ચૂંટણી વાયરસની સુપર સ્પ્રેડર રહી, અત્યારે સામાન્ય કરતા 10 ટકા વધુ મોતોઃ પિત્રોડા

PC: jansatta.com

ઇન્ડિન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ ભારતાં કોરોના વાયરસ સંક્રમણને કારણે  રોજે રોજ થતી મોતના સત્તાવાર આંકડા સામે સવાલ કરતા દાવો કર્યો હતો કે આ આંકડા સમજથી પર છે. તેમણે કહ્યું કે રોજના એવરેજ દેશમાં 30 હજાર લોકોના મોત થતા હોય છે. અને એવામાં કોરોનાથી જો રોજના વધારાના 3000 વધારે ( 30 હજારના 10 ટકા) લોકોના મોત થઇ રહ્યા હોય તો પછી અંતિમ સંસ્કાર માટે આટલી લાઇન ન લાગવી જોઇએ.

સામ પિત્રોડાએ કહ્યું કે તાજેતરમાં પૂરી થયેલી વિધાનસભાની ચૂટંણી દરમ્યાન થયેલી જનસભાઓ જ કોરોના વાયરસની અસલી સુપર સ્પ્રેડર છે. તેમણે કહ્યું કે ભારતમાં રસીકરણની પ્રક્રિયાને રાજનીતિથી અલગ રાખવી પડશે. ભારતમાં ટેલીકોમ ક્રાંતિના સુત્રધાર મનાતા અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના નજીકના ગણાતા સામ પિત્રોડાએ ડિકોડિંગ ઇલેકશન નામની યૂ ટયૂબ ચેનલ પર મયંક દરાલ સાથેના સંવાદમાં કહ્યુ હતું કે ભારતમાં સામાન્ય દિવસોમાં રોજના એવરેજ 30 હજાર લોકોના મોત થતા હોય છે.

મતલબ કે રોજ 30 હજાર લોકોના અંતિમ સંસ્કાર થાય છે. જયારે અત્યારે અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગૃહોમાં લાઇનો લાગે છે. જો કોરોનાને કારણે રોજના વધારાના 3 હજારના મોત થતા હોય પછી  અંતિમ સંસ્કાર માટે લાઇનો કેવી રીતે લાગે? પિત્રોડાએ કહ્યું કે એનો મતલબ એ થાય કે મોતના જે આંકડા જાહેર કરવામાં આવે છે તે સાચા નથી.

તાજેતરમાં  જ રિડિઝાઇન ધ વર્લ્ડ નામનું પુસ્તક લખનાર સામ પિત્રોડાએ કહ્યું કે રસીકરણ એ જટીલ પ્રક્રિયા છે. ઉત્પાદન અને વિતરણ જોવું પડતું હોય છે. જો તમે કઇંક બનાવશો તો તેનો સપ્લાય કેવી રીતે કરવું તે જોવું પડશે. પિત્રોડાએ કહ્યું કે આપણે તે કરી શકીએ તેમ છે. ભારતમાં ઘણી પ્રતિભા છે. પરંતું આ પ્રક્રિયાને રાજકારણથી અલગ રાખવી પડશે રસીકરણની પ્રક્રિયા વિશેષજ્ઞોને સોંપવી જોઇએ.

ભારતમાં કોરોનાની બીજી લહેર સાથે જોડાયેલા સવાલ પર સામ પિત્રોડાએ કહ્યું હતું કે કોરોનાની બીજી લહેરની વાસ્તવિક સુપર સ્પ્રેડર ચૂટંણી સભાઓ રહી. પ્રધાનમંત્રીએ માસ્ક પહેર્યા વગર ચૂટંણી સભાઓ કરી તેનો એવો મેસેજ ગયો કે હવે  કોરોનાની કોઇ મુશ્કેલી નથી. શક્ય છે કે એ પ્રધાનમંત્રીથી ભૂલમાં થઇ ગયું હોય શકે છે. સામ પિત્રોડાએ કહ્યું કે ભારતમાં એક સમસ્યા એ પણ છે કે સંયુકત કુંટબો હોવાને  કારણે બધાને અલગ કરી શકાતા નથી. આ બધા કારણોને લીધે કોરોનાની બીજી લહેર આવી.

ભવિષ્યની ચૂંટણી રાજનીતિ વિશે સામ પિત્રોડાએ કહ્યું હતુ કે હાઇપર કનેકિટવિટીને કારણે ભવિષ્યમાં ચૂટંણી રાજનીતિ બદલાવા જઇ રહી છે. હાઇપર કનેકિટવિટિને કારણે લોક તંત્ર પુરી રીતે બદલાઇ જવાનું છે. જો મારી પાસે વિકલ્પ હોય  તો હું મોબાઇલ ફોન ના માધ્યમથી જ મતદાન કરાવીશ, કારણ કે તે ઇવીએમ કરતા વધારે સુરક્ષિત છે. ઇવીએમ હવે ભૂતકાળની ટેકનિક છે અને તેને કારણે વારંવાર વિવાદ પણ થાય છે. પિત્રોડાએ કહ્યું કે મોબાઇલથી મતદાન કરાવવાથી ફાયદો એ થશે કે તમને મતદાન કેન્દ્રોની જરૂરિયાત જ ઉભી નહીં થાય. લોકો ગમે ત્યાંથી પોતોના મત આપી શકે.

પિત્રોડાએ કહ્યું કે જો મારી પાસે વિકલ્પ હોય તો ચૂટંણી સભાઓ અને જાહેરાતો પર પ્રતિબંધ લગાવી દઉં. જો કોઇ નેતાએ કઇંક કહેવું હોય તો તે પોતાની વેબસાઇટ અથવા સોશિયલ મીડિયા પર પોતાની વાત કહી શકે છે.

સામ પિત્રોડાએ એક સવાલના જવાબમાં કહ્યુ કે એક રાષ્ટ્ર એક ચુનાવનો વિચાર પુરી રીતે કેન્દ્રીયકરણ વિશે છે. આપણે આગળ વિકેન્દ્રીકરણ અને લોકતંત્રીકરણની જરૂરત છે. હું કોઇ પણ વસ્તુના કેન્દ્રીકરણની વિરુદ્ધમાં છું. જો મારી પાસે વિકલ્પ હોય તો હું ભારતને જિલ્લા સ્તરે ટુકડા પાડીને ચલાવીશ. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp