કોરોનામાં હેપ્પી હાઈપોક્સિયા યુવાનો માટે બની રહ્યું છે ઘાતક, જાણો બચવાના ઉપાયો

PC: timesofindia.indiatimes.com

કોરોના વાયરસની બીજી લહેરમાં યુવાનોમાં ગંભીર લક્ષણો અને મોતના ઘણા મામલા સામે આવી રહ્યા છે. ઘણા કેસ તો એવા છે, જ્યાં દર્દીમાં કોઈ લક્ષણ નહોતા, છતા એકાએક ઓક્સિજન લેવલ ઘટતું ગયું. તેને કોઈપણ સંકેત ના મળ્યો અને સેચુરેટેડ ઓક્સિજનનું લેવલ 50% સુધી પહોંચી ગયું. આવુ થવાનું પ્રમુખ કારણ છે- હેપ્પી હાઈપોક્સિયા. તેમા શરીરમાં વાયરલ લોડ તો હોય છે, અને તેના કારણે ફેફસાને નુકસાન પણ પહોંચે છે. ઓક્સિજનનું સ્તર નીચે જાય છે અને ધ્યાન ના રાખીએ તો તે 50% સુધી પહોંચી જાય છે. પછી એકાએક શ્વાસ લેવામાં તકલીફ, નબળાઈ, ગભરામણ, પરસેવો થવો, ચક્કર આવવા અને આંખોની સામે અંધારું છવાઈ જવા જેવા લક્ષણ દેખાય છે. બે દિવસ પહેલા સુધી એકદમ સામાન્ય દેખાતો દર્દી એકાએક વેન્ટિલેટર પર પહોંચી જાય છે. આ હેપ્પી હાઈપોક્સિયા શું છે અને તે કઈ રીતે દર્દીઓની સ્થિતિ બગાડી રહ્યું છે, તે અંગે માહિતી આપવામાં આવી છે.

શું છે હેપ્પી હોઈપોક્સિયા?

તે કોરોનાનું એક નવું લક્ષણ છે. મહામારી એક વર્ષ કરતા વધુ જૂની થઈ ગઈ છે. છતા પણ નવા-નવા લક્ષણો હજુ પણ સામે આવી રહ્યા છે. શરદી, તાવ, ખાંસીથી શરૂ થઈને તે ઈન્ફેક્શન ગંભીર નિમોનિયા અને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા સુધી પહોંચે છે.

આ ઉપરાંત, ડાયેરિયા, ગંધ-સ્વાદ ના આવવા, બ્લડ ક્લોટિંગ જેવા ઘણા નવા લક્ષણો પણ સામે આવ્યા છે. કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કર્યા બાદ પણ ઈન્ફેક્શનથી છૂટકારો નથી મળી રહ્યો. નવા લક્ષણ હેપ્પી હાઈપોક્સિયાએ વિશેષજ્ઞોને ચકિત કરી દીધા છે, કારણ કે ભારતમાં બીજી લહેરમાં ઈન્ફેક્ટેડ મોટાભાગના યુવાનોએ જ તેનો સામનો કરવો પડ્યો છે.

હોઈપોક્સિયાનો મતલબ છે- લોહીમાં ઓક્સિજનનું સ્તર ખૂબ જ ઓછું થઈ જવું. સ્વસ્થ વ્યક્તિના લોહીમાં ઓક્સિજન સેચુરેશન 95% અથવા તેના કરતા વધુ હોય છે. પરંતુ કોરોના દર્દીઓમાં ઓક્સિજન સેચુરેશન ઘટીને 50% સુધી પહોંચી રહ્યું છે. હાઈપોક્સિયાના કારણે કિડની, મગજ, હૃદય અને અન્ય પ્રમુખ અંગો કામ કરવાનું બંધ કરી શકે છે. કોરોના દર્દીઓમાં શરૂઆતી સ્તર પર કોઈ લક્ષણ નથી દેખાતા.

કોરોનાના દર્દીઓમાં અચાનક ઓક્સિજનનું સ્તર શા માટે ઓછું થઈ જાય છે?

મોટાભાગના રિસર્ચર્સ અને મેડિકલ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ફેફસામાં લોહીની નસોમાં ક્લોટિંગ થઈ જાય છે. તેને જ હેપ્પી હાઈપોક્સિયાનું પ્રમુખ કારણ માનવામાં આવે છે. ઈન્ફેક્શન થવા પર શરીરમાં સોજા વધી જાય છે. તેનાથી સેલુલર પ્રોટીન રિએક્શન ઝડપી થઈ જાય છે. ત્યારે બ્લડ ક્લોટિંગ થવા માંડે છે. તેનાથી ફેફસાને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન સપ્લાઈ નથી મળતું અને લોહીમાં ઓક્સિજન સેચુરેશન ઓછું થવા માંડે છે.

કઈ રીતે ઓળખશો હેપ્પી હોઈપોક્સિયા?

હેપ્પી હાઈપોક્સિયામાં હોઠનો રંગ બદલાવા માંડે છે. તે હળવા ભૂરા રંગના થવા માંડે છે. ત્વચા પણ લાલ- જાંબલી થવા માંડે છે. ગરમીમાં ન હોવા છતા સતત પરસેવો થાય છે. તે લોહીમાં ઓક્સિજન ઓછું થવાના લક્ષણ છે.

આ સમસ્યા યુવાનોમાં જ શા માટે વધુ દેખાઈ રહી છે?

તેના બે કારણો છે. યુવાનોની ઈમ્યૂનિટી મજબૂત હોય છે. બીજું, તેમની ઉર્જા પણ અન્ય લોકોની સરખામણીમાં વધુ હોય છે. તેમની સહનશક્તિ અન્ય લોકો કરતા વધુ હોય છે. જો ઉંમર વધુ હોય તો ઓક્સિજન સેચુરેશન 94%થી 90% થવા પર પણ લક્ષણો દેખાય છે. તેનાથી ઉલ્ટું યુવાનોને 80% ઓક્સિજન સેચુરેશન થવા પર પણ કોઈ લક્ષણો દેખાતા નથી. તેઓ થોડે હદ સુધી હાઈપોક્સિયાને સહન કરી લે છે.

કોરોના 85% લોકોમાં માઈલ્ડ, 15%માં મૉડરેટ અને 2%માં જીવલેણ થઈ રહ્યો છે. જોકે, મોટાભાગના યુવાનોમાં લક્ષણો માઈલ્ડ હોય છે, આથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં મોડું થઈ રહ્યું છે, જેને કારણે મોતનો આંકડો પણ વધ્યો છે. બીમારીના અલગ-અલગ સ્તરના લક્ષણો વિશે એલર્ટ રહેવું ખૂબ જ જરૂરી છે.

રેશિઝ, ડાયેરિયા, કન્ઝક્ટિવાઈટિસ, સાંધામાં દુઃખાવો પણ કોરોનાના નવા લક્ષણો છે. મોટાભાગના કેસ મ્યૂટેન્ટ વેરિયન્ટના કારણે RT-PCRમાં પકડાતા નથી. આથી, મેડિકલ બુલેટિન જાહેર કરીને માઈલ્ડ કેસીસને ક્રિટિકલ થવાથી રોકવામાં મદદ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp