કોરોનાની લોહી પર અસરઃ શરીર પર દેખાતા આ 7 સંકેતને ન કરો નજરઅંદાજ

PC: forbes.com

દિલથી લઈને દિમાગ સુધી કોરોનાની અસર થઈ હોવાની ખબરો સામે આવી ચૂકી છે. એક સ્ટડી પ્રમાણે કોરોના વાયરસની અસર આપણા બ્લડ ફ્લો પર પણ પડી રહી છે. લોહીના બહાવમાં આવનારી બાધાને કારણે બીજી પણ મુશ્કેલીઓ થઈ શકે છે. બ્લડ ફ્લો સાથે જોડાયેલા કેટલાંક લક્ષણોને કોવિડ-19 સાથે જોડવામાં આવી રહ્યા છે. જો તમે કોરોનાથી સારા થઈ ગયા છો તો પણ આ 7 સંકેતોને નજરઅંદાજ કરવું તમારા માટે ભારે પડી શકે છે તો ચાલો જોઈ લઈએ તેના અંગે.

હોસ્પિટલમાં એડમિટ કોવિડ-19ના યુવાન અને વૃદ્ધ દર્દીઓમાં લોહીના ગઠ્ઠા બનવાની સમસ્યા વધારે જોવામાં આવી રહી છે. ડોક્ટર્સનું કહેવું છે કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને પહેલાથી બીમાર લોકોમાં બ્લડ ક્લોટિંગ ખતરનાક સાબિત થઈ શકે છે. કોવિડ-19 ગંભીર બ્લડ ક્લોટિંગ કરી દે છે જેની અસર ફેફસા અને દિલ પર પડે છે. ધ લેન્સેટ રેસ્પિરેટરી મેડિસિનમાં છપાયેલી એક સ્ટડી પ્રમાણે બ્લડ ક્લોટ ફેફસામાં રૂકાવટ નાખીને શ્વાસની તકલીફ જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે.

એક અન્ય અમેરિકાના પેપરમાં છપાયેલી સ્ટડી પ્રમાણે લોહીના નાના નાના ગઠ્ઠાઓ દિલની દિવાલોને કમજોર કરે છે, જેના કારણે દિલની ધડકન અનિયમિત થઈ જાય છે. કેટલાંક ગંભીર મામલામાં તેના કારણે હાર્ટ અટેક પણ આવી શકે છે. જોન હોપકિન્સ મેડિસિનની એક સ્ટડી પ્રમાણે બ્લડ ક્લોટિંગને કારણે કિડનીની રક્ત વાહિકાઓ પર દબાવ પડે છે, જેના કારણે કિડની ફેઈલ થવાનો ખતરો વધી જાય છે. કોરાનાના ગંભીર મામલામાં કિડની ફેઈલ થવાનો ખતરો વધારે હોય છે.

લોહી સાથે જોડાયેલા કોવિડ-19નો એક અને ગંભીર ખતરો ડીપ વેન થ્રોમ્બોસિસનો છે. તેમાં પગની નસોમાં બ્લડ ક્લોટ બની જાય છે. કેટલાંક લોકોમાં આ ઈન્ફેક્શનનું શરૂઆતી લક્ષણ હોય છે. મોટાભાગના લોકોને આ પગના નીચેના ભાગમાં થાય છે પરંતુ કેટલાંક લોકોને શરીરના અન્ય ભાગોમાં પણ થઈ શકે છે. જો સમયથી તેનો ઈલાજ ન કરાવવામાં આવે તો તે ગંભીર બની શકે છે.કોરોના વાયરસને કારણે શરીરમાં સોજો પણ આવી શકે છે. જ્યારે વાયરસ સ્કીન પર હુમલો કરે છે તો તે લોહીના ઘણા ગઠ્ઠા બનાવી દે છે જેના કારણે ઈજા અને સોજો આવવા લાગે છે. તેમાં ઘણો દર્દ થાય છે.

એક્સપર્ટ્સનું કહેવું છે કે મોટાભાગના લોકો કોરોનાના લક્ષણમાં સોજા પર ધ્યાન આપતા નથી જેના કારણે પાછળથી તેમને ઘણી મુશ્કેલી પડે છે. સ્કીન પર ચકામા પડવા અને રંગ બદલાવો પણ કોરોના સાથે જોડાયેલું એક લક્ષણ હોઈ શકે છે. વાયરસની અસર જ્યારે લોહી પર પડે છે તો તેના કારણે સ્કીન ખરાબ થવા લાગે છે. પગની આંગળીઓનો આકાર અજીબ થઈ જવાને કોરોનાના એક લક્ષણના રૂપમાં જોવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp