મોસંબી, લીંબુ અને નાળિયેરમાં વેપારીઓની ઉઘાડી લૂંટ, ભાવ જાણી ચોંકી જવાશે

PC: indiatvnews.com

કોરોના સંક્રમણના સમયમાં એક તરફ સેવાભાવી સંસ્થાઓ દર્દીઓ અને તેમના પરિવારજનોને મફત ભોજન આપી રહી છે ત્યારે વેપારીઓએ ઉઘાડી લૂંટ ચલાવી છે. કોરોના સંક્રમણથી બચવા માટે જે ફળોની આવશ્યકતા હોય છે તે ફળોની કૃત્રિમ અછત સર્જીને વેપારીઓએ મ્હોં માગ્યા રૂપિયા પડાવવાનું શરૂ કર્યું છે.

ગયા વર્ષે જ્યારે કોરોના સંક્રમણ થયું ત્યારે મોસંબી 200 થી 300 રૂપિયે 10 કિલોગ્રામ મળતી હતી પરંતુ આ વર્ષે માંગ વધતાં 10 કિલો મોસંબીનો ભાવ 800 થી 1200 રૂપિયા થયો છે. 30 રૂપિયે ડઝનના ભાવે મળતાં કેળાં અત્યારે 80 રૂપિયે ડઝન થયાં છે. લીંબુના ભાવ પણ કિલોએ 160 રૂપિયા થયાં છે. 30 રૂપિયામાં મળતું નાળિયેર અત્યારે 80 રૂપિયામાં મળે છે.

ગુજરાતના મોટા શહેરોમાં ફળોના ભાવ આસમાનને આંબી રહ્યાં છે. આ વેપારીઓ પર સરકારી તંત્રનો કોઇ કન્ટ્રોલ નથી. એક જ જગ્યાએ બે દુકાનમાં મળતાં ફળોની કિંમત અલગ અલગ જોવા મળે છે. ફળોની તંગી નથી પરંતુ કૃત્રિમરીતે ઓછો માલ સપ્લાય કરીને લોકોને લૂંટમાં આવે છે. હોસ્પિટલના બિછાને પડેલા દર્દી માટે ડોક્ટરની સૂચના પ્રમાણે સગાસ્નેહીઓ ફળો લેવા જાય છે ત્યારે તેમને ઉંચા દામ ચૂકવવા પડે છે.

શરીરમાં ઇમ્યુનિટી ટકાવી રાખવા માટે લીંબુ, નાળિયેર પાણી અને મોસંબીને અકસીર માનવામાં આવે છે ત્યારે વેપારીઓએ લૂંટ શરૂ કરી છે. હોલસેલ બજારમાં જે ફળો આવે છે તેની કિંમત કરતાં આ વેપારીઓ ત્રણગણી કિંમત વસૂલ કરી રહ્યાં છે.

કોરોનાની મહામારીમાં વિટામીન સી અને હાઇડ્રેઇટ રહેવા માટે લિક્વિડ લેવાની સલાહ  નિષ્ણાતો દ્રારા અપાતી હોવાથી નારિયેળ અને લીંબુના ભાવ આસમાને પહોંચ્યાં છે. અમદાવામાં  લીંબુ પ્રતિ કિલો 160 રૂપિયા તો લીલા નારિયેળ પ્રતિ નંગ 80 રૂપિયા પહોંચ્યો છે. આ સાથે સ્વાસ્થ્યવર્ધક ગણાતા ફ્રૂટસના ભાવમાં પણ તોતિંગ વઘારો જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp