શીંગના 20-25 દાણા પણ રોજ ખાઓ તો આટલા બધા થઇ શકે ફાયદા

PC: khabarchhe.com

મગફળીને ગરીબોના કાજુ તરીકે ઓળખવામાં આવે છે. આવું એટલા માટે છે કારણ કે કાજુ જેવા જ ફાયદા તે ખાવાથી થાય છે પરંતુ તેનો ભાવ ખુબ જ ઓછો છે. દરરોજ 20-25 દાણા પણ મગફળી ખાવામાં આવે તો આરોગ્ય સારૂ રહે છે તેવું વિજ્ઞાન કહે છે. તો જાણીએ શું છે મગફળી ખાવાના ફાયદા.

મગફળી ખાવાના ફાયદા

મગફળીમાં ફાયદો કરે એવા ફેટ્સ હોય છે, કોલેસ્ટ્રોલ, બ્લડ સર્ક્યુલેશન, લોહીની ઉણપ, ઉધરસ, ભૂખ ઓછી કરે, સાંધાના દુ:ખાવો, એનિમિયા, સુગર સંતુલિત કરીને વજન ઘટાડે છે. પેટની સમસ્યા, પાચન, કબજિયાતમાં રાહત.

ચામડી માટે

ચામડીના રોગો માટે કામ આવતું ઓમેગા - 6 ફેટી એસિડ મગફળીમાં હોય છે. ભારે નાસ્તો કર્યા પછી મગફળી ખવાય તો સુગરને અંકૂશ કરે છે. ચામડીના સેલ્સ માટે સારી, ચહેરાની રેખા ન પડે, રંગ જાળવે, ચમક રાખે, કરચલી વધતી નથી.

દૂધના માખણના બદલે મગફળીનું માખણ વાપરવાથી અનેક ફાયદા છે.

બદામ અને કાજુ ના બધા ગુણ છે.

પલાળેલી મગફળી બાળકોને ખવડાવવાથી યાદ શક્તિ વધે છે.

હૃદયની બીમારી સામે ફાયદો કરે છે, સ્નાયુઓને મજબૂત કરે છે.

આંખોની રોશની સારી રહે છે. આંખો માટે સારું બીટા કેરોટીન છે.

દાણા એનર્જીનો મોટો શ્રોત છે, નિયમિત 20-25 દાણા ખાવાથી મોટો ફાયદો થાય છે.

ખારી સીંગ ખાવાથી તુરંત મૂડ આવે છે.

મગજને ક્રિયાને સક્રિય રાખતું વિટામિન-બી 3 વધારે છે, જે યાદશક્તિ સારી બનાવે છે.

એન્ટિઓક્સીડેન્ટ્સ રોગ પ્રતિકારક શક્તિ વધારે એટલું હોય છે.

ગર્ભવતી મહિલાને માટે સારો ખોરાક છે.

મગફળીના દાણાને પાણીમાં પલાળી ખાવાથી ન્યુટ્રીએંટસ શરીરમાં પચી જાય છે.

પીઠના દુ:ખાવામાં સવારે પલાળી મગફળી ખાવાથી રાહત.

કેન્સરના કોષોને વધતા અટકાવે છે.

તત્વો

આયરન, કેલ્શિયમ, જિંક, વિટામિન ઈ, વિટામિન બી-6, નીયાસીન, ફોલેટ, ઓમેગા-6, ઈંડા કરતા વધુ પ્રોટીન, પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, આયર્ન, સેલેનિયમ છે. દાણામાં 426 કેલેરી, 5 ગ્રામ કોર્બોહાઈડ્રેટ, 17 ગ્રામ પ્રોટીન, 35 ગ્રામ વસા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp