રાત્રી કર્ફ્યૂ બાબતે જાણો પ્રદીપસિંહ જાડેજાએ શું કહ્યું

PC: facebook.com/PradipsinhGuj

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યુ છે. આ તમામ શહેરોમાં કેટલાક પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવ્યો છે. જેના કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનોને જ ખુલ્લી રાખવા માટેની છૂટછાટ આપવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાતમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી પોઝિટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. તો બીજી તરફ કોરોનાથી સાજા થનારા લોકોનો રિકવરી રેટ પણ વધી રહ્યો છે. રાજ્યમાં 9 મેના રોજ 11,084 પોઝિટિવ કેસો સામે આવ્યા હતા અને 121 લોકોના મોત થયા હતા. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,39,614 છે અને 786 લોકો વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે. તો કોરોનાના કારણે અત્યાર સુધીમાં રાજ્યમાં 8,394 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં 9 મેના રોજ 14,770 દર્દીઓ સારવાર લઇને સ્વસ્થ થયા હતા.

તેવામાં રાત્રી કર્ફ્યૂ બાબતે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક નિવેદન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે, રાત્રી કર્ફ્યૂમાં ફેરબદલ કરવો કે, નહીં તે હવે નક્કી કરવામાં આવશે. વેપાર ધંધામાં પણ કેટલી બાંધછોડ કરવી તે પણ હવે નક્કી કરવામાં આવશે. પ્રદિપસિંહ જાડેજા એવું પણ જણાવ્યું હતું કે, રાત્રી કર્ફ્યૂની અવધિ પૂર્ણ થયા બાદ જે તે તાલુકાની સ્થિતિ જોઈને કોર કમિટીમાં નિર્ણય લેવાશે.

મહત્ત્વની વાત છે કે, 36 જેટલા શહેરોમાં માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાન અને ખુલ્લી રાખવાની છૂટ આપતા વેપારીઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા રાજકોટના વેપારીએ પણ વિરોધ નોંધાવ્યો હતો અને બે દિવસ પહેલા વડોદરાના વેપારીઓએ પણ વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓની માગણી છે કે, સરકારને કોરોનાનું સંક્રમણ અટકાવવું હોય તો સંપૂર્ણ લોકડાઉન કરવું જોઈએ આવા અધકચરા લોકડાઉનનો કોઈ ફાયદો નથી. કાનતો બધાને છૂટ આપવી જોઈએ અને કા તો બધા ધંધા બંધ કરવા જોઈએ. વડોદરાના વેપારીઓએ જણાવ્યું હતું કે, બધા કારખાનાઓ અને ફેક્ટરીઓ શરૂ છે પરંતુ માત્ર દુકાને જ બંધ કરવામાં આવી છે એટલે કંપનીમાં વસ્તુનું ઉત્પાદન થાય છે પરંતુ તેનું વેચાણ દુકાન પરથી થઈ શકતું નથી.

તો બીજી તરફ 36 શહેરોમાં રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાનું કહેવામાં આવી રહ્યું છેમ જે લોકો રાત્રી કર્ફ્યૂમાં કામ વગર ઘરની બહાર નીકળી રહ્યા છે. તેમની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ લોકડાઉન બાબતે સ્પષ્ટપણે કહ્યું હતું કે, રાજ્યમાં લોકડાઉનની જરૂર નથી કારણ કે કોરોનાના કેસ ઘટી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp