26th January selfie contest

ઘર ખરીદવાનો આ સારો સમય છેઃ કેકી મિસ્ત્રી

PC: etb2bimg.com

રિયલ એસ્ટેટ માર્કેટમાં સ્થિતિ સુધરવા જઇ રહી છે. ન માત્ર સસ્તા બલ્કે મોંઘા ઘરો માટે પણ ફરીથી માગ વધી રહી છે. આ કહેવું છે કે HDFCના વાઇસ ચેરમેન અને CEO કેકી મિસ્ત્રીનું. તેમણે કહ્યું કે, ઘર ખરીદવા માટેનો આ સૌથી સારો સમય છે. નવા વર્ષને લઇ તેમનું કહેવું છે કે, વેક્સીન તૈયાર ભલે થઇ ગઇ હોય પણ આપણે સાવચેતી રાખવાની જરૂર છે. માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટેન્સિંગ અને કોવિડની ગાઈડલાઇન્સનું પાલન કરવાની જરૂર છે.

તેઓ કહે છે કે, બિઝનેસનો સવાલ છે તો સ્થિતિ સારી થઇ રહી છે. ગયા વર્ષે માર્ચમાં લોકડાઉન પછી ખાસ્સો ડરનો માહોલ હતો. ઘણાં ડરો પાયા વિનાના સાબિત થયા. આશા કરતા વધારે ગ્રોથ પાછી આવી. ન માત્ર હાઉસિંગ ફાયનાન્સ બલ્કે દરેક ઈન્ડસ્ટ્રીમાં ગ્રોથ જોવા મળી રહી છે. મોટાભાગની ઈન્ડસ્ટ્રી કોરોના પહેલા જેવી સ્થિતિમાં પાછી આવી ગઇ છે. અમુક ઈન્ડસ્ટ્રીમાં મુશ્કેલી બની રહી છે. પણ ત્યાં પણ સ્થિતિ સામાન્ય થઇ જશે.

વર્ક ફ્રોમ હોમના કારણે લોકોની રૂચિ ઘર ખરીદવામાં વધી છે, તેને લઇ તેમનું કહેવું છે કે, મારું પાક્કુ માનવું છે કે ઘરોની ઓછી કિંમત, ઓછું વ્યાજ દર, સરકારી સ્કીમો અને વસતીમાં યુવાનોની વધારે હિસ્સેદારીના કારણે ઘરોની માગ મજબૂત બની રહેવાની આશા છે. મારું માનવું છે કે આ લોકો માટે ઘર ખરીદવું સૌથી સારો સમય છે. હું પાછલા 6 મહિનાથી આ વાત કરી રહ્યો છું કે વ્યાજ દર તેના નીચલા સ્તરે છે. જો તમે બિલ્ડરો સાથે વાત કરશો તો તેઓ પણ ભાવ કરવા માટે તૈયાર છે. તેઓ તમને સારી ઓફર આપશે. મહારાષ્ટ્ર સહિત અમુક રાજ્યોએ સ્ટેમ્પ ડ્યૂટીમાં પણ કાપ મૂક્યો છે.

તેમનું કહેવું છે કે, પાછલા 2 વર્ષોમાં ઘરોની કિંમતો વધી નથી. લોકોની આવક વધી છે. જેને લીધે લોકોની વાર્ષિક આવકને જોતા ઘર લોકોની પહોંચમાં આવ્યું છે. દેશમાં હાલમાં હોમ લોનની પહોંચ ખૂબ ઓછી છે. તે GDPના માત્ર 10 ટકા છે. સરકારે હાઉસિંગ સેક્ટર પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. તેનું કારણ એ છે કે આ સેક્ટરની ગ્રાથથી ઈકોનોમિક ગ્રોથને પ્રોત્સાહન મળી રહ્યું છે. દેશની વસતીમાં યુવાનોની હિસ્સેદારી એક તૃતીયાંશ છે. સામાન્ય રીતે 37-38 વર્ષની ઉંમરના લોકો ઘર ખરીદવામાં રૂચિ દાખવે છે. માટે આવતા અમુક વર્ષો સુધી ઘરોની માગ મજબૂત બની રહેવાની આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp