ડાયટીંગ પર છો તો આ ફ્રૂટ્સ ખાવાનું ટાળો, નહીં તો વજન ઓછું થશે નહીં

PC: veggidesserts.com

વજન ઘટાડવા માટે લોકો ઘણી વધી વસ્તુઓ ખાવાનું છોડી દે છે. પરંતુ ડાયટીંગ કરતી વખતે ખાસ કરીને ફળોનું સેવન વધારી દે છે અને પછી વિચારે છે કે આગળના દિવસે વજન ઘટેલું જોવા મળશે. પરંતુ એવું થતું નથી કારણ કે કેટલાંક ફ્રૂટ્સ એવા છે જેમાં કેલરીની માત્ર ઘણી વધારે હોય છે. ફળ ભલે પ્રાકૃતિક છે પરંતુ કેટલાંક ફ્રૂટ્સને મસજી વિચારીને જ ખાવા જોઈએ. જો તમને તમારું વજન ઓછું કરવાના રસ્તે છો તો તમારે અહીં બતાવેલા ફ્રૂટ્સને અમુક જ માત્રામાં ખાવા જોઈએ નહીં તો તમારું વજન ઘટશે નહીં.

કેળા

કેળાને એક સુપર હેલ્ધી ફ્રૂટ માનવામાં આવે છે.પરંતુ આ એવું ફ્રૂટ છે જેને વધારે માત્રામાં ખાઈ નથી શકાતું. કેળામાં કેલરીની માત્રા ઘણી વધારે હોય છે. તેની સાથે તેમાં કુદરતી સુગર પણ વધારે માત્રામાં હોય છે. એક કેળામાં લગભગ 150 ગ્રામ કેલરી હોય છે, જે લગભગ 37.5 ગ્રામ કાર્બોહાઈડ્રેટ છે. માટે તમે દિવસના 2-3 કેળા ખાશો તો તમારું વજન વધી શકે છે. જો તમને કેળા ખાવાની ઘણી ઈચ્છા થતી હોય તો દિવસનું એક કેળું બરાબર છે.

દ્રાક્ષ

દ્રાક્ષને સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. પરંતુ તેમાં ચીની અને વસા બંને ઉચ્ચ માત્રામાં હોય છે જે તમારા વજનને વધારી શકે છે. 100 ગ્રામ દ્રાક્ષમાં 67 કેલરી અને 16 ગ્રામ સુગર હોય છે, જેનો મતલબ કે તેના નિયમિત સેવનથી તમારું વજન વધી શકે છે.

કિશમિસ અને મુનક્કા

ડ્રાય ફ્રૂટ્સ જેવા કે પ્રુન અથવા કિશમિસમાં કેલરીની માત્રા વધારે હોય છે કારણ કે પાણીની માત્રાથી રહિત હોય છે. એ પણ કહેવામાં આવે છે કે એક ગ્રામ કિશમિસમાં દ્રાક્ષની સરખામણીએ વધારે કેલરી હોય છે. એક કપ કિશમિસમાં 500 ગ્રામ કેલરી હોય છે અને એક કપ મુનક્કામાં 450 ગ્રામથી વધુ કેલરી હોય છે.

કેરી

કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે કારણ કે દરેક ફ્રૂટમાં તે સૌથી સ્વાદિષ્ટ હોય છે. એક કપ કેરીના ટુકડામાં 99 ગ્રામ કેલરી હોય છે, જે મોટેભાગે કાર્બોહાઈડ્રેટ હોય છે. તમને સિંગલ સર્વિંગમાં 25 ગ્રામ કાર્બ્સ મળશે. જેમાં 23 ગ્રામ ખાંડ હોય છે અને 3 ગ્રામ ફાઈબર હોય છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp