રાજ્યના બજેટમાં રિયલ એસ્ટેટને કેટલો ફાયદો થશે? 50 ટકા ટેક્સ ઘટાડવાની વિચારણા

PC: moneycontrol.com

ગુજરાત સરકારનું 2021-22ના વર્ષનું સામાન્ય બજેટ બીજી માર્ચે રજૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે વિવિધ વ્યાપારી મંડળો સહિત રિયલ એસ્ટેટ સેક્ટર તરફથી રાહતો માટેની માગણી કરવામાંઆવી છે. રિયલ એસ્ટેટ સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીમાં 50 ટકા રાહત માગી રહ્યું છે ત્યારે વ્યાપારીઓ ટેક્સ માળખામાં કેટલાક સુધારા માગી રહ્યાં છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. આ બજેટમાં નવી જોગવાઇ સાથે કેટલાક વિભાગોમાં બજેટ કાપ મૂકવામાં આવે તેવી સંભાવના છે. કોરોના સંક્રમણથી બચવા માટે રસીકરણ ઝૂંબેશ ચાલી રહી છે ત્યારે તેના માટે નવી જોગવાઇ આવી શકે છે.

બિલ્ડરજૂથની માગણી પ્રમાણે સ્ટેમ્પડ્યુટીમાં 50 ટકા ઘટાડો કરવામાં આવે તેવી સંભાવના છે. અત્યારે સ્ટેમ્પડ્યુટી 4.95 ટકા છે અને એક ટકા રજીસ્ટ્રેશન ફી છે. આ સાથે જીઆઇડીસીમાં પ્લોટની ફાળવણી કરતી વખતે નિગમ દ્વારા જમીન હસ્તગત કરવા માટે જે ખર્ચ કરે છે તેમાં 200 ટકા સુધીનો નફો લેવામાં આવે છે તે બંધ કરવાની માગણી ઉદ્યોગજૂથોએ કરી છે.

ઉદ્યોગજૂથોએ ઉદાહરણ આપતાં જણાવ્યું છે કે દહેજની ઔદ્યોગિક વસાહતની જમીન 2000 રૂપિયાના ભાવે આપવામાં આવે છે પરંતુ આ જમીનની પડતર કિંમત 600 રૂપિયા છે. સરકાર ખુદ ઉંચા ભાવ રાખીને નફો કમાઇ રહી છે. બજેટમાંઆ ઉપરાંત વીજશુલ્ક તેમજ રાજ્ય સરકારના પોતાના કરવેરામાં ફેરફારો થાય તેવું જાણવા મળ્યું છે. પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારો તીવ્ર બનતાં ગુજરાતમાં પેટ્રોલિયમ પેદાશોમાં વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)માં ઘટાડો કરવો કે નહીં તેની ચર્ચા હજી ચાલી રહી છે પરંતુ નક્કર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp