કોરોનામાં ઈમ્યૂનિટી માટે કેટલા દિવસ સુધી લઈ શકાય વિટામિન D3 અને મલ્ટીવિટામિન્સ

PC: cosmopolitan.com

કોરોના વાયરસની બીજી લહેરથી લોકો હેરાન છે, પોતાને તેનાથી બચાવવા માટે લોકો તમામ રીતો અપનાવી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે, કોરોનાથી બચવાના ચક્કરમાં વિટામિન D3, કેલ્શિયમ, ઝિંક અને મલ્ટીવિટામિન લેવાનો એક કોર્સ હોય છે. જો તમે તેને ફોલો ના કરી રહ્યા હો, તો તે તમારા માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તો તમે પણ જાણી લો કે, કઈ દવાનો શું કોર્સ હોય છે.

પીજીઆઈ લખનૌના હૃદયરોગ વિશેષજ્ઞ ડૉ. નવીન ગર્ગે ઈમ્યૂનિટી બૂસ્ટરના કોર્સ વિશે જણાવતા કહ્યું હતું કે, લોકોને એ જરૂર ખબર હોવી જોઈએ કે, વિટામિન સી અથવા ડી કે પછી મલ્ટી વિટામિનનો એક મહિનાનો કોર્સ હોય છે. એટલું જ નહીં, ઝિંકનો વધુ પડતો ઉપયોગ પણ હાનિકારક સાબિત થઈ શકે છે. તેમણે જણાવ્યું કે, મલ્ટી વિટામિન વધુમાં વધુ માત્ર એક મહિના સુધી લેવી જોઈએ. નહીં તો શરીરના વિવિધ અંગો માટે તે નુકસાનકારક છે. આ ઉપરાંત, જે લોકો ઈમ્યૂનિટી વધારવાના ચક્કરમાં જરૂરીયાત કરતા વધુ ચ્યવનપ્રાશ ખાઈ રહ્યા છે, તેમનામાં સુગર અને હાર્ટની બીમારીઓ વધી શકે છે. ધ્યાનમાં રાખો કે, આપણે ઉકાળાથી લઈને કોઈપણ ઈમ્યૂનિટી બૂસ્ટર એક નિશ્ચિત અવધિ કરતા વધુ ના લેવા જોઈએ.

કેટલા દિવસ શું લઈ શકાય?

ઝિંક- વધુમાં વધુ 15 દિવસ

મલ્ટી વિટામિન- વધુમાં વધુ 1 મહિનો

ઉકાળો માત્ર શરદીના લક્ષણો દેખાય ત્યારે જ દિવસમાં માત્ર એકવાર

વિટામિન D3 60Kનો એક-એક ડોઝ મહિનામાં ચારવાર, પછી મહિનામાં એકવાર અથવા ડૉક્ટરની સલાહ અનુસાર

કેલ્શિયમ- ડૉક્ટરની સલાહ પર વધુમાં વધુ એક મહિનો

વિટામિન સી- એક મહિનો

જણાવી દઈએ કે, અત્યારસુધીમાં કરવામાં આવેલા રિસર્ચમાં વિટામિન એ, ડી અને ઈના ઓવરડોઝના જોખમ ભારતમાં સાબિત થઈ ચુક્યા છે, પરંતુ અન્ય વિટામિનોના ઓવરડોઝ પર હજુ કામ કરવાનું બાકી છે. કોરોના કાળમાં એવા ઘણા દર્દીઓ સામે આવ્યા છે, જેમનામાં વિટામિન્સની વધુ માત્રાને પગલે ઘણા પ્રકારની સમસ્યાઓ વધી ગઈ છે. જેમ કે, લોકોમાં લીવર, બ્લડ શુગર અને હાર્ટ સંબંધી સમસ્યાઓ વધુ જોવા મળી.

બાળ રોગ વિશેષજ્ઞોનું કહેવુ છે કે, બાળકોને સપ્લીમેન્ટ આપવાના મામલામાં સજાગ રહો. ડૉક્ટરની સલાહ વિના બાળકોને કોઈપણ પ્રકારના સપ્લીમેન્ટ ના આપો. તેમની ઈમ્યૂનિટી વધારવા માટે કેલ્શિયમ અને મલ્ટીવિટામિન વધુમાં વધુ એક મહિના સુધી આપી શકાય છે, પરંતુ તેના કરતા વધુ આપવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.

ડૉ. ગર્ગના જણાવ્યા અનુસાર, જો તમારામાં કોવિડના કોઈ લક્ષણો ના હોય અને તો પણ તમે વિટામિન સી સપ્લીમેન્ટ્સ લઈ રહ્યા હો, તો તે ન લેવા જોઈએ. તેની જગ્યાએ તમે પ્રાકૃતિક સોર્સ જેમ કે, લીંબુ, સંતરા અથવા અન્ય સાઈટ્રિક ફૂડનું સેવન કરીને પોતાની ઈમ્યૂનિટી વધારી શકો છો. આ જ રીતે તમે લીલા શાકભાજી, વિવિધ પ્રકારની દાળ વગેરે ખાઈને પોતાના શરીર માટે જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ મેળવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp