2022ની ચૂંટણી સમયે ગુજરાતનું જાહેર દેવું 3,00,000 કરોડને પાર હશે

PC: economictimes.indiatimes.com

ગુજરાતમાં વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ દેવું કરીને ઘી પીવા જેવો ઘાટ સર્જાયો છે. દેવાની રકમ દર વર્ષે સતત વધતી રહી છે. 2022માં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે રાજ્ય સરકારનું જાહેર દેવું ત્રણ લાખ કરોડ કરતાં પણ વધી ચૂક્યું હશે.

છેલ્લા બાર વર્ષમાં રાજ્ય સરકારના જાહેર દેવામાં અનેકગણો વધારો થયો છે. માર્ચ 2019ના અંતે જાહેર દેવું 2.38 લાખ કરોડ થયું હતું જે માર્ચ 2020માં વધીને 267650 કરોડ થયું છે. ગુજરાત સરકારનું જાહેર દેવું આગામી બે વર્ષના અંતે વધીને ત્રણ લાખ કરોડ થવાની સંભાવના છે.

નાણા વિભાગના જણાવ્યા પ્રમાણે માર્ચ 2018ના અંતે જાહેર દેવું 2.17 લાખ કરોડ હતું. જાહેર દેવું એ કોઇપણ સરકાર માટે ચિંતાનો વિષય છે. દેવાના ઘટકો બદલાતાં સરકારને હવે કેન્દ્રની લોન ઓછી મળે છે અને બજાર લોન વધારે લેવી પડે છે.

ગુજરાત સરકારના નાણા વિભાગના એક ડોક્યુમેન્ટમાં જણાવ્યા પ્રમાણે માર્ચ 2020 સુધીમાં તે 2.66 કરોડ થવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો. એ જ પ્રમાણે માર્ચ 21માં જાહેર દેવાનો આંકડો 2.96 કરોડ સુધી પહોંચી શકે છે. સરકારના જાહેર દેવામાં બજાર લોનપાવર બોન્ડ્સકેન્દ્ર સરકારની લોન અને પેશગીનાણાકીય સંસ્થાઓ તેમજ બેન્કો પાસેથી લીધેલી લોન તેમજ એનએસએસએફ લોનનો સમાવેશ થાય છે.

નાણા વિભાગના સૂત્રો જણાવે છે કે 2009 થી 2017ના વર્ષો દરમ્યાન દેવાના ઘટકોમાં ફેરફારો થયા છે જેમાં કેન્દ્ર સરકારની લોનનું પ્રમાણ 11.87 ટકાથી ઘટીને 3.29 ટકા થયું છે. તે જ પ્રમાણે એનએસએસએફ લોનનો હિસ્સો 51.59 ટકાથી ઘટીને 23.26 ટકા થયો છેજ્યારે બજાર લોનનો હિસ્સો 32.20 ટકાથી વધીને 68.28 ટકા થયો છે. જે બજાર લોન પર વધતી નિર્ભરતા પર પ્રકાશ પાડે છે.

આગામી બે વર્ષમાં એટલે કે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે 2022 સુધીમાં ગુજરાતનું જાહેર દેવું ત્રણ લાખ કરોડને પાર પહોંચી ચૂક્યું હશે જેમાં સૌથી વધુ દેવું બજાર લોન આધારિત હશે. સરકાર વધુને વધુ બજાર લોન લઇ રહી છે અને તેનો વ્યાજદર ઓછો હોવાનો દાવો કરવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp