26th January selfie contest

આઈશાના આપઘાત પર અસાદુદ્દીન ઔવેસીએ કહ્યું- પત્નીને મારવી તે મર્દાનગી નથી

PC: youtube.com

અમદાવાદમાં આઈશાએ તેના પતિ આરીફમાં કારણે આપઘાત કર્યો હતો. આરીફ આઈશાને પસંદ કરતો ન હોતો અને તેની પાસે પાસેથી પૈસાની માગણી કરતો હતો. પતિના અને સાસરીયાઓના ત્રાસથી કંટાળીની આઈશાએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આઈશાએ આપઘાત કરતા પહેલા એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આઈશાના આપઘાતને લઇને AIMIMના અસાદુદ્દી ઔવેસીએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

અસાદુદ્દી ઔવેસીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં જે યુવતીનો દર્દનાક વીડિયો આવ્યો છે. જેને આપઘાત કર્યો. હું તમામ લોકોને અપીલ કરું છું છે કે, કોઈ પણ ધર્મના લોકો હોય કરિયાવરની લાલચને ખતમ કરો. તમે મર્દ છો તો પત્નીને મારવી તે મર્દાનગી નથી. પત્ની પાસેથી પૈસા લેવા એ પણ મર્દાનગી નથી. તમે મર્દ કહેવાને લાયક નથી જો આવી હરકત કરશો તો. તે માસૂમ યુવતી પર ત્રાસ ગુજારવામાં આવ્યો અને તેને આટલું મોટું પગલું ભરી લીધું. શરમ આવવી જોઈએ એ લોકોને જેને દીકરીને મજબૂર કરી. પિતાની તકલીફ તમે નથી સમજી શકતા. હું ઘણા એવા લોકોને જાણું છું કે, જે લોકો છેલ્લા શ્વાસ લે છે અને હાથ પડકીને ધીમેથી કહે છે કે, દીકરીના લગ્ન છે કોઈ વ્યવસ્થા કરાવીદો મૃત્યુ પહેલા કઈ થઇ જાય. શું થાય છે આ લોકોને? કેટલી મહિલાઓને તમે મારશો. તમે કેવા મર્દ છો કે યુવતીઓને મારો છો અને તેનો જીવ લો છો. શું તમારામાં માનવતા મારી ગઈ છે. આવા ઘણા લોકોએ તેઓ પોતાની પત્ની પર ત્રાસ ગુજારે છે. યાદ રાખો તમે દુનિયાને છેતરી શકો છો પણ અલ્લાહને છેતરી શકતા નથી. અલ્લાહ જોઈએ રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખતમ કરો આ બધું શું લઇને જશો કબરમાં. બાદશાહોના મહેલો એમનમ પડ્યા છે પણ તેના મકબરા પર આજે ફૂલ નાંખવા વાળું કોઈ નથી. શું લઇને જશો તમે દીકરી પર ત્રાસ ગુજારીને. આપણી કોશિષ હોવી જોઈએ કે, આ આપણા ઘરમાં થતું હોય તો તેને ખતમ કરો. આપણા મહોલ્લામાં થાય તો એ લોકોને સમજાવો. હું દીકરીઓને કહીશ કે, તમે ક્યારેય પણ ડરશો નહીં, તમે ક્યારેં પણ પોતાનો જીવ ન લેશો. તમે જીવતા રહો અમે તમારી સાથે છીએ. તમારી જીંદગીની ઘણી કિંમત છે દીકરીઓ. તમારા પિતા તકલીફમાં છે તો અમે પણ તકલીફમાં છીએ. છોડો લાત મારો એ ગધેડાને જે તમને મારે છે અને તમારા પર ત્રાસ ગુજારે છે. તમારી જિંદગી ખૂબ મોટી છે કાયદાનો ઉપયોગ કરો. આવા ક્રૂરની સાથે જીનગી ન જીવો. શું ખબર એ પિતા પર શું વીતતી હશે. જેને પોતાની દીકરીનો મોતનો વીડિયો જોયો હશે. આ પિતા જીવતા હોવા છતાં પણ મરી ગયા હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp