ઇઝી ઓફ ડુઇંગ બિઝનેસઃ નામ રૂપાળું પણ અમલ ક્યાં? સરકાર કાયદો બનાવે તેવી માગણી

PC: dnaindia.com

ઇઝી ઓફ ડુઇંગ બિઝનેસમાં ગુજરાતનો ક્રમ પાછળ ધકેલાયો છે તેથી સરકારની ચિંતામાં વધારો થયો છે તેવામાં ઇન્ડસ્ટ્રીયલ બોડી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ કહે છે કે ગુજરાતમાં જો આ સ્તર ઉંચું લાવવું હોય તો સરકારે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ ઝડપથી અમલમાં લાવવી જોઇએ.

થોડાં સમય પહેલાં ગુજરાત ચેમ્બરે ઇઝ ઓફ ડુઇંગમાં સારૂં કામ કરનારાં રાજ્યોની નીતિઓનો અભ્યાસ કરીને 12 પરિબળો તારવ્યાં હતા અને રાજ્ય સરકારને આ સુધારા કરવા માટે દરખાસ્ત કરી હતી પરંતુ તે દિશામાં પગલાં લેવામાં આવ્યા નથી, પરિણામે નાના ઉદ્યોગો બીજા રાજ્યોમાં જઇ રહ્યાં છે.

ચેમ્બરે જણાવ્યું હતું કે ગુજરાતમાં જમીનની બિન-ખેતીની પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે અને તેના માટે સમય-મર્યાદા નક્કી કરવામાં આવે તે જરૂરી છે. સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ પણ ચેમ્બરે કરી હતી. રાજ્યમાં બાંધકામ મંજૂરીઓનું પ્રમાણ અન્ય રાજ્યોની સરખામણીએ વધારે છે તે ઘટાડવામાં આવે તો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં લાભ થશે એમ જણાવવામાં આવ્યું છે.

હાલમાં ઇન્વેસ્ટર્સ ફેસિલિટેશન પોર્ટલ સિંગલ વિન્ડો ફેસિલિટેશન છે તેનાથી આગળ વધારીને સિંગલ વિન્ડો ક્લિયરન્સ પણ અપગ્રેડ કરવું જોઈએ અને સિંગલ વિન્ડો ક્લિયરન્સ માટે કાયદો બનાવવો જોઈએ તથા સરકારી વિભાગો અને ઉદ્યોગોમાં તેના વિશે જાગૃતિ ફેલાવવી જોઈએ.

ફિઝિકલ સિંગલ વિન્ડોમાં તમામ વિભાગો લિન્ક હોવા જોઈએ અને એક નોડલ ઓફિસર હોવા જોઈએ તથા દરેક જિલ્લામાં સિંગલ વિન્ડોની ઓફિસ હોવી જોઈએ. ચેમ્બરે જણાવ્યું છે કે સિંગલ વિન્ડો પરના નોડલ અધિકારી પાસેથી ઉદ્યોગસાહસિકોને જે-તે બિઝનેસને લગતા તમામ કાયદાનોટિફિકેશનોએમેન્ડમેન્ટ્સનિયમો અને સર્ક્યુલર મળી જવા જોઈએ.

આવશ્યક ફોર્મ સાથે વિવિધ નિયમનોની વિગતો એક જ જગ્યાએ મળવી જોઈએ. બિઝનેસ શરૂ કરવા માટેનાં સંભવિત સ્થળો તથા ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બિઝનેસ સેક્ટરને લગતા કેસ સ્ટડી કે રિસર્ચ પેપર પણ ઉદ્યોગ સાહસિકોને મળવા જોઈએ.

વિવિધ પ્રોજેક્ટ્સ સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે વિવિધ ઓથોરિટી જવાબદાર હોવી જોઈએ અને જો વિલંબ થાય તો અધિકારી જવાબદાર હોવા જોઈએ. ફાઇલ માટે ઓનલાઇન ટ્રેકિંગ સિસ્ટમ બનાવવી જોઈએ અને નક્કી થયેલા સમય કરતાં વિલંબ થાય તો પગલાં લેવાવાં જોઈએ. મોટા પ્રોજેક્ટ્સની જેમ જ એમએસએમઇ ઔદ્યોગિક ક્લસ્ટર્સને પણ પ્રોજેક્ટ ટ્રેકિંગ એન્ડ મોનિટરિંગ મિકેનિઝમમાં સમાવવા જોઈએ.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp