BJPના મંત્રીની સીડી સામે આવતા રાજીનામું, નોકરી દેવાની લાલચે આવું કર્યાનો આરોપ

PC: bhaskar.com

કર્ણાટક રાજ્યના જળ સંસાધન મંત્રી રમેશ જરકીહોલીનું નામ સેક્સ સ્કેન્ડલમાં ઉછળ્યું છે. જોકે, આ કાંડમાં એનું નામ સામે આવતા તેમણે રાજીનામું આપી દીધું છે. બીએસ યેદીયુરપ્પા સરકારમાં મંત્રી પદે રહેલા જરકીહોલીની એક સેક્સ સીડી મીડિયા સુધી પહોંચી હતી. જેમાં જરકીહોલી એક મહિલા સાથે જોવા મળ્યા છે. આ સીડી રાજ્યના એક સામાજિક કાર્યકર્તા દિનેશ કલ્લાહલ્લીએ જાહેર કરી હતી.

કલ્લાહલ્લીનો એવો આરોપ છે કે, જરકીહોલીએ કર્ણાટક પાવર ટ્રાંસમિશન કોર્પો.માં મહિલાને નોકરી અપાવી દેવાની લાલચ આપી એનું યૌન શોષણ કર્યું છે. મંત્રીના ભાઈ અને કર્ણાટક મિલ્ક ફેડરેશનના ચેરમેન બાલાચંદ્રએ મુખ્યમંત્રીને આ કેસમાં યોગ્ય તપાસ કરાવવા માટે, CID અથવા CBI તપાસ કરાવવાની માગ કરી છે. રાજ્યના સોશિયલ વર્કર અને નાગરિક હક્કુ હોરતા સમિતીના અધ્યક્ષ દિનેશ કલ્લાહલ્લીએ જણાવ્યું કે, પીડિત મહિલાના પરિવારજનોએ ન્યાયની માગ કરી છે. મંગળવારે કલ્લાહલ્લીએ પોલીસ કમિશનર કમલ પંતની મુલાકાત લીધી હતી. એને કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે કહેવામાં આવ્યું છે. કલ્લાહલ્લીએ જણાવ્યું કે, અમે આ કેસમાં સત્ય સામે લાવવા માગીએ છીએ. મંત્રીએ રાજીનામું આપીને મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, આ સીડી ખોટી છે, મારા પર લગાવેલા આરોપ પણ ખોટા છે. આ કેસની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. હું નૈતિકતાના આધારે રાજીનામું આપી રહ્યો છું. આ પહેલા પણ પોતાનું નામ આવા કાંડમાં સામે આવતા એક રાજકીય કાવતરૂ હોવાનો દાવો કર્યો હતો.

તપાસ કર્યા બાદ આરોપીઓ સામે કડક પગલાં લેવા પણ માગ કરી છે. કર્ણાટક રાજ્યના નાયબ મુખ્યમંત્રી સીએન અશ્વથ નારાયણે કહ્યું કે, અમારી સામે ઘણી વખત આવા કેસ આવ્યા છે. જેમાં પ્લાનિંગ અનુસાર હનીટ્રેપિંગ અને બ્લેકમેઈલીંગ કરવામાં આવી હોય. તપાસ કર્યા બાદ કેસની હકીકત સામે આવશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, અત્યારે અમે કોઈ પરિણામ સુધી પહોંચ્યા નથી. સત્ય શું છે એ જાણવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જો આ સાચું છે તો આ શરમજનક કહેવાય. નેતાઓએ નૈતિક રીતે સારા બનવાની જરૂર છે. આ ભાજપનીતિ છે. આ કેસમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મંત્રીના રાજીનામાથી લઈને FIR કરવા સુધીની માગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp