નેત્રદાન મહાદાન- જાણો કેટલી આંખોનો ઉપયોગ થાય છે? કેમ આંખ ઉપયોગમાં આવતી નથી

PC: https://indianexpress.com

 

ગુજરાતમાં દાનમાં મળેલા નેત્રોમાં 50 ટકાથી વધુ ટ્રાન્સપ્લાન્ટ સફળ થઈ રહ્યા નથી. કેટલાક કેસોમાં નેત્ર (આંખ) નું ટ્રાન્સપ્લાન્ટ થાય છે, પરંતુ તે નેત્ર ઝડપથી ખામીયુક્ત બને છે. દાનમાં મળેલા નેત્રોનો સરેરાશ ઉપયોગ સામાન્ય રીતે 30 થી 35 ટકા જેટલો જોવા મળી રહ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સૌથી સારી પસંદગીના ગુણવત્તા યુક્ત નેત્ર સુરક્ષિત ટ્રાન્સપ્લાન્ટના તમામ માપદંડોને પૂર્ણ કરે છે પરંતુ દાનમાં પ્રાપ્ત થયેલી 60 ટકા આંખો પ્રત્યારોપણ માટે યોગ્ય હોતી નથી. મહત્વની બાબત એવી છે કે દર્દીઓના સગા દ્વારા દાનમાં મળેલી આંખનો ઉપયોગ સંશોધન અને શિક્ષણના હેતુ માટે પણ કરવામાં આવે છે.

આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, કોઇપણ મૃતક સભ્યના પરિવારોની લાગણી હોય છે કે નેત્રદાન કરવામાં આવે પરંતુ મૃતકના નેત્રની ગુણવત્તા અંગે આઇ બેન્કને ખબર હોતી નથી તેથી ખામીયુક્ત નેત્રના ઓપરેશન સફળ થતાં નથી તેથી આઇ બેન્કમાંથી ઘણાં નેત્રનો અભ્યાસ અને સંશોધન માટે પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે.

આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રતિવર્ષ 7000 થી 8000ની સંખ્યામાં નેત્રોનું દાન કરવામાં આવે છે પરંતુ બધાં નેત્રોનું પ્રત્યારોપણ કરવામાં આવતું નથી. નેત્ર રોગ અને આંખના પ્રત્યારોપણ અંગે કામ કરતી એમએન્ડજે વેર્ટર્ન રીઝનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપ્થલ્મોલોજી માત્ર 27 ટકા આંખોનો ઉપયોગ કરી શકે છે.

છેલ્લા ત્રણ વર્ષમાં આ સંસ્થાને 1519 આંખોનું દાન મળ્યું હતું જે પૈકી માત્ર 381 કેસમાં સર્જરી કરવામાં આવી હતી. આ સંસ્થાએ જણાવ્યું છે કે રાજ્યમાં અકસ્માતના કેસોમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનો નેત્રનું દાન કરે છે ત્યારે તે કામ લાગે છે પરંતુ કુદરતી રીતે મોત થયું હોય તેવા વ્યક્તિના નેત્રનું દાન કામ લાગતું નથી, કારણ કે તે નેત્ર ખામીયુક્ત હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp