અનાથ-નિરાધાર બાળકોનો સારા વાતાવરણમાં ઉછેર થાય તે માટે સરકાર કટિબદ્ધ: મંત્રી

PC: Khabarchhe.com

ગુજરાત સરકારે રીલિઝ કરેલી પ્રેસ રીલિઝ મુજબ ગુજરાત વિધાનસભાગૃહમાં અનાથ અને નિરાધાર બાળકો માટેની પાલક માતા પિતા યોજના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વર પરમારે કહ્યું હતું કે, અનાથ અને નિરાધાર બાળકોનો સ્વસ્થ અને સ્વચ્છ વાતાવરણમાં ઉછેર થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં પાલક માતા પિતા યોજના વર્ષ-2009થી અમલમાં છે. આ યોજનાનો મુખ્ય હેતુ બાળકોના સંતુલિત વિકાસનો છે. જેમાં 18 વર્ષ સુધીના અનાથ બાળકો, જેમનાં માતા-પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુનઃલગ્ન કર્યાં હોય તો પણ આવા બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. આવા બાળકોને વૈકલ્પિક કુટુંબોમાં રાખી સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ પુરૂ પાડી તેમનો તંદુરસ્ત ઉછેર કરી શકાય છે.

તેમણે પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું હતું કે, પાલક માતા-પિતા યોજના હેઠળ રૂ. 1,000ની સહાય આપવામાં આવતી હતી તેમાં વર્ષ-2016માં રૂ. 2,000નો વધારો કરવામાં આવ્યો હતો. આમ હાલ રૂ. 3,000ની સહાય યોજના હેઠળ આપવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp