26th January selfie contest

ઝાકળ સાથે ખરાબ હવામાન અને રોગના કારણે ધાણાના ઉત્પાદનમાં ફટકો

PC: Khabarchhe.com

ગુજરાતમાં કુલ 1.41 લાખ હેક્ટરમાં ધાણાનું વાવેતર હતું. જેમાં સૌરાષ્ટ્રમાં 1.37 લાખ હેક્ટર વાવેતર હતું. કચ્છ સાથે 100 ટકા વાવેતર આ વિસ્તારમાં હતું. પાક તૈયાર થતાં ખરાબ હવામાન અને રોગના કારણે ઉત્પાદનમાં સારી એવી ઘટ આવી છે.

જુનાગઢમાં 40 હજાર હેક્ટર વાવેતર થયું હતું. રાજ્યના 28 ટકા વાવેતર જુનાગઢનું હતું. રાજકોટ 23 હજાર હેક્ટર, જામનગર 14, પોરબંદર 16, દ્વારકા 22, અમરેલી 10 હજાર હેક્ટરના વાવેતર હતા.

ગુજરાતમાં સુગંધી મસાલા પાક ધાણામાં છેલ્લા ભેજ અને ઝાકળ આવી જતાં ઉત્પાદન પર માઠી અસર થઈ છે. પાસ તૈયાર થઈને બજારમાં આવી રહ્યો છે.

ધારણા હતી કે આ વખતે ધાણાનું વિક્રામી વાવેતર થયું હોવાથી જંગી ઉત્પાદન મળશે. ખેડૂતોની અને વેપારીઓની આ ધારણા પર કુદરતે પાણી ફેરવી દીધું છે. દર વર્ષે જે જમીનમાં ધાણા વવાતા હતા ત્યાં રોગ વધું છે, નવી જમીનમાં ધાણા વાવેલા છે ત્યાં રોગ ઓછો છે. ગુજરાતમાં 55 લાખ બોરીનું ઉત્પાદન થવાની ધારણા વેપારીઓ અને મસાલા બજારની છે.

હવામાન ફેરફારના કારણે ધારણાના ફોલમાં 20 ટકા ઘટાડો થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. કિલોએ 55થી 65 રૂપિયા ભાવ ખેડૂતોને મળે છે. સારા લીલા રંગના ધાણાનો ભાવ 65થી 75 છે. ઘાણી તેનાથી નીચે છે. પમ લીલા રંગની ઘાણીનો એક કિલોનો ભાલ રૂપિયા 100થી 130 ની આસપાસ આવે છે. 20 કિલોના ભાવ 1100થી 1500 મળે છે. લીલા રંગની ઘાણીનો 20 કિલોના ભાવ રૂપિયા 2500 સુધી મળે છે.

20 મણનો ઉતારો મળતો હતો તે ખરાબ હવામાન અને રોગના કારણે 10થી 15 મણ માંડ મળે છે.

વાયદાનો વેપાર વધ્યો છે. સૌરાષ્ટ્રમાં ધાણાનું વાવેતર ઘણું થયું હોવા છતાં ગુજરાત બહારથી માલ વેચાવા આવી રહ્યો છે. ગુજરાત બહારના વેપારીઓ ગુજરાતની ખેડૂતોની સારા માલની ક્રેડિય ભાવમાં ખાઈ રહ્યાં છે. તેની સામે ગુજરાત બહારના વેપારીઓ ગોંડલ ખેત ઉત્પન્ન બજારમાં ખરીદી કરવા માટે મોટા પ્રમાણમાં આવી રહ્યાં છે. ગોંડલ ખેત બજાર ભારતનું મોટું બજાર બનવા તરફ જઈ રહ્યું છે. આખા સૌરાષ્ટ્રનો માલ ગોંડલમાં વેચવા ખેડૂતો આવે છે અને ત્યાંથી આખા ભારતમાં માલ જાય છે. જામજોધપુર, જેતપુર, રાજકોટ, જામનગરથી પણ સારો માલ ઉપડી રહ્યો છે.

આખરી વાવેતર

આગળના 3 વર્ષનું સરેરાશ વાવેતર 63 હજાર હેક્ટર હતું. તે ગયા વર્ષે 88 હજાર હેક્ટર અને આ શિયાળામાં 2021માં 1.41 લાખ હેક્ટર વાવેતર થયું હતું. જે શરેરાશ કરતાં સવા બે ગણું વાવેતર ખેડૂતોએ વધારે કર્યું હતું.

જૂનાગઢ આગળ

 2009-10માં 28675 હેક્ટરમાં 42649 ટન ધાણાનું ઉત્પાદન થયું હતું. જેમાં સૌથી વધું વાવેતર  જૂનાગઢમાં 17351 હેક્ટરમાં 22971 ટન ઉત્પાદન થતું હતું. રૂ.200થી 300 કરોડની ધાણી એકલું જૂનાગઢ પેદા કરે છે.

 20થી 30 મણ એક વીઘે ઉત્પાદન થાય છે. ઓછામાં ઓછું 8 મણ તો થાય છે જ તેથી ખેડૂતો તેને સલામત પાક માને છે. ધાણાનો મોટો અને ગોળ દાણો હોય છે. 1000થી 1500 ભાવ મળે છે. મસાલામાં ધાણાની માંગ વધું છે.

 ધાણાના લીલા છોડ કાપીને નાની ઝૂડી બનાવી ભીના કંતાનમાં લપેટીને શાકભાજી બજારમાં કોથમીર તરીકે મોકલવામાં આવે છે.

 5 જિલ્લામાં વધું પાક લેવાય છે. નવા વિસ્તારોમાં પાક ઉગાડી શકાય તેમ છે. પાક 

ઓછા ખર્ચમાં થાય છે. ધાણમાં કમાણી સારી છે. ફૂગનાશક દવા વધું છાંટવી પડે છે. મોલો મસી આવે છે.

 દાંતીવાડા કોથમીર - 1 જાત

 હેકટર દીઠ 32 ટન પાકે છે. મહત્તમ  ઉત્પાદન 45 થી 70 ટન સુધી લીલા ધાણાં પાકે છે. પાન મૃદુ અને વધુ સુગંધ ધરાવે છે. ઘણું કલોરોફીલ હોવાથી ઘાટો લીલો રંગના પાન આવે છે. સંગ્રહ શક્તિ સારી છે. તેલ 0.05 ટકા સુધી મળતું હોવાથી સારી સુગંધ નિકળે છે. મૂળ કાઢી લીધા પછી લીલા પાનનું ઉત્પાદન 20 ટન સુધી હેક્ટરે મળે છે. તેથી સુકા પાનના નિકાસ માટે સારી જાત છે.

 ભારતની બજાર

ધાણાની ખેતી લીલા પાંદડા અને બિંયા માટે થાય છે. એક છોડને 3 વખત કાપીને વેચવામાં આવે છે. ઉત્પાદન 130 ક્વિન્ટલ થાય છે. ક્વિન્ટલના 1000 રૂપિયાના સરેરાશ ભાવે વેચાય છે. આ રીતે, તેની આવક 1,30,000 રૂપિયા થાય છે. ઉત્પાદનની આવકના 30 ટકા ખર્ચ થાય છે. 90 હજારનો નફો મળે છે. પિયત પાક 15 થી 20 ક્વિન્ટલ બી આપે છે.

 વર્ષ 2017-18માં ભારતમાં ધાણાનું ઉત્પાદન 866800 ટન નોંધાયું હતું. વર્ષ 2018-19માં ધાણાનું ઉત્પાદન માત્ર 247000 ટન હતું. ભારતમાં ધાણા ઉત્પાદન લગભગ 1.25 કરોડ થેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp