1-2 નહીં જાણો ઓવૈસીની AIMIMએ નગરપાલિકામાં કેટલી બેઠકો જીતી લીધી

PC: facebook.com/Asaduddinowaisi

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ જે રીતે સુરતમાંથી કોંગ્રેસની પાસેથી વિપક્ષનું સ્થાન છીનવ્યું છે તે જ રીતે નગરપાલિકાની ચૂંટણીમાં અરવલ્લીની મોડાસા નગરપાલિકાના AIMIMએ કોંગ્રેસની પાસેથી વિપક્ષનુ સ્થાન છીનવ્યું છે. ગુજરાતમાં પહેલી વખત ચૂંટણી લડી રહેલા અસુદ્દીન ઔવેસીને મોટી સફળતા મળી તેવું કહેવાય. અમદાવાદ મહાનગરપાલિકામાં 7 બેઠક અને મોડાસા નગરપાલિકામાં 9 બેઠક હાંસલ કરી છે. મોડાસા નગરપાલિકામાં ફૂલ 36 બેઠકો છે. તેમાંથી 19 બેઠક પર ભાજપની જીત હતી છે, 9 બેઠક પર AIMIMની જીત થઇ છે અને 8 બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે. એક બેઠક વધારે જીતીને કોંગ્રેસ પાસેથી વિપક્ષનો અધિકારી મોડાસામાં AIMIMએ છીનવ્યો છે.

મોડાસા નગરપાલિકાના AIMIMના જીતેલા ઉમેદવારોમાં વોર્ડ નંબર 6માંથી શાહીદહુસેન બેલીમ, વોર્ડ નંબર 7માંથી તબસ્સુમબાનું જેથરા, નસીમબાનું મલેક, સીકંદરભાઇ સુથાર, મોહંમદ રફીક શેખ, વોર્ડ નંબર 8માંથી ફાતમા ભાયલા, જાહેદા કાંકરોલિયા, મહમંદ સોએબ જેથરા અને બુરહાનુદ્દીન ચગનનો સમાવેશ થાય છે.

ભાજપની જીત બાદ જાણો સી.આર.પાટીલે શું કહ્યું

રાજ્યમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. ત્યારે ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. 2015માં મળેલી સીટો કરતા પણ અડધી સીટ પણ કોંગ્રેસને મળી નથી. ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું હોવાના કારણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પત્રકાર પરિષદ યોજીને મતદારોનો આભાર માન્યો હતો.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ 6 મહાનગરપાલિકા ભાજપના ઉમેદવારો જીત્યા હતા અને એ જીત પણ ભવ્ય લિડની સાથે થઇ હતી. અનેક જગ્યા પર કોંગ્રેસનો સફાયો થયો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2015માં ભાજપને જે નુકસાન થયું હતું તે આજે વ્યાજ સાથે પૂરું થઇ ગયું છે. આજે 31 જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની લિડ થઈ રહી છે. 31 જિલ્લા પંચાયત જીતવાની શક્યતા દેખાઈ રહી છે. આવું જ પરિણામ તાલુકા પંચાયતમાં દેખાઈ રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી દ્વારા તેઓ મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાત માટે અને ત્યારપછી દેશ સહિત ગુજરાતની જે રીતે માવજત કરી છે તેના કારણે ગુજરાતના મતદાર ભાઈ અને બહેનો પણ ભાજપ માટે સમર્પિત છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર દ્વારા પણ અનેક લોક ઉપયોગી કામો કરવાના કારણે દરેક સમાજના લોકોને સંતોષ મળ્યો છે. મારી 31 સભા અને 18 રેલીઓ દરમિયાન પણ મેં આ અનુભવ્યું હતું. તેના આધારે હું માનતો હતો કે, 31 જિલ્લા પંચાયતમાં ભાજપ વિજય મેળવશે. આ ભવ્ય વિજય તરફ ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે ત્યારે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે જ મતદારોઓ પણ ખૂબ-ખૂબ આભાર માનું છું કે, તેમણે ફરીથી ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મુક્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના 1.14 કરોડ કાર્યકર્તાઓ, પેજ કમિટીના પ્રમુખો, સભ્યો, ભાજપના આગેવાનો, પદાધિકારીઓ, ધારાસભ્યો, સાસંદો અને મંત્રીઓ જે પ્રકારે કામ કરે છે તેમનો પણ ખૂબ-ખૂબ આભાર માનું છું. મને વિશ્વાસ છે કે, ગુજરાતના લોકોએ મુકેલા વિશ્વાસને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યારેય પણ તૂટવા દેશે નહીં. લોકો પ્રત્યેની ફરજ તેઓ પ્રમાણિકતાથી નિભાવશે તેવી હું તમને ખાતરી આપું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp