જયદીપ ભટનાગરે PIBના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલનો પદભાર સંભાળ્યો
જયદીપ ભટનાગરે આજે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. ભટનાગર ભારતીય માહિતી સેવા, 1986ની બેચના અધિકારી છે. અગાઉ તેઓ દૂરદર્શનના વાણિજ્યિક, વેચાણ અને માર્કેટિંગ વિભાગના વડા તરીકે દૂરદર્શન સમાચારમાં સેવા આપી ચૂક્યા છે. તેઓ વીસ દેશોને આવરી લેતા પશ્ચિમ એશિયાના પ્રસાર ભારતી વિશેષ સંવાદદાતા તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે. બાદમાં તેઓ ઓલ ઇન્ડિયા રેડિયોના ન્યૂઝ વિભાગના વડા બન્યા હતા.
સંસ્થાના વડા તરીકેના વર્તમાન કાર્યભાર પૂર્વે ભટનાગરે પીઆઈબીમાં છ વર્ષ જુદા જુદા વિભાગોમાં પણ કાર્ય કર્યું છે. ભટનાગરે કુલદીપસિંહ ધતવાલિયા પાસેથી પદભાર સંભાળ્યો હતો, જેઓ 28 ફેબ્રુઆરી, 2021ના રોજ સેવાનિવૃત્ત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp