નગરપાલિકામાં પણ ઓવૈસીની AIMIMની એન્ટ્રી, જાણો ક્યાં બેઠક જીતી

PC: facebook.com/Asaduddinowaisi

ગુજરાતમાં હવે 1 નગરપાલિકામાં પણ અસાદુદ્દીન ઔવેસીની પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. મોડાસા નગરપાલિકામાં AIMIMના ઉમેદવારની જીત થઇ છે. મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર 6માં AIMIMના 1 ઉમેદવારનો વિજય થયો છે. વોર્ડ નંબર 6માં કોંગ્રેસના 3 અને AIMIMનો 1 ઉમેદવાર જીત્યો છે. AIMIMની એન્ટ્રી મોડાસા નગરપાલિકામાં થઇ છે અને એ પણ કોંગ્રેસની વોટબેંક તોડીને. મહત્ત્વની વાત છે કે, છોટુ વસાવાના કારણે AIMIMની એન્ટ્રી ગુજરાતમાં થઇ છે.

છોટુ વસાવાએ કોંગ્રેસની સાથે છેડો ફાડીને અસાદુદ્દીન ઔવેસી સાથે હાથ મિલાવીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને અમુક બેઠકો પર પોતાના ઉમેવારોને ઉભા રાખ્યા અને જેનો ફાયદો પણ AIMIMને મળી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસની વોટબેંક તોડીને 7 બેઠક AIMIMએ મેળવી હતી. અત્યાર સુધી ભાજપના કારણે કોંગ્રેસને નુકસાન થતું હતું પણ હવે AIMIM અને આમ આદમી પાર્ટીના કારણે પણ કોંગ્રેસ તૂટી રહી છે.

બપોરે 2 કલાક સુધીનું અપડેટ...

02:00 PM - સી.આર.પાટીલે પરિણામો અંગે કહ્યુ કે, સરકારે કરેલા કામોનું પરિણામ દેખાય છે

01:55 PM - વિસાવદર તાલુકા પંચાયતમાં ભાજપની જીત

01:50 PM - જૂનાગઢ-કેશોર તાલુકા પંચાયતમાં ભાજપની જીત

01:43 PM - આધોઈમાં ભાજપના નીતાબેન ગઢવીની જીત

01:30 PM - બપોરે 1.30 કલાક સુધીમાં 1604 બેઠક પર ભાજપ આગળ, કોંગ્રેસ 574 પર આગળ

01:30 PM - બપોરે 1.30 કલાક સુધીમાં નગરપાલિકા ચૂંટણીમાં 67 બેઠક પર ભાજપ આગળ અને 7 બેઠક પર કોંગ્રેસ આગળ

01:29 PM - જિલ્લા પંચાયતની તમામ 31 બેઠક પર ભાજપ આગળ

01:29 PM - CM વિજય રૂપાણી કમલમ પહોંચ્યા

01:28 PM - રાજકોટ તાલુકા પંચાયતમાં ભાજપની જીત

12:58 PM - ગાંધીધામ તાલુકા પંચાયતની ખારીરોહર 1 બેઠક પર આમ આદમી પાર્ટીની જીત

12:58 PM - મોરબી નગરપાલિકામાં ભાજપની જીત

12:56 PM - ગીર જિલ્લા પંચાયતની ડારી બેઠક પર કોંગ્રેસનો વિજય

12:44 PM - બપોરે 12.45 કલાક સુધી તાલુકા પંચાયતની 1323 બેઠક પર ભાજપ અને 446 બેઠક પર કોંગ્રેસ આગળ

12:43 PM - ગોંડલ નગરપાલિકામાં 44માંથી 44 બેઠક પર ભાજપનો વિજય

12:40 PM - પાટણની સાંતલપુર તાલુકા પંચાયતની બાબરા બેઠક પર ભાજપની જીત

12:32 PM - પલાણા બેઠક પર ટાઇ પડતા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય

12:32 PM - મહેસાણામાં મતગણતરી કેન્દ્ર બહાર મારામારી

12:32 PM - કામરેજની આંબોલી તાલુકા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીની જીત

12:30 PM - અમદાવાદ જિલ્લા પંચાયતની ચેખલા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપની જીત

11:43 AM - અણઘડ, દશરથ, પોર, ભાદરવા, ચોકાળી, ચોરંડા અને ધનરેજમાં BJPની જીત

11:42 AM - અમદાવાદ જિલ્લા પંચાયતની ચેખલા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપની જીત

11:42 AM - પેટલાદ નગરપાલિકાના વોર્ડ 1મા AAPના એર ઉમેદવારની જીત

11:34 AM - જૂનાગઢ જિલ્લા પંચાયત મજેવડી બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત

11:26 AM - જૂનાગઢ તાલુકા પંચાયત જામકા બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય

11:19 AM - ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે જીતની ઉજવણી કરાશે, કાર્યકર્તાઓને બોલાવાયા

11:17 AM - અમરેલી જિલ્લાની ભાડેર તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત

11:17 AM - જામનગર જિલ્લાની બેરજા તાલુકા પંચાયત ઉપર આમ આદમી પાર્ટીની જીત

11:15 AM - જૂનાગઢ તાલુકા પંચાયતની બંધાળા બેઠક પર AAPનો કબજો

11:07 AM - બેડલા જિલ્લા પંચાયત પર ભાજપના ઉમેદવાર સવિતાબેન ગોહેલ 8 મતે જીત્યા

11:00 AM - શહેરા તાલુકા‌ પંચાયત ભુરખલ બેઠકના ભાજપના રામસિંહ પરમારની જીત

10:59 AM - પંચમહાલની જાંબુઘોડા (1) ચાલવડ (2) હવેલી તાલુકા પંચાયત પર ભાજપની જીત

10:54 AM - નવસારી વિજલપોર નગરપાલિકાની 12 બેઠકો પર ભાજપનો વિજય

10:53 AM - 10.45 કલાક સુધીમાં ડાંગ જિલ્લાની 18 સીટમાંથી 4 પર ભાજપ આગળ

10:50 AM - ભાજપ નગરપાલિકાની 178, તાલુકા પંચાયતની 276 અને જિલ્લા પંચાયતની 50 બેઠક પર આગળ

10:50 AM - વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર કોંગ્રેસની જીત

10:49 AM - નવસારી અને ગણદેવી પાલિકા માં 2 વોર્ડ માં ભાજપની જીત

10:49 AM - કાલોલ તાલુકા પંચાયતની 2 બેઠક પર ભાજપનો વિજય

10:48 AM - બારડોલી નગર પાલિકાના 9 વોર્ડની મતગણતરીમા ભાજપે પોતાનું ખાતું ખોલાવ્યું

10:45 AM - ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 2મા ભાજપની પેનલની જીત

10:37 AM - સવારે 10.30 કલાક સુધી નગરપાલિકાની 155 બેઠક પર ભાજપ, 33 પર કોંગ્રેસ, 3 પર IND અને 1 બેઠક પર AAPની જીત

10:37 AM - સવારે 10.30 કલાક સુધી તાલુકા પંચાયતની 227 બેઠક પર ભાજપ, 48 પર કોંગ્રેસ 3 પર IND, 3 પર AAPની જીત

10:37 AM - સવારે 10.30 કલાક સુધી જિલ્લા પંચાયતની 40 બેઠક પર ભાજપ, 7 પર કોંગ્રેસની જીત

10:37 AM - સંખેડા તાલુકા પંચાયતની માંજરોલ બેઠક પર ભાજપની જીત

10:24 AM - રાધનપુર તાલુકા પંચાયતની અરજણસર -2 બેઠક પર ભાજપના રખુબેન ચૌધરી 367 વોટથી થયા વિજેતા

10:24 AM - જામનગર કાલાવાડ તાલુકા પંચાયતની બેરાજા બેઠક પર AAPનો વિજય

10:23 AM - ભરૂચની વાગરા તાલુકા પંચાયત જાગેશ્વર બેઠક ભાજપે જીતી

10:23 AM - ભાવનગરની જેસર તાલુકા પંચાયતમાં આપની જીત

10:21 AM - આમ આદમી પાર્ટીના ઉમેદવારની ધારી તાલુકાની ભાડેર તાલુકા પંચાયતમાં જીત

10:16 AM - સાબરકાંઠા ચિઠોડામાં કોંગ્રેસના ઇલા બલાતની જીત

10:16 AM - પાટણની લોદ્રા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય

10:16 AM - સાણંદ તાલુકા પંચાયતની શેલા બેઠક પર ભાજપનો વિજય

10:11 AM - વિજયનગર તાલુકા પંચાયતની ચિઠો઼ડા, ઇંટવાડી, ચિતરિયામાં ભાજપની જીત

10:11 AM - દાહોદની ઝાલોદ નગરપાલિકામાં અપક્ષના ઉમેદવારની જીત

10:07 AM - રાજકોટ લોધિકાની ચિભડા બેઠક પર ભાજપના લક્ષ્મી વસોયાની જીત

10:05 AM - અરવલ્લીમાં ચોઇલા બેઠક પર ભાજપની જીત

10:02 AM - જૂનાગઢ તાલુકા પંચાયતની બંધાળા બેઠક પર આપની જીત

10:00 AM - સવારે 10 કલાક સુધીના આંકડા મુજબ જિલ્લા પંચાયતમાં ભાજપ 40 પર અને કોંગ્રેસ 2 પર આગળ

09:59 AM - સવારે 10 કલાક સુધીના આંકડા મુજબ નગરપાલિકાની 273 બેઠક પર ભાજપ આગળ અને 8 બેઠક પર કોંગ્રેસ આગળ

09:53 AM - વલસાડની ઉમરગામ નગરપાલિકામાં 9 બેઠક પર ભાજપનો વિજય

09:51 AM - ઊંઝા તાલુકા પંચાયતની એઠૌર બેઠક પર ભાજપની જીત

09:43 AM - ભરૂચની આમોદનગર પાલિકામાં વોર્ડ નંબર 1મા ભાજપની આખી પેનલનો વિજય

09:36 AM - 9.30 કલાક સુધીમાં તાલુકા પંચાયતની 226 બેઠક પર ભાજપ અને 26 બેઠક પર કોંગ્રેસ આગળ

09:35 AM - જૂનાગઢ તાલુકા પંચાયતની બગડુ બેઠક પર ભાજપની જીત

09:33 AM - બારડોલી નગરપાલિકામાં ભાજપની જીત

09:31 AM - અંકલેશ્વર તાલુકા પંચાયતની અંદાડા-1 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત

09:29 AM - મહિસાગરના ખાનપુર તાલુકા પંચાયતની બાકોર બેઠક પર ભાજપનો વિજય

09:25 AM - નવસારીમાં 30 જિલ્લા પંચાયતની બેઠક પૈકી 2 પર ભાજપ આગળ

09:22 AM - ડાંગના આહવા તાલુકા પંચાયતમાં ભાજપની 280 વોટથી જીત

09:18 AM - બોટાદ નગરપાલિકામાં ભાજપની પેનલનો થયો વિજય

09:12 AM - શરૂઆતની ટ્રેન્ડમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપ આગળ

09:05 AM - નગરપાલિકાની 81 બેઠક પર મતગણતરી શરૂ

09:04 AM - જિલ્લા પંચાયતની 31 બેઠક પર મતગણતરી શરૂ

09:04 AM - તાલુકા પંચાયતની 231 બેઠક પર મતગણતરી શરૂ

08:59 AM - EVM પર મતગણતરી શરૂ

08:47 AM - 9 વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવશે. પહેલા પોસ્ટલ વાઈઝ બેલેટ પેપેરની મત ગણતરી થશે અને ત્યારબાદ EVMની મત ગણતરી થશે.

08:47 AM - મોરબીમાં જિલ્લા પંચાયતની 8 બેઠક અને જિલ્લા પંચાયતની 26 બેઠકની મત ગણતરી ઘુટુ પોલીટેકનીક કોલેજમાં મત ગણતરી થશે.

08:47 AM - ડભોઇમાં નગરપાલિકાની 35 બેઠકો માટે ITI ડભોઇ ખાતે મત ગણતરી થશે.

08:47 AM - વડોદરામાં 9 વાગ્યે બેલેટ પેપેરની મત ગણતરી શરૂ થશે.

08:47 AM - મત ગણતરી કેન્દ્રની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

08:47 AM - EVMથી મત ગણતરી 9 વાગ્યાથી શરૂ થશે.

08:47 AM - હાલ પોસ્ટલ બેલેટથી મતગણતરી શરૂ થઇ છે.

08:46 AM - તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની મત ગણતરી શરૂ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp