2020મા આ દેશમાં જેટલા બાળકોનો જન્મ થયો તેનાથી વધારે થયા મોત

PC: lowyinstitute.org

સાઉથ કોરિયામાં વર્ષ 2020મા જેટલા બાળકોનો જન્મ થયો તેનાથી વધારે લોકોના મોત થઈ ગયા. એવું દેશમાં પહેલીવાર થયું છે. જોકે પહેલાથી જ સાઉથ કોરિયાનો બર્થ રેટ દુનિયાથી ઓછો હતો. BBCના રિપોર્ટ અનુસાર, બર્થ રેટમાં ઘટાડો અને ઘટતી વસ્તીના કારણે દેશની ઈકોનોમી પર ખરાબ અસર પડે છે. તેના કારણે નવા આંકડાઓએ સાઉથ કોરિયાની ચિંતા વધારી દીધી છે. જન્મ દર ઘટવાથી દેશમાં કામ કરનારા યુવાઓની સંખ્યા ઘટી જશે.

સાઉથ કોરિયામાં વર્ષ 2020મા 2 લાખ 75 હજાર 800 બાળકોનો જન્મ થયો હતો. વર્ષ 2019ની ગણતરીએ આ આંકડો 10 ટકા ઓછો છે. તો વર્ષ 2020મા 3 લાખ 7 હજાર 764 લોકોનું દેશમાં મોત થઈ ગયું હતું. આ આંકડા સામે આવ્યા બાદ ગૃહ મંત્રાલયે સરકારી નીતિઓમાં વ્યાપક બદલાવની વાત કહી છે. સાઉથ કોરિયામાં જન્મ દરમાં ઘટાડા પાછળ મહિલાઓની ઓફિસ અને જિંદગીમાં તાલમેળનો અભાવ પણ એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. તો કેટલાક પરિવાર આર્થિક કારણોથી પણ બાળકોને જન્મ આપવાનું ટાળી દે છે.

દક્ષિણ કોરિયામાં મોટા પ્રમાણમાં મહિલાઓ કામ અને જિંદગીની બીજી જરૂરતો વચ્ચે સંતુલન બનાવવાને લઈને ઝઝૂમતી રહે છે. હૂન-ઉ-કિમ તેમાંથી જ એક છે. તે ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે. તેણે પોતાના માટે એક મોટા પરિવારનું સપનું જોયું હતું, પરંતુ તેને એ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો જે દક્ષિણ કોરિયામાં પરિવાર વસાવવા માટે અનુકૂળ નથી. તે હવે બાળકોને જન્મ આપવાના પોતાના નિર્ણય બાબતે ફરી વિચારવા પર મજબૂર છે.

સાઉથ કોરિયામાં જન્મ દરનો ઘટાડો દૂર કરવા માટે ગયા મહિને પરિવારો માટે કેશ સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. નવી સ્કીમ વર્ષ 2022થી લાગુ થશે. આ સ્કીમ હેઠળ જન્મ લેનારા બાળકોના પાલન-પોષણ માટે સહાય રૂપે 1 લાખ 35 હજાર રૂપિયા આપવામાં આવશે. સાથે જ બાળક એક વર્ષનું થવા પર દર મહિને 20 હજાર 227 રૂપિયા પણ મળશે. તો વર્ષ 2025મા આ રકમ વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવશે. અન્ય દેશોની જેમ સાઉથ કોરિયા પણ કોરોના મહામારીની ઝપેટમાં આવ્યું છે. જોકે સરકારે કોરોના રોકવા માટે સમય રહેતા વ્યાપક પગલાં ઉઠાવ્યા હતા. અત્યાર સુધી સાઉથ કોરિયામાં કોરોનાથી માત્ર 981 લોકોના મોત થયા છે અને કુલ સંક્રમણની સંખ્યા 64 હજાર 264 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp