જુડવા ભાઈ ઓપરેશન પછી બન્યા છોકરી, દાદાએ પ્રોપર્ટી વેચીને આપ્યા હતા ઓપરેશનના પૈસા

PC: instagram.com

બ્રાઝીલમાં રહેનારા બે જુડવા ભાઈઓએ પોતાની આખી લાઈફમાં મોટેભાગે તમામ વસ્તુઓ સાથે જ કરી છે અને બંનેએ સાથે જ ટ્રાન્સજેન્ડર ઓપરેશન પણ કરાવીને રેકોર્ડ કાયમ રાખ્યો છે. 19 વર્ષના આ બે જુડવા ભાઈઓએ જેન્ડર ચેન્જનું ઓપરેશન કરાવીને છોકારીઓ બની ગયા છે. માયલા અને સોફિયાનું કહેવું છે કે તેઓ બાળપણથી જ છોકરાઓની જેમ ફીલ કરી શકતા ન હતા અને આથી જ તેમણે આ ઓપરેશન કરાવવાનો નિર્ણય લીધો હતો.

બ્રાઝીલના દક્ષિણ-પૂર્વી શહેર બ્લૂમેનોમાં સ્થિત એક ટ્રાન્સજેન્ડર સેન્ટરમાં બંને ભાઈઓએ પોતાની સર્જરી કરાવી છે. આ સેન્ટરના ડૉક્ટર જોસે કાર્લોસનું કહેવું છે કે આ દુનિયાનો પહેલો એવો રિપોર્ટેડે કેસ છે, જેમાં બંને જન્મથી જુડવા બે ભાઈઓએ સર્જરી કરાવીને છોકરી બનવાનો નિર્ણય લીધો છે. આ સર્જરીના એક અઠવાડિયા પછી બંનેએ એએફપી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા પોતાનો અનુભવ શેર કર્યો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by Sofia Albuquerck 🇨🇭 (@sofialbuck)

માયલા હાલમાં આર્જેન્ટીનામાં ભણી રહી છે, તેણે કહ્યું હતું કે- મને હંમેશાથી મારું શરીર ઘણું પસંદ હતું પરંતુ હું છોકરો થઈને ઘણું અસહજ ફીલ કરતી હતી. માયલા અને સોફિયાએ એ પણ જણાવ્યું કે તે બંનેએ સેક્સ્યુઅલ હરેસમેન્ટ, હિંસા અને બુલી જેવી સ્થિતિઓમાં એકબીજાને સંપૂર્ણ સાથે આપ્યો છે. સાઓ પોલોમાંસિવિલ એન્જિનીયરીંગનું ભણનાર સોફિયાનું કહેવું છે કે બ્રાઝીલમાં ટ્રાન્સફોબિયા ઘણો વધારે છે. લોકો અહીં ટ્રાન્સજેન્ડર્સને ઘણા બુલી કરે છે. મતલબ છે કે નેશનલ એસોસિએશન ઓફ ટ્રાન્સસેક્સ્યુઅલ્સના આંકડા પ્રમાણે, ગયા વર્ષે બ્રાઝાલીમાં 175 લોકોને મારી નાખવામાં આવ્યા હતા જે બીજા દેશોની સરખામણીએ ઘણો વધારે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Mayla Phoebe (@maylaphoebe09)

સોફિયાએ કહ્યું છે કે અમારા નિર્ણયને લઈને અમારા પેરેન્ટ્સે અમને ઘણો સપોર્ટ આપ્યો છે પરંતુ તેમને એ વાતની બીક રહેતી હતી કે લોકો અમારો ભદ્દો મજાક ઉડાવી શકે છે અને અમને હેરાન કરાવની કોશિશ કરી શકે છે. મારા દાદાએ અમારી આ સર્જરી માટે પૈસા આપ્યા છે. 20 હજાર ડોલર્સની આ સર્જરી માટે તેમણે પોતાની પ્રોપર્ટી વેચી દીધી હતી. મતલબ કે સોફિયા અને માયલાની મા તેમને ઘણો સપોર્ટ કરે છે. 43 વર્ષની સ્કૂલ સેક્રેટરી લૂસિયા ડા સિલ્વાએ કહ્યું કે મને હંમેશાથી લાગતું હતું કે મારા છોકરાઓ પરેશાન રહે છે અને જ્યારે હું તેમને છોકરીઓની જેમ ટ્રીટ કરતી હતી તો તેઓ ઘણા ખુશ જોવા મળતા હતા. માયલા અને સોફિયાએ પોતાની માને એક મજબૂત સપોર્ટ કહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp