કોરોના અને લોકડાઉને આ રીતે બદલી ભારતીયોની ખર્ચ કરવાની ટેવ

PC: in.pinterest.com

કોરોના વાયરસે આખી દુનિયામાં મોટા બદલાવ કર્યા છે, પરંતુ આ મહામારીના કારણે દુનિયાભરમાં લાગેલા લોકડાઉને આપણી જિંદગીમાં રહેણીકરણીની રીતોમાં અને આપણી ટેવો બદલી દીધી છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં, જ્યાં આપણે પ્રયોગોથી બચીએ છીએ. ત્યાં કોરોનાએ આપણને નવી રીતો અપનાવવા અને બદલાવો સાથે એડજસ્ટ કરવા માટે મજબૂર કરી દીધા છે. ખાસ કરીને આપણાં ખર્ચ અને બચાવવાની ટેવને. ભારતની ઇકોનોમીને આપણી સેવિંગ્સ કરવાની ટેવથી સહારો મળે છે. લોકડાઉનમાં આપણે પૈસા પણ બચાવ્યા અને પૈસા ખર્ચ કરવા માટેની રીતો પણ શીખી. એકવાર જોઈએ કે આખરે લોકડાઉને આપણી ખર્ચ કરવાની રીતો અને કન્ઝ્યુમર બિહેવિયર પર કેવી અસર પાડી છે.

ET moneyના એક રિપોર્ટ અનુસાર, કોરોના વાયરસ બાદ લાગેલા લોકડાઉનમાં ભારતીયોએ પોતાના ઘર ખર્ચમાં લગભગ 40 ટકાનો ઘટાડો કરી લીધો. તેની પાછળનું એક મોટું કારણ દુકાનો બંધ હોવી અને બસ ઇસેન્શિયલ સર્વિસિસની મૂવમેન્ટને મળેલી મંજૂરી છે. એ સિવાય એક એ પણ હકીકત છે કે લોકડાઉને લોકોની નોકરીઓ અને આવક પર મોટી અનિશ્વિતતા ઉત્પન્ન કરી દીધી, જેના કારણે લોકોએ પોતાના ખર્ચ ઘટાડવાનું શરૂ કરી દીધું. લોકડાઉનના કારણે શોપિંગ, ડાયનિંગ આઉટ, મનોરંજન વગેરે લગભગ બધું જ પૂરી રીતે બંધ થઈ ગયું. લોકો પાસે ઓનલાઇન શોપિંગ અને ઓનલાઇન સ્ટ્રીમિંગનો વિકલ્પ જ બચ્યો હતો, જેમાં આ અવધિમાં વધું મોટો કન્ઝ્યુમર બેઝ તૈયાર થયો.

અનલોકની પ્રક્રિયા શરૂ થયા બાદ અને અત્યારે પણ જ્યારે પહેલાંની જેમ પરિસ્થિતિ સામાન્ય થઈ ચૂકી છે, ઘણાં બધાં લોકો અત્યારે પણ આ વસ્તુઓ પર ખર્ચ કરતાં બચી રહ્યા છે, જ્યારે એક મધ્યમવર્ગીય પરિવાર પહેલા મહિનામાં એકવાર એવો ખર્ચ જરૂર કરતો હતો. Mckinsey and Companyના સર્વે અનુસાર 65 ટકા ભારતીયોને લાગે છે કે આગામી 4-5 મહિનાઓ સુધી શોખની વસ્તુઓ પર પહેલાંની જેમ ખર્ચ નહીં કરી શકીએ. તો 64 ટકા ભારતીયોને લાગે છે કે આગામી 4-5 મહિનાઓ સુધી તેમણે પોતાના ખર્ચાઓમાં પણ ઘટાડો કરીને ચાલવું પડશે.

લોકડાઉન અને પોસ્ટ COVID માહોલમાં લોકોએ પોતાની બ્રાન્ડ લોયલ્ટી બદલી એટલે કે લોકોએ બ્રાન્ડ બદલે વધુ નવી વસ્તુઓ પર ભરોસો કર્યો. Mckiseyના રિપોર્ટ અનુસાર 94 ટકા ભારતીયોએ આ અવધિમાં પોતાના બ્રાન્ડ, સ્ટોર અને શોપિંગના બીજા રસ્તા બદલ્યા. આ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે લગભગ 76 ટકા ભારતીય અત્યારે પણ પહેલાંની જેમ બહારની સામાન્ય ગતિવિધિઓમાં ભાગ લેતા ખચકાઈ રહ્યા છે. નોટબંધી બાદ ડિજિટલ કેશ ટ્રાન્ઝેક્શનનો મોટો બેઝ તૈયાર થયો, પરંતુ લોકડાઉનમાં તેને જબરદસ્ત પુશઅપ મળ્યું.

સુરક્ષા અને જરૂરતના હિસાબે લોકોએ ઓનલાઇન પેમેન્ટ પ્લેટફોર્મ્સને એક્સેપ્ટ કર્યું. Mchiseyના સર્વેમાં બતાવવામાં આવ્યું છે કે 25 ટકા ભારતીયોનું કહેવું છે કે તેઓ પોસ્ટ COVID માહોલમાં પણ ઓનલાઇન શોપિંગ અને પેમેન્ટને વરિષ્ઠતા આપશે. એ સિવાય મોટાભાગના શોપિંગ પ્લેટફોર્મ્સે સેફ્ટીના હિસાબે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપ્યું છે. અનલોક બાદ તો અમેઝોન, ફ્લિપકાર્ટ અને ગ્રોસરી ડિલિવરી એપ્સે પણ કેશ પેમેન્ટનું ઓપ્શન જ બંધ કરી દીધું હતું. લોકડાઉને લોકોને આ બદલાવ સ્વીકારવા મજબૂર કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp