7.9 કરોડની નકલી નોટ ગાડીમાં ભરીને લઈ જતા ત્રણ શખ્સો ઝડપાયા

PC: ndtv.com

સમયાંતરે નકલી નોટનો એક મોટો જથ્થ ઝડપાય છે. ફરી એકવખત ઓરિસ્સા પોલીસે ચેકિંગ દરમિયાન નકલી નોટનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસને ચેકિંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે. એક કારમાં રાખેલી બેગમાંથી પોલીસે રૂ.7 કરોડ 90 લાખની નકલી નોટ જપ્ત કરી લીધી છે. આ રકમ જગદલપુર-રાયપુરથી વિશાખાપટ્ટનમ લઈ જવામાં આવી રહી હતી.

એ સમયે બસ્તર નજીક ઓરિસ્સાના કોરાપુટમાં પોલીસે ચેકિંગ દરમિયાન આ રકમ પકડી પાડી છે. ફોર્ડ કારમાં જઈ રહેલા ત્રણ આરોપીની પણ ધરપકડ કરી સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ નકલી નોટ ચાર થેલામાં ભરીને લઈ જવામાં આવી રહી હતી. આ કેસમાં ઝડપાયેલા ત્રણેય આરોપી છત્તીસગઢના જાજગીર ચાંપાના રહેવાસી છે. આ ઘટના સામે આવતા પોસ્ટ પર ચેકિંગ કાર્યવાહી કડક બનાવી દેવામાં આવી છે. ઓરિસ્સા-આંધ્ર પ્રદેશ બોર્ડર નજીક આવેલા કોરાપુટ જિલ્લામાં સોમવારે પોલીસે એક મોટી કાર્યવાહી કરી હતી. પોલીસને ચેકિંગ દરમિયાન એક કારમાંથી ચાર થેલા ભરીને મળેલી નકલી નોટથી અનેક આશંકાઓ પર તપાસ થઈ રહી છે. કોરાપુટ પોલીસ એસપી વરૂણ ગુંટુપલ્લીએ જણાવ્યું કે, સુનકી પોસ્ટ પર હંમેશા ગાડીઓનું ચેકિંગ કરવામાં આવે છે. આ દરમિયાન છત્તીસગઢ પાસિંગની એક કારમાંથી ચાર થેલા ભરીને નકલી નોટ મળી છે. રૂ.500ની નકલી નોટનો જથ્થો કોને અને ક્યાં આપવાનો હતો એ દિશામાં તપાસ ચાલું છે. પોલીસ પૂછપરછમાં ત્રણેય શખ્સોએ કબુલાત કરી છે કે, નકલી નોટ છત્તીસગઢના પાટનગર રાયપુરથી કલર કોપી કરનારા પાસેથી મળી હતી. આ નકલી નોટ વિશાખાપટ્ટનમ પહોંચાડવાની હતી.

 

આ નકલી નોટમાં રૂ.500ના કુલ 1580 બંડલ અને દરેક બંડલમાં 100 નોટ છે. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી પાંચ મોબાઈલ ફોન અને રૂ.35000 કેશ પણ જપ્ત કરી છે. કોરાપુટ પોલીસે જણાવ્યું કે, આ કેસમાં જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. રાયપુરમાંથી નીકળ્યા ત્યારે ત્રણેય આરોપીએ કારમાં અનેક ચેકપોસ્ટ અને પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારો પાર કર્યા હતા. ઓડિશા બોર્ડર પર સુનકી પોસ્ટ અંતિમ પોસ્ટ છે. પોલીસે આશંકાને આધારે ગાડી રોકી હતી જેમાંથી આટલી મોટી સંખ્યામાં નકલી નોટ મળી આવી છે. પોલીસે આ કેસમાં વિશાખાપટ્ટનમ સુધી તપાસ લંબાવી દીધી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp