કોરોનાની વણસતી સ્થિતિને લઈ RBIની ચેતવણી કહ્યું- જો પરિસ્થિતિ કાબુમાં ન આવી તો...

PC: indianexpress.com

દેશમાં વધી રહેલા કોરોના વાયરસના પોઝિટિવ કેસના મહામારીના માહોલ વચ્ચે સોમવારે ભારતીય રીઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, આ સ્થિતિ પર કાબુ મેળવવામાં નહીં આવે તો સામાનની આવ-જા પર લાંબા સમય સુધી પ્રતિબંધ લાગી શકે છે. આ ઉપરાંત સપ્લાય ચેઈનને પણ માઠી અસર પહોંચી શકે છે. જો આવું થયું તો દેશમાં મોંઘવારી કમર તોડશે. તમામ વસ્તુઓમાં ભાવ વધારો થતા મોંઘવારી એકાએક વધશે.

એપ્રિલ મહિનાના બેંકના બુલેટીનમાં આ વાતની વિસ્તારથી સ્પષ્ટતા કરવામાં આવી છે. બેંકના ડે. ગવર્નર માઈકલ દેવવ્રતની અધ્યક્ષતાવાળી ટીમે એક રીપોર્ટ તૈયાર કર્યો છે. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્ષ આધારીત મોંધવારી માર્ચ મહિનામાં વધીને 5.5 ટકા થઈ ગઈ હતી. જ્યારે એ ગત ફેબ્રુઆરી મહિનામાં 5 ટકા જ રહી હતી. ખાદ્ય અને ઈંધણની કિંમતમાં ઝડપથી ભાવ વધારો થતા મોંઘવારી વધી છે. સરકારે RBIને તા. 31 માર્ચ 2026 સુધીમાં મોંધવારી દરને 2થી 6 ટકા વચ્ચે રાખવાનો લક્ષ્યાંક રાખ્યો છે. બુલેટીનમાં ચોખવટ કરી છે કે, મહામારી પ્રોટોકોલ, વેક્સીનેશનમાં વેગ, હોસ્પિટલ અને તેની સાથે જોડાયેલી સુવિધાઓના વિસ્તાર સાથે મહામાહી બાદ મજબુત અને ટકાઉ ગ્રોથ પર ફોકસ રહેશે. એનાથી જ અર્થતંત્રમાં આગળનો રસ્તો નીકળશે. કોરોના વાયરસની બીજી લહેર દેશમાં ઘાતક સાબિત થઈ રહી છે. મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત અનેક રાજ્યોએ શરતી લોકડાઉન લાગુ કર્યું છે. ભારતીય રીઝર્વ બેન્ક કહે છે કે, આવી સ્થિતિથી મોંઘવારી પર દબાણ વધી શકે એમ છે. દેશમાં વધી રહેલા પોઝિટિવ કેસ અને તેના કારણે લાગુ કરવામાં આવતા પ્રતિબંધથી ભારે અનિશ્ચિતતા સ્પષ્ટ વર્તાય રહી છે. એપ્રિલ અને મે મહિનામાં દેશમાં મોંઘવારી વધી શકે છે.



RBI બેંકે ચેતવણી આપી છે કે, કોરોના વાયરસના કેસ આ જ રીતે વધતા રહ્યા તો સમગ્ર દેશમાં લોકડાઉન લાગી શકે છે. પણ એનાથી સપ્લાઈ ચેઈનને માઠી અસર પહોંચશે. હાલમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં લોકડાઉન લાગુ કરી દેવાયુ છે. જ્યારે દિલ્હીમાં છેલ્લાં 15 દિવસથી લોકડાઉન લાગુ છે. લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃતિઓ પર પણ માઠી અસર જોવા મળી છે. જોકે, તેલ, ફળફળાદી, શાકભાજી, ફ્યુલ તથા ખાદ્ય તેલના ભાવમાં છેલ્લાં બે અઠવાડિયાથી વધારો થઈ રહ્યો છે. જોકે, થોડાં સમય માટે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp