સાચા પ્રેમની શોધ માટે કર્યો અનોખો પ્રયોગ, 3 મહિના સુધી હેન્ડકફથી બંધાયેલું રહેશે

PC: thesun.co.uk

લોકો પોતાના સાચા પ્રેમને શોધવા માટે ઘણા ગતકડાં કાઢતા હો છે પરંતુ ઘણા નસીબદાર લોકોને જ સાચો પ્રેમ મળતો હોય છે અને આ પ્રેમ મળી જાય પછી પણ તેને નિભાવવો તેના કરતા પણ અઘરું કામ છે. તેવી જ રીતે પોતાના સંબંધની મજબૂતાઈ જોવા માટે યુક્રેનના એક કપલે એક અનોખા પ્રયોગ હેઠળ એકબીજા સાથે હેન્ડકફથી બંધાઈ ચૂક્યા છે. આ કપલે આ પ્રયોગ વેલેન્ટાઈન ડેના દિવસે કર્યો છે. આ પ્રયોગના સહારે એલેકઝેન્ડર અને વિક્ટોરિયા નામનું આ કપલ પોતાના સંબંધના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા માગે છે અને જોવા માગે છે કે શું તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમના સંબંધને ટકાવવામાં સફળ રહે છે કે નહીં.

એલેકઝેન્ડર અને વિક્ટોરિયા આગામી ત્રણ મહિનાઓ સુધી આવી રીતે રહેશે. આ દરમિયાન તેમણે તેમના દરેક કામ એકબીજાના સહારે જ કરવા પડશે. યુક્રેનના નેશનલ રજીસ્ટર ઓફ રેકોર્ડ્સમાં કામ કરનારા અને આ પ્રયોગને સુપરવાઈઝ કરનારા વ્યક્તિ વિટાલી જોરીનનું કહેવું છે કે આ લોકોએ સંપૂર્ણ હોશ-હવાસમાં આ પ્રયોગ કરવાનો નિર્ણય લીધો છે.

આ કપલે વેલેન્ટાઈન ડેના દિવસથી યુક્રેનના કીવ શહેરમાં આ પ્રયોગ શરૂ કર્યો છે. આ કપલની સૌથી પહેલી ટેસ્ટ ત્યારે સામે આવી હતી જ્યારે પોતાના ઘરથી 325 માઈલ દૂર એક ટેક્સીમાં ગયા હતા અને તેમણે મેલ અથવા ફિમેલ પબ્લિક ટોયલેટની પસંદગી કરવાની હતી. આ કપલે પછી નિર્ણય લીધો કે તેઓ સાથે જ ફિમેલ ટોયલેટમાં જશે. આ જોઈને ટોયલેટ ક્લિનર પણ હેરાન રહી ગયો હતો. કેટલાંક વીડિયોમાં એલેકઝેન્ડર અને વિક્ટોરિયા ખાસ રીતના કપડાં પહેતા જોવા મળી રહ્યા છે.

આ કપડાંમાં ઉપરથી નીચે સુધી ઝીપ લાગી છે જેથી બંનેને કપડાં પહેરવા અને બદલવામાં સરળતા રહે. આ કપલનું માનવું છે કે તેઓ આ ચેલેન્જ પૂરી કરવામાં સફળ રહેશે. જોકે તેમને ખબર છે કે પર્સનલ સ્પેસની કમીને લીધે બંને માટે આ ઘણું મુશ્કેલ થવાનું છે. જોરીને કહ્યું હતું કે જો તેઓ આગામી ત્રણ મહિના દરમિયાન અલગ થવાનો નિર્ણય લે છે તો ઈમર્જન્સી સર્વિસના એક્સપર્ટ્સની જરૂર પડશે જેથી તેઓ તેમની આ હથકડીને તેમના હાથમાંથી અલગ કરી શકે. મતલબ છે કે એલેકઝેન્ડર અને વિક્ટોરિયાનો આ પ્રયોગ ઘણા હદ સુધી રિયાલીટી શો જેવો જ છે જ્યાં કેટલાંક મહિનાઓ માટો લોકેન વિષમ પરિસ્થિતિમાં રાખવામાં આવે છે.   

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp