કેન્દ્રએ 20,000 કરોડના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને આવશ્યક કામ જાહેર કર્યું

PC: Scroll.in

પાછલા 10 દિવસથી દેશની રાજધાની દિલ્હી લોકડાઉનમાં છે અને કોરોનાની બીજી લહેરના કારણે દેશના અન્ય ભાગોની સાથે જ અહીંની પણ સ્વાસ્થ્ય વ્યવસ્થા પડી ભાગી છે. દિલ્હીમાં પાછલા એક અઠવાડિયામાં કોરોનાના કારણે 2267 લોકોના મોત થયા છે અને આ આખો આંકડો ફક્ત એક વિસ્તારનો છે, કારણ કે અન્ય મોતોની ગણતરી પણ થઇ રહી નથી.

રોજ હોસ્પિટલોમાં ખતમ થઇ રહેલા બેડની માગને લઇ પરિજનો ભટકી રહ્યા છે, જ્યારે હોસ્પિટલ ઓક્સિજનની અછતને લઇ સરકારને ઈમરજન્સી મેસેજ મોકલતા રહે છે, જેની અછતથી લોકોના મોત થઇ રહ્યા છે.

આ સંકટની વચ્ચે એક પરિયોજના પૂરજોશે ચાલી રહી છે અને તેનું નામ છે- સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના.

આ પ્રોજેક્ટની જાહેરાત ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થઇ હતી, જેમાં એક નવા ત્રિભુજાકાર સંસદ ભવનનું નિર્માણ થવાનું છે. આ નિર્માણનું લક્ષ્ય ઓગસ્ટ 2022 સુધીનું છે, જ્યારે દેશ સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ ઉજવશે. આ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્રીય સચિવાલય 2024 સુધી બનવાનું અનુમાન છે.

આ યોજના લુટિયંસ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનથી લઇ ઈન્ડિયા ગેટ સુધી 3 કિમીમાં ફેલાયેલી છે. CPWD અનુસાર નવી બિલ્ડીંગ સંસદ ભવન સંપદાની પ્લોટ સંખ્યા 118 પર બનશે.

નરેન્દ્ર મોદી સરકારની આ મહત્વકાંક્ષી પરિયોજનાનો હેતુ 3.2 કિમીના ક્ષેત્રનો પુનઃવિકાસ કરવાનો છે. જેનું નામ સેન્ટ્રલ વિસ્ટા છે. જે 1930ના દશકામાં અંગ્રેજો દ્વારા નિર્મિત લુટિયંસ દિલ્હીના કેન્દ્રમાં સ્થિત છે. જેમાં ઘણી સરકારી બિલ્ડિંગ્સ, ઘણાં પ્રતિષ્ઠિત સ્થળો સામેલ છે, જેને તોડવાનું અને ફરી નિર્માણનું કામ સામેલ છે અને કુલ 20,000 કરોડ રૂપિયાનો ખર્ચ આ નવા સંસદ માટે થશે.

સપ્ટેમ્બર 2019માં જ્યારે સરકારે આ પ્રોજેક્ટ માટે ઉતાવળમાં નિવિદાઓ બહાર પાડી હતી, તો તેની ખૂબ ટીકા થઇ. ગયા વર્ષે તેની ટીકા વધારે થવા લાગી. કારણ કે કોરોના મહામારીએ દેશની સ્વાસ્થ્ય પ્રણાલીઓ અને અર્થવ્યવસ્થાને ભાગી નાખી છે.

કેન્દ્રની મોદી સરકાર આ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે જેટલા રૂપિયા ખર્ચ કરી રહી છે, તે હજારો ઓક્સિજન પ્રોડક્શન પ્લાન્ટ નિર્માણ માટે પર્યાપ્ત રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલા 162 ઓક્સિજન પ્રોડક્શન પ્લાન્ટનો ખર્ચો 201 કરોડ રૂપિયા છે. તેનાથી વિપરીત નવા સંસદ ભવનનું બજેટ લગભગ 5 ગણું વધારે 971 કરોડ રૂપિયા છે.

જોકે, વધતી ટીકાઓની સરકાર પર કોઇ અસર થઇ નહીં. 20 એપ્રિલના રોજ 3 ભવનોના નિર્ણાણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા, જ્યાં ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય કળા કેન્દ્ર હાલમાં ઊભું છે. તેની વચ્ચે પુનઃવિકાસનું કામ ચાલી રહ્યું છે, જ્યારે શહેરના અન્ય વિસ્તારો બંધ છે.

16 એપ્રિલના રોજ જ્યારે દિલ્હીમાં વિકેન્ડ કર્ફ્યૂ હતું જ્યારે પ્રોજેક્ટ જોનારા કેન્દ્રીય લોક કલ્યાણ વિભાગે દિલ્હી પોલીસને લેટર લખ્યો. તેમાં કહેવામાં આવ્યું કે પ્રોજેક્ટ હેઠળનું કામ શાપૂરજી પલ્લોનજી એન્ડ કંપની પ્રાઈવેટ લિમિટેડને આપવામાં આવ્યું છે. માટે કંપનીને ત્રણ પાળીઓ દરમિયાન કામ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

પત્રમાં પોલીસને આગ્રહ કરવામાં આવ્યો હતો કે કર્ફ્યૂ સમય દરમિયાન કંપનીને તેના કર્મચારીઓને જવાની પરવાનગી આપવામાં આવે. 19 એપ્રિલના રોજ દિલ્હીમાં અઠવાડિયાનું લોકડાઉન લાગ્યું. આ દરમિયાન ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસે આ પ્રોજેક્ટના કામમાં લાગેલા 180 વાહનોને લોકડાઉન પાસ આપ્યા હતા.

ડેપ્યુટી કમિશ્નરના પત્રમાં કહેવામાં આવ્યું કે, લોકડાઉન પાસ આવશ્યક સેવાઓની શ્રેણીમાં પ્રદાન કરવામાં આવ્યા હતા.

જણાવી દઇએ કે, આ કામ માટે દેશની સૌથી મોટી બાંધકામ કંપની શપૂરજી પલ્લોનજી એન્ડ કંપની પ્રાઈવેટ લિમિટેડને મુખ્ય ટેન્ડર મળ્યું છે, પણ ખરેખર કામ તો નાની નાની કંપનીઓને સોંપી દેવામાં આવ્યું છે. બીજી એન્જિનિયરિંગના 30 મજૂરો 12 કલાકની શિફ્ટમાં કામ કરે છે, તો લોકડાઉનમાં 200 કર્મચારીઓના ઘરે જતા રહેવાના કારણે અન્ય સબ કોન્ટ્રેક્ટર એમવી કંસ્ટ્રક્શને હાલમાં કામ રોકી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp