતું ત્યારે જાણવા મળ્યું હતું કે, લોકડાઉનમાં ધંધો બંધ થયો હોવાના કારણે આ યુવકને નશો કરવાની આદત પડી ગઈ હતી અને ત્યારબાદ યુવકને રીક્ષાનું 500 રૂપિયાનો મેમો આપતા આ યુવકે અમે પણ ફાડી નાખ્યો હતો અને આ ઘટના પછી તેના મગજમાં અસર થઇ ગઇ હતી અને તે લોકોને છરી મારવાનું કહેતો હતો. તેથી મહિલા અભયમ ટીમે આ યુવકનું કાઉન્સિલીંગ કરીને તેને 108ની મદદથી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને મનોચિકિત્સકની સલાહ લેવા માટે પણ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp