શું પરેડમાં દિલ્હીની ઝાંખીમાં માત્ર મસ્જિદ દેખાડાઈ, કંગનાએ જૂઠ્ઠાણું ફેલાવ્યું

PC: google.com

ગણતંત્ર દિવસની પરેડ પર દિલ્હીની ઝાંખી સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભ્રામક દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હીની ઝાંખીમાં માત્ર અજાન સંભળાવવામાં આવી હતી અને મસ્જિદ દેખાડવામાં આવી હતી. જોકે એસલમાં 11 સેકન્ડનો આ વીડિયો આખા વીડિયોને એક ભાગ છે. આખા વીડિયોમાં ચર્ચ, ગુરુદ્વારા અને મંદિર પણ બતાડવામાં આવ્યા છે.

અભિનેત્રી કંગના રણૌતે એક અન્ય યુઝર દ્વારા શેર કરવામાં આવેલા આ 11 સેકન્ડના વીડિયોને રીટ્વીટ કરતા લખ્યું હતું કે, દિલ્હી ન તો સેક્યુલર છે ન તો ટોલરેન્ટ. આગામી ટ્વીટમાં કંગનાએ લખ્યું છે- આ ભારતની રાજધાનીની ઝાંખી છે, શું તે કોઈ ઈસ્લામિક અથવા ક્રિસ્ચન મજોરિટી દેશનો ગણતંત્ર દિવસ હોઈ શકતો હતો. વિચારો અને પૂછો. કંગનાએ ટ્વીટ લખ્યું ત્યાં સુધીમાં 2000થી વધુ વખત આ વીડિયોને રીટ્વીટ કરી દેવામાં આવ્યો હતો.

દિલ્હીની કેજરીવાલ સરકાર પર આરોપ લગાવીને આ અધૂરા વીડિયોને ટ્વીટર પર અને ફેસબુક પર ઘણા યુઝર્સે શેર કર્યો છે. પરંતુ આ વીડિયોની તપાસ કરતા ખબર પડી છે કે ડીડી નેશનલના ઓફિશીયલ યુટ્યુબ વીડયો ચેનલ પર 26 જાન્યુઆરીની પરેડનો આખો વીડિયો સામે આવ્યો છે. જેમાં 01-56-23 મિનિટ પછી દિલ્હીની ઝાંખી આવે છે અને જેનું નામ છે શાહજહાંનાબાદ-ચાંદની ચોકનું પુનર્વિકાસ.

શરૂઆતમાં એ જ ઓડિયો સંભળાઈ રહ્યો છે, જે વાયરલ વીડિયોમાં સંભળાય છે પરંતુ તેના પછી મ્યુઝીક બદલાઈ છે અને શીખ પ્રાર્થના એક ઓમકાર સંભળાઈ છે. ઝાંખીમાં સૂત્રધાર બતાવે છે કે, ઝાંખીમાં દિલ્હીની સુંદર ગલીઓ, ઓપન પબ્લિક પ્લાઝ્મા, સાયકલ લેન, ચાલવા માટેના રસ્તા અને અલગ અલગ ધાર્મિક સ્થળો પર થનારી પ્રાર્થનાઓને સામેલ કરવામાં આવી છે.

ઝાંખીમાં મસ્જિદ સિવાય મંદિર, ચર્ચ અને ગુરુદ્વારા પણ છે. વીડિયોમાં તે 01.57.22 મિનિટ પછી આ બધા વિઝ્યુઅલ જોઈ શકાય છે.

દિલ્હી સરકારના અધિકારીઓએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું છે કે ઝાંખી ધાર્મિક અને સાંસ્કૃતિક સૌહાર્દનો સંદેશો આપે છે. આ સંદેશ આપવા માટે તેમાં 1.3 થી 1.5 કિમીના ચાલવાના રસ્તા પર બે મંદિર, એક ગુરુદ્વારા, એક ચર્ચ અને એક મસ્જિદને બતાડવામાં આવી છે. આ બધા ધાર્મિક સ્થળો ચાંદની ચોકના પુનર્વિકાસ કાર્યક્રમનો હિસ્સો છે. ત્યાં જ ઝાંખીમાં જોવા મળી રહ્યું છે કે સાયકલ સવાર એક મેગાસીટી માટે સ્થાયી ભવિષ્યનું પ્રતિક છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp