તમારા શહેર-તાલુકાનું ભૂગર્ભ જળ જોખમી તો નથીને, જુઓ યાદી

PC: khabarchhe.com

દેશની 25 કરોડથી વધુ વસ્તી આર્સેનિક-ઝેરી પાણી પીવા માટે મજબૂર છે. ગુજરાતમાં 24 ટકા એટલે કે 1.65 કરોડ લોકો જમીનથી ઝેરી તત્ત્વ આર્સેનિક પાણીનો ઉપયોગ કરી રહ્યાં છે.  આઈઆઈટી ખડગપુરએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) આધારિત અભ્યાસ કર્યો છે. ભૂગર્ભનું પાણી ખેતરોમાં સિંચાઈ કરીને પાકા દરાતાં શાકભાજી, રસોઈ, પીવાના પાણી દ્વારા શરીરમાં આવે છે.

ગુજરાતના 24 ટકા ભૂગર્ભ જળમાં ઝેરી તત્ત્વ આર્સેનિક આવી ગયા છે. આર્સેનિક  અકાર્બનિક સ્વરૂપમાં ખૂબ ઝેરી છે, જે કેન્સર, ત્વચા અને અન્ય રોગોનું કારણ બને છે. જ્યારે તે લાંબા સમય સુધી પીવાના પાણી અને ખાવાથી શરીરમાં પહોંચે છે. આર્જેનિકને કારણે શરીરમાં અકાર્બનિક સ્વરૂપમાં પહોંચવાથી ત્વચા કેન્સર અને ત્વચા સંબંધિત અનેક રોગો થઇ શકે છે.

રાજ્ય ભૂગર્ભ જળમાં આર્સેનિક વિસ્તારોમાં સૌથી વધું પંજાબ 92 ટકા, બિહાર 70 ટકા, પશ્ચિમ બંગાળ 69 ટકા, આસામમાં 48 ટકા, હરિયાણામાં 43 ટકા, ઉત્તરપ્રદેશ 28 ટકા, ગુજરાત 24 ટકા, મધ્યપ્રદેશ 9 ટકા, કર્ણાટક 8 ટકા, ઓડિશા 4 ટકા અને મહારાષ્ટ્ર 1 ટકા છે.

સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (સીજીડબ્લ્યુબી) ના છેલ્લા અહેવાલમાં ગુજરાતના જે વિસ્તારોમાં ખતરો છે તે જાહેર કરાયા છે. ગુજરાતના લોકો દર વર્ષે 230થી 250 ઘનમીટર ભૂગર્ભજળનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં 247 તાલુકા સ્થળોએ પાણીની તપાસ કરવામાં આવી હતી. જેમાં 56 તાલુકાઓ કે સ્થળોની ભૂગર્ભ જળ ખતરો બતાવે છે.  191 સ્થળો સલામત માનવામાં આવે છે.

Critical- 4 તાલુકા - પાટણ, મહેસાણા - વીસનગર, કચ્છ - ભૂજ, અંજાર,

Semi-critical - 13 તાલુકા - અમદાવાદ - શહેર અને દશક્રોઈ, દેત્રોજ, રામપુરા, ધોળકા, વિરમગામ, કચ્છ - ખત્રાણા, પોરબંદર, સાબરકાંઠા - વડાલી, તલોદ, પ્રાંતિજ, ઈડર, વડોદરા,

Saline - 13 - અરવલી - દરિયાપુર, સુરેન્દ્રનગર - લખતર, પાટણ - સાંતલપુર, સંખેશ્વર, સમી, રાધનપુર, હારીજ, મોરબી - માળીયા, કચ્છ - ગાંધીધામ, બનાસકાઠા - વાવ, સુઈગામ, ભાભર, અમદાવાદ - ધોલેરા છે.

Over-exploited - 26 તાલુકા - બનાસકાંઠા - થરાદ, વડગામ, ડીસા, કાંકરેજ, ધનેરા, લાખાણી, દીયોદર, ગાંધીનગર - ગાંધીનગર, દહેગામ, કલોલ, માણસા, કચ્છ - માંડવી, ભચાવ, મહેસાણા (આખો મહેસાણા જિલ્લો) - જોટાણા, વિસનગર, ઊંઝા, સાંતલપુર, બહેચરાજી, મહેસાણા, ખેરાલુ, કડી, વિજાપુર, પાટણ - પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા,

Safe - ઉપરના તાલુકાઓને બાદ કરતાં બાકીના 191 તાલુકા સ્થળો સલામત છે. 

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp