લગ્ન પહેલા થયું હતું અનુષ્કા-કોહલીનું બ્રેકઅપ? પછી થયું કંઇક એવું કે...

PC: khabarchhe.com

અનુષ્કા શર્માએ તાજેતરમાં જ દીકરીને જન્મ આપ્યો છે, ત્યારે આજે વેલેન્ટાઇન ડેના દિવસે અનુષ્કા અને વિરાટની લવસ્ટોરી વિશે વાત કરીએ. અનુષ્કા જેટલી તેની ફિલ્મોને લઈને ચર્ચામાં રહી છે એટલી જ તેની અંગત જિંદગી માટે પણ ચર્ચામાં રહી છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા હતા સાથે જ તેમની લવ સ્ટોરી પણ રસપ્રદ રહી છે. કહેવામાં આવે છે કે વિરાટ અને અનુષ્કાની મુલાકાત એક એડ ફિલ્મના શૂટ દરમિયાન થઈ હતી. ત્યાર બાદ બંનેમાં મિત્રતા થઈ અને તેમના સંબંધ વધારે મજબૂત બન્યા. પણ લગ્ન પહેલા તેમના સંબંધમાં દરાર પડવાની પણ ખબર સામે આવી હતી.

આ 2015ના વર્ષની વાત છે. જ્યારે અનુષ્કા વિરાટના બ્રેકઅપની ઘણી ખબરો ચાલી રહી હતી. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટ અને અનુષ્કાએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો પણ કરી દીધા હતા. પણ આ જ ઉતાર ચઢાવ છે જે તેમની લવ સ્ટોરીને ખાસ બનાવે છે. જોકે, તેમની આ વાતને લઈને ક્યારેય પણ વિરાટ અનુષ્કાએ કોઈ જવાબ આપ્યો નથી.

તો આ બાબતને લઈને ટાઈમ્સની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, વિરાટે અનુષ્કાને 2015માં લગ્ન માટે પ્રપોઝ કરી હતી, પણ તે સમયે અનુષ્કા તેના કરિયર પર ધ્યાન રાખવા માગતી હતી માટે તેણે વિરાટનું તે પ્રપોઝલ નકારી દીધું હતું. ત્યાર બાદ બંને વચ્ચે વાતચીત પણ બંધ થઈ ગઈ હતી. જોકે તેના થોડા સમય પછી બંને એકબીજાને ખૂબ મીસ કરવા લાગ્યા હતા અને તેમને એ સમજાઈ ગયું હતું કે બંને એકબીજા માટે જ બન્યા છે.

જણાવી દઈએ કે, 11 નવેમ્બર, 2017માં અનુષ્કા અને વિરાટે લગ્ન કરી લીધા હતા. તેમના આ લગ્નની જાણકારી કોઈને પણ નહોતી. જ્યારે બંનેના લગ્નની પહેલી તસવીર સામે આવી તો તેને જોઈને લોકો ચોંકી ગયા હતા. લગ્નની તસવીરોમાં અનુષ્કા વિરાટ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા અને તેમનો આ પ્રેમ આજની તારીખમાં એવો જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp