N440K એ શું છે? અત્યંત ઝડપી સંક્રમિત કરતા આ નવા સ્ટ્રેનના કારણે ગુજરાત પણ ચિંતિત

PC: india.com

ભારતમાં કોરોના વાયરસ બદલાઇ રહ્યો છે. અતિ ઘાતક કહી શકાય તેવો નવો સ્ટ્રેન એપી સામે આવ્યો છે જેના કારણે ગુજરાતમાં પણ જોખમ ઉભું થયું છે. જો તકેદારીના પગલાં નહીં લેવાય તો આ વાયરસ ગામડામાં પણ ઘૂસી શકે છે. આ વાયરસની ગંભીરતા એવી છે કે અન્ય વાયરસ કરતાં તે 15 ગણું વધારે સંક્રમણ ફેલાવે છે.

આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે આ સ્ટ્રેન આંધ્રપ્રદેશમાં મળી આવ્યો છે. તેને N440K ના નામથી જાણવામાં આવે છે. સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજીના વૈજ્ઞાનિકોએ તેની શોધ કરી છે. આ વાયરસનું સંક્રમણ એટલું બઘું ઝડપી છે કે લોકો ત્રણ થી ચાર દિવસમાં બિમાર પડી જાય છે. અગાઉના સ્ટ્રેન કરતાં આ વધુ શક્તિશાળી છે. વિશાખાપટ્ટનમ જિલ્લાના કલેક્ટરના મતે હાલ અનેક સ્ટ્રેનની તપાસ કરવામાં આવી રહી છે અને તીવ્રતા ચકાસવામાં આવે છે.

ગુજરાત સહિત દેશના રાજ્યોમાં અત્યારે જે સ્ટ્રેન છે તેનાથી સંક્રમણ વધ્યું છે અને હજારોની સંખ્યામાં કેસો સામે આવે છે પરંતુ આ સ્ટ્રેનથી ખૂબ ઝડપથી કેસો વધી શકે છે તેથી રાજ્યએ તકેદારી રાખવાની જરૂર હોવાનું અધિકારી કહે છે.

ભારતમાં પ્રથમ લહેર હતી તે વાયરસ શરૂઆતમાં મજબૂત હતો પરંતુ સમય જતાં તે નબળો બની ગયો હતો. હવે બીજી લહેરનો વાયરસ દેશભરમાં આતંક મચાવી રહ્યો છે ત્યારે આ નવા સ્ટ્રેનના કારણે આરોગ્ય વિભાગ ચિંતીત બન્યું છે. હાલ ડબલ માસ્ક સિવાય બહાર નિકળવામાં આવે તો સંક્રમણ લાગવાના ચાન્સ વધી જાય છે, પરંતુ આ નવા સ્ટ્રેનથી બચવા માટે ક્યા પગલાં લેવા તે અંગે રાજ્યો વિચારી રહ્યાં છે.

નવો વાયરસ યુવાનોમાં ઝડપથી ફેલાય તેવી સંભાવના છે, જે બાળકોને પણ સંક્રમિત કરી શકે છે. મુંબઇમાં તો ત્રીજી લહેર સામે તંત્રએ બાળકો માટે કોરોના કેર સેન્ટર ઉભા કરવાનું શરૂ કર્યું છે, જે હજી ગુજરાતમાં શરૂ થયું નથી. આ સ્ટ્રેન ઇમ્યુનિટી સિસ્ટમને પણ નુકશાન કરે છે. હાલ દક્ષિણ ભારતમાં કુલ પાંચ કોરોના સ્ટ્રેન છે, જેના કારણે આંધ્રપ્રદેશ, કર્ણાટકા અને તેલંગાણામાં કેસો વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કુલ ચાર સ્ટ્રેન છે પરંતુ હવે તેની તીવ્રતા ઘટતી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp