શંકાસ્પદ રીતે બાળકી પલંગની નીચે ગઈ, પિતાએ જોયો ડરાવી દેનારો CCTV ફુટેજ

બાળકી પોતાના પલંગ પર સૂઈ રહી હતી. અચાનક શંકાસ્પદ રીતે તેના પલંગની નીચે જતી જોવા મળે છે. આ નજારો બાળકીના રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજમાં સેવ થઈ ગયા હતા. જેને જોઈને તેના પિતા ઘણા ડરી ગયા છે. તેના પછી આ વીડિયોના ફુટેજને ટીક-ટોક પર શેર કર્યો છે. જેના પછી હવે લોકો તેને કહી રહ્યા છે કે પોતાના ઘરની ચાવી ત્યાં હાજર અદ્રશ્ય શક્તિને આપી દો અને ત્યાંથી જતા રહો.

ટીક ટોક યુઝર @joshdean0222એ એક વીડિયો પોસ્ટ કરતા લખ્યું છે કે મારી છોકરીને પલંગની નીચે કોઈ ખેંચીને લઈ ગયું હતુ. મારી પત્નીને લાગે છે કે તે જાતે ચાલીને પલંગની નીચે ગઈ હતી. પરંતુ મારી મારું માનવું છે કે મારી છોકરીને કોઈ વસ્તુએ પલંગની નીચે ખેંચી હતી. મિરરમાં પ્રકાશિત ખબર પ્રમાણે @joshdean0222 પોતાના વીડિયો પોસ્ટમાં કહ્યું છે કે તેની છોકરીને પલંગની નીચે ખેંચવાની ઘટના રાતના 11 વાગ્યાને 37 મિનિટની છે. ત્યાં કંઈક અજીબ થઈ રહ્યું હતું. આ કોઈ પેરાનોર્મલ એક્ટિવીટી છે. આ ઘટના જગ્યા ઘટી ત્યારે મારી છોકરી પોતાના રમકડા સાથે પલંગના એક ખૂણામાં રમી રહી હતી.

વીડિયો પોસ્ટ કર્યા પછી તેને અત્યાર સુધીમાં 80 લાખ વખત જોઈ લેવામાં આવ્યો છે. બાળકીના પિતાએ કહ્યું કે પહેલા મારી છોકરી પલંગમાંથી નીચે જાતે ઉતરતી દેખાય છે. પરંતુ તરત જ તે ગભરાઈ જાય છે. તે જોર જોરથી રડવા અને બૂમો પાડવા લાગે છે. પોતાની માતને બૂમો પડીને બોલાવતી જોવા મળે છે. પલંગની નીચે છોકરીને કોઈ હલચલ જોવા નથી મળતી. જે પગ પહેલા પલંગની નીચે જોવા મળ્યા હતા તે પછી ગાયબ થઈ જાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 7.25 લાખથી વધુ લાઈક્સ અને 26000થી વધુ કોમેન્ટસ મળી ચૂકી છે.

સોશિયલ મીડિયા પર લોકોની આ વીડિયોને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. એકે લખ્યું છે કે બાળકી ડરેલી જોવા મળે છે આથી તે પલંગની નીચેના એક ખૂણે જતી રહી. જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે આવું કંઈ થઈ શકે તેમ નથી. ત્રીજાએ લખ્યું છે એવું શા માટે ન થઈ શકે, શું બાળકી સારી છે. શું તારી પત્નીને તેનો અવાજ નહોંતો આવતો. આ વીડિયો જોઈને મને બીક લાગી ગઈ. આ વીડિયો પર કોમેન્ટ કરનારા એક વ્યક્તિએ લખ્યું છે કે ભૂત જેવું કશું નથી. બાળકી પોતાનું રમકડું શોધી રહી હતી. તેને લેવા માટે પલંગની નીચે જતી રહી પરંતુ બહાર કેવી રીતે નીકળવાનું છે તે સમજ નહીં આવતા તે રડવા લાગી અને માને યાદ કરવા લાગી. આ તો કોમન સેન્સની વાત છે.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp