ઉત્તરાયણના તહેવારની ઉજવણી દરમિયાન આ નિયમો માનવા પડશે

PC: Khabarchhe.com

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝમાં જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારતમાં કોરોના વાયરસ ફેલાયેલ છે કે જેને WHO દ્રારા વૈશ્‍વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે.જે બાબતે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે કોરોના વાયરસ ફેલાવો અટકાવવા માટે વિવિધમાર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસના સંક્રમણની ગંભીરતાને ધ્યાને લઈ સંદર્ભના હુકમથી ગૃહ વિભાગ દ્રારા આગામી તા.14-15/01/2021ના રોજ ઉત્‍તરાયણ તથા વાસી ઉત્‍તરાયણના તહેવારની ઉજવણી અન્‍વયે રાજ્યમાં હાલમાં પ્રવર્તમાનના સંક્રમણની પરિસ્‍થિતિ ઘ્‍યાને લઈ તા.09/01/2021 થી 17/01/2021 સુધી માર્ગદર્શક સુચનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેથી કોરોના વાયરસના સંક્રમણની ગંભીરતાને ઘ્‍યાને લઈ ભરૂચ જિલ્‍લામાં જાહેર હિતમાં નીચે મુજબ હુકમ કરવામાં આવે છે.

કલેક્ટર અને જિલ્‍લા મેજિસ્ટ્રેટ ડૉ.એમ.ડી.મોડીયાએ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્ટની કલમ-26(2)અન્‍વયે મળેલ સત્‍તાની રૂએ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્ટની કલમ-30 તથા કલમ-34 હેઠળ ફરમાવ્યું છે કે,

(1) કોઈપણ જાહેર સ્‍થળો/ખુલ્‍લા મેદાનો/રસ્‍તાઓ વગેરે પર એકત્રીત થઈ શકશે નહીં તેમજ પતંગ ચગાવી શકશે નહીં.

(2) પ્રવર્તમાન મહામારીની પરીસ્થિતિમાં ઉત્‍તરાયણનો તહેવાર પોતાના પરીવારના નજીકના સભ્‍યો સાથે જ ઉજવવામાં આવે તે સલાહભર્યુ છે.

(3) માસ્‍ક વિના કોઈપણ વ્‍યક્તિને મકાન/ફલેટના ધાબા/અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રીત થઈ શકશે નહીં. ત્‍યાં ઉપસ્‍થિત લોકોએ સોશિયલ ડિસ્‍ટન્‍સીંગનું પાલન અને સેનેટાઈઝરની વ્‍યવસ્‍થા ફરજિયાતપણે કરવાની રહેશે.

(4) મકાન/ફલેટના ધાબા/અગાસી કે રહેણાંક સોસાયટીના મકાનમાં ત્‍યાંના રહીશ સિવાયની કોઈ પણ વ્‍યક્તિને પ્રવેશ આપવાનો રહેશે નહીં. ફલેટ/રહેણાંક સોસાયટી સંબંધિત કોઈ પણ સુચનાઓના ભંગબદલ સોસાયટી/ફલેટના સેક્રેટરી/અધિકૃત વ્‍યક્તિઓ જવાબદાર રહેશે અને તેઓ વિરૂદ્ધ નિયમાનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(5) મકાન/ફલેટના ધાબા/અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં મોટી સંખ્‍યામાં લોકોના એકત્રીત થવા પર પ્રતિબંધ રહેશે.

(6) મકાન/ફલેટના ધાબા/અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં લાઉડ સ્‍પીકર,ડી.જે. અથવા કોઈ પણ પ્રકારના મ્‍યુઝીક સિસ્‍ટમ વગાડવાથી ભીડ એકત્રીત થવાથી સોશિયલ ડિસ્‍ટન્‍સીંગનો ભંગ થવાથી તેમજ કોરોના સંક્રમણ વધવાની શકયતા હોવાથી લાઉડ સ્‍પીકર,ડી.જે. તેમજ મ્‍યુઝીક સિસ્‍ટમનો ઉપયોગ પ્રતિબંધ રહેશે.

(7) 65 વર્ષથી વધુ વયના વયસ્‍ક વ્‍યક્તિઓ,અન્‍ય રોગોથી પીડીત વ્‍યક્તિઓ,સગર્ભા સ્‍ત્રીઓ અને 10 વર્ષથી ઓછી વયના વ્‍યક્તિઓ ઘરે રહે તે સલાહભર્યુ છે.

(8) કોઈ પણ વ્‍યક્તિ જાહેર જનતાનાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઈ પણ પ્રકારના લખાણ/સ્‍લોગન/ચિત્રો પતંગ પર લખી શકશે નહીં.

(9) નામ. સુપ્રિમ કોર્ટ/હાઈકોર્ટ તથા NGT ની સુચનાઓ અન્‍વયે ચાઈનીઝ સ્‍કાય લેન્‍ટર્ન,ચાઈનીઝ તુકકલ, સ્‍કાય લેન્‍ટર્ન,સિન્‍થેટીક/કાંચ પાયેલા માંઝા,પ્‍લાસ્‍ટીક દોરી વિગેરે પર પ્રતિબંધ રહેશે. આ અંગે ગૃહ વિભાગના તા.29/12/2020 ના પત્ર ક્રમાંક : વિ-2/ડી.એસ.એમ./132016/

 હા.કો.02 (પા.ફા.) થી અપાયેલ સુચનાઓનો તથા આ અંગે અત્રેથી જાહેર કરવામાં આવેલ જાહેરનામાનો ચુસ્‍તપણે અમલ કરવાનો રહેશે.

(10) જે વ્‍યક્તિઓ જિલ્‍લાના જુદા જુદા સ્‍થળોએ આવેલ પતંગ બજાર-દુકાનની વિગેરેની મુલાકાત લે ત્‍યારે તેઓએ COVID-19 સંબંધી દિશાનિર્દેશોનો ચુસ્‍તપણે અમલ કરવાનો રહેશે અને વ્‍યક્તિઓની સંખ્‍યા મર્યાદિત રહે તે માટે પોલીસ કર્મચારીઓને સહકાર આપવાનો રહેશે.

(11) COVID-19 અંગે રાજ્ય સરકાર તથા કેન્‍દ્ર સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલ જાહેરનામા/ માર્ગદર્શક સુચનાઓનું ચુસ્‍તપણ પાલન કરવાનું રહેશે.

(12) ગૃહ વિભાગના તા.09/10/2020 ના હુકમ ક્રમાંકઃવિ-1/કઅવ/102020/482 થી આપવામાં આવેલ દિશાનિર્દેશોનો ચુસ્‍તપણે અમલ કરવાનો રહેશે.

આ જાહેરનામુ તા.09/01/2021 થી તા.17/01/2021(બંનેદિવસો સહિત) સુધી અમલમાં રહેશે. આ જાહેરનામું સમગ્ર ભરૂચ જિલ્‍લાના મહેસુલી વિસ્‍તાર(નગરપાલિકા વિસ્‍તાર સહિત)માં અમલમાં રહેશે.

આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્‍યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 તથા નેશનલ ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્ટ-2005 ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. ભરૂચ જિલ્‍લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક થી હેડ કોન્‍સ્‍ટેબલ સુધીનો હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે એમ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ - ભરૂચે એક જાહેરનામા ધ્વારા જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp