ત્રીજા ક્વાર્ટરના રિઝલ્ટ બાદ બ્રોકરેજ હાઉસીસે જુઓ કયા શેર ખરીદવાની સલાહ આપી

PC: google.com

સપ્ટેમ્બર અને ડીસેમ્બરના ત્રીજા ક્વાર્ટરમાં મજબુત કંપનીઓના પરિણામ બાદ રોકાણકારોને એ વાતનો ભરોસો થયો છે કે, અર્થતંત્રમાં સારી એવી રીકવરી આવી રહી છે. સામાન્ય રીતે ડીસેમ્બરના ત્રીમાસિક ગાળામાં પરિણામ જે અપેક્ષા હતી એના કરતા વધુ સારા આવ્યા છે. મોટાભાગના સેક્ટરમાં મોટી મોટી કંપનીઓ તરફથી આવેલા પોઝિટિવ મેનેજમેન્ટ કોમેન્ટ્રીમાં પણ માર્કેટમાં એક જોશ જોવા મળ્યો છે.

બ્રોકેરેજ ફર્મ શેરખાને પોતાના એક રીપોર્ટમાં જણાવ્યું હતું કે, ત્રીજા ત્રીમાસિકગાળામાં નિફ્ટીમાં સામિલ કંપનીઓનું કુલ વેચાણ અને નફામાં ક્રમશઃ 2.7 અને 19 ટકાનો વધારો જોવા મળ્યો છે. જે ડીસેમ્બરના ત્રણ મહિના પહેલા 5 વર્ષના સૌથી શાનદાર ત્રીજા ક્વાર્ટરની યાદીમાં સામિલ કરે છે. આ રીપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ત્રીજા ક્વાર્ટરમાં સેંસેક્સમાં સામિલ કંપનીઓની કુલ કમાણીમાં 7.5 ટકાનો સીધો વધારો જોવા મળ્યો છે. કોરોના વાયરસનો નીવેડો લાવવા માટે સરકાર તરફથી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલું લોકડાઉન દૂર થયા બાદ ઈન્ડિયન ઈકોનોમીમાં રીકવરીના સંકેત જોવા મળી રહ્યા છે. જુદા જુદા સેક્ટર પર નજર કરવામાં આવે તો ઓટો, કન્ઝ્યુમર ડયુરેબલ, કેપિટલ ગુડ્સ, સિમેન્ટ, કન્ઝ્યુમર, પ્રાઈવેટ અને પીએસયુ બેન્ક, હેલ્થ કેર, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, રીટેઈલ અને ઈકોનોમી કંપનીઓના પરિણામ ત્રીજા ત્રીમાસિક ગાળાના અનુમાન કરતા સારા આવ્યા છે. બીજી તરફ NBFC, સ્ટાફિંગ અને યુટિલિટીના પરિણામ જે અપેક્ષા હતી એ પ્રમાણે રહ્યા છે. માર્કેટ નિષ્ણાંતોનું એવું મંતવ્ય છે કે, આગળના દિવસોમાં બેન્કિગ, ઈન્ફ્રા. જેવા અનેક સેક્ટરમાં સૌથી વધારે પ્રોગ્રેસ જોવા મળશે. જેને 2021ના બજેટમાં વેગ આપવામાં આવ્યો છે.

 

આ સિવાય આ સેક્ટરોને સરકાર તરફથી 2020માં ગ્રોથમાં વધારો કરવા માટે કરવામાં આવેલા અગાઉના એલાનથી મોટો ફાયદો થશે. Axis Securitiesના નવીન કુલકર્ણીએ જણાવ્યું કે, બજેટ બાદ BFSIમાં રોકાણના સારા ચાન્સ છે. આ સિવાય બિલ્ડિંગ મટિરિયલ અને ઈન્ફ્રા.માં પણ સારા સંકેત જોવા મળી રહ્યા છે. ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરનું આઉટલુક પણ સારૂ જોવા મળી રહ્યું છે. આવનારા ત્રીમાસિક ગાળામાં આ તમામ સેક્ટરમાં સારો વિકાસ થતો જોવા મળશે. Equirus Securitiesના આશુતોષ તિવારીએ કહ્યું કે, ઈન્ફ્રા. કંસ્ટ્રક્શન અને CAPEXમાં થઈ રહેલા વધારાને ધ્યાને લઈને ઉત્પાદન ક્ષેત્રે વિકાસ થાય એવી સંભાવનાઓ છે. આવનારા દિવસોમાં આ સેક્ટરની કંપનીઓમાં મોટો ગ્રોથ જોવા મળશે. કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રીયલ, ઈન્ફ્રા., મેટલ્સ, ફાયનાન્સિયલ, ઓટો અને કન્ઝ્યુમર સંબંધીત શેરમાં રોકાણ કરવું જોઈએ.

શેરખાનને પસંદ કરેલા શેર

ભારતી એરટેલ, L&T, ઈન્ફોસીસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ICICI Bank, રિલાયન્સ, અલ્ટ્રાટેક, બીપીસીએલ, SBI, HUL, ઈન્ફ્રોએજ અને ડિવીસ લેબ્સ.

પ્રભુદાસ લીલાધરની પસંદગીના શેર

રિલાયન્સ, HDFC બેન્ક, ઈન્ફોસિસ, ICICI બેન્ક, મારૂતી સુઝુકી, L&T, બ્રિટાનિયા, ડૉ.રેડ્ડી અને અંબુજા સિમેન્ટ

મોતીલાલ ઓશવાલે પસંદ કરેલા શેર

ઈન્ફોસીસ, HUL,ICICI બેન્ક, SBIબેન્ક, એક્સિસ બેન્ક, L&T, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઈટન, ડિવીસ લેબ્સ, મદરસનસૂમી, હિંડાલ્કો અને મુથુટ ફાઈનાન્સ

આ બ્રોકરેજ હાઉસના ત્રીજા ક્વાર્ટરના પરિણામ બાદ રોકાણ કરવાની સલાહ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp