ચૂંટણી પતી ગઈ તો કેસ વધવાના શરૂ, પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં 19441 નવા કેસ

PC: indiatoday.in

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂરી થતા જ તેની પછીના પરિણામો દેખાવાના શરૂ થઇ ગયા છે. પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસોમાં ખતરનાક વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ પશ્ચિમ બંગાળમાં 19441 નવા કેસ સામે આવ્યા છે, આ સાથે જ પશ્ચિમ બંગાળમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 993159 પર પહોંચી ગઈ છે. જેમાંથી 854805 રિકવર થઇ ગયા છે અને 126027 હજુ એક્ટિવ કેસ છે. અત્યારસુધીમાં બંગાળમાં 12327 મોત થઈ છે.

ભારતમાં આજે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1,86,71,222 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય રિકવર થવાનો સરેરાશ દર 82.39% નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,53,818 દર્દીઓ રિકવર થયા હોવાનું નોંધાયું છે. નવા રિકવર થનારા કુલ કેસોમાંથી 74.38% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં નવા 3,66,161 પોઝિટીવ કેસ નોંધાયા છે. નવા નોંધાયેલામાંથી 73.91% કેસો દસ રાજ્યોમાં છે. દેશમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં વધુ 48,401 દર્દી સંક્રમિત થયા છે. ત્યારબાદ, કર્ણાટકમાં એક દિવસમાં 47,930 જ્યારે કેરળમાં નવા 35,801 કેસ નોંધાયા છે.

ભારતમાં એક્ટિવ કેસોના ભારણનો કુલ આંકડો આજે 37,45,237 સુધી પહોંચી ગયો છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી એક્ટિવ કેસોનો આંકડો હવે 16.53% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ એક્ટિવ કેસોના ભારણમાં 8,589 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે. ભારતમાં કુલ એક્ટિવ કેસોના ભારણમાંથી 82.89% દર્દીઓ તેર રાજ્યોમાં છે.

રાષ્ટ્રીય મૃત્યુદર એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે અને જે હાલમાં 1.09% છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,754 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 72.86% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. દૈનિક ધોરણે સર્વાધિક મૃત્યુઆંક (572) મહારાષ્ટ્રમાં નોંધાયો છે જ્યારે તે પછીના ક્રમે, કર્ણાટકમાં એક દિવસમાં 490 દર્દી મૃત્યુ પામ્યા છે. ત્રણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, અરુણાચલ પ્રદેશ અને લક્ષદ્વીપ છે.

ભારત સરકાર કહે છે કે, મહામારી સામેની જંગમાં સહાયતા માટે અત્યાર સુધીમાં ભારતને વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલા 6,738 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, 3,856 ઓક્સિજન સિલિન્ડર, 16 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, 4,668 વેન્ટિલેટર્સ/ Bi PAP/ C PAP અને ત્રણ લાખથી વધારે રેમડેસિવીરના વાયલ (શીશી)ની ડિલિવરી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કરવામાં આવી છે/રવાના કરવામાં આવ્યા છે જેથી તેમની માળખાકીય સુવિધામાં વધારો થઇ શકે. વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલી સહાય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઝડપથી પહોંચડવા માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક કસ્ટમ મંજૂરી અને હવાઇ તેમજ રોડ માર્ગેથી જથ્થો પહોંચાડવાની કામગીરી સુનિશ્ચિત કરી છે.

અન્ય એક નોંધનીય પ્રગતિરૂપે, ભારતમાં ચાલી રહેલા કોરોના વેક્સીનેશન અભિયાનના ત્રીજા તબક્કાનું દેશભરમાં વિસ્તરણ કરવામાં આવ્યું હોવાથી આ કવાયત અંતર્ગત આજદિન સુધીમાં દેશમાં આપવામાં આવેલા કુલ વેક્સીનના ડોઝનો આંકડો 17 કરોડના સીમાચિહ્ન સુધી પહોંચી ગયો છે. ભારત કોવિડની વેક્સીનના 17 કરોડ ડોઝ સૌથી ઝડપી ગતિએ આપનારો દેશ બની ગયો છે. ચીનને આ સીમાચિહ્ન સુધી પહોંચવામાં 119 દિવસ જ્યારે USAને 115 દિવસ થયા હતા.

આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 24,70,799 સત્રોનું આયોજન કરીને વેક્સીનના કુલ 17,01,76,603 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 95,47,102 HCWs એ પ્રથમ ડોઝ અને 64,71,385 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,39,72,612 FLWs એ પ્રથમ ડોઝ અને 77,55,283 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 20,31,854 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 5,51,79,217 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 65,61,851 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,36,74,082 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,49,83,217 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.

આજદિન સુધીમાં દેશભરમાં આપવામાં આવેલા વેક્સીનના કુલ ડોઝમાંથી 66.79% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે. આજે, 18 થી 44 વર્ષની વયજૂથના 2,46,269 લાભાર્થીએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને આ વયજૂથમાં સમગ્ર દેશમાં 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આપવામાં આવેલા કુલ ડોઝની સંખ્યા 20,31,854 થઇ ગઇ છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં વેક્સીનના 6.8 લાખ કરતાં ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વેક્સીનેશન કવાયતના 114મા દિવસે (9 મે 2021ના રોજ) દેશભરમાં વેક્સીનના કુલ 6,89,652 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 5,685 સત્રોનું આયોજન કરીને 4,05,325 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 2,84,327 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp