હોળી-ધૂળેટીના તહેવારને લઈને સુરત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

PC: 25hournews.com

આગામી હોળી તથા ધૂળેટીના તહેવારોને ધ્યાને લેતા રંગ છાટવા બાબતે જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઇ રહે તથા કોમી એખલાસભર્યો માહોલ જળવાઇ રહે, તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરકરાર રહે તે માટે સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી.વસાવાએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે અનુસાર સમગ્ર સુરત શહેર સિવાયના સુરત(ગ્રામ્ય) વિસ્તારમાં હથિયારબંધી ફરમાવી, સુરૂચીનો ભંગ થાય તેવા કોઇ પણ કૃત્ય કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લેતા હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે. હોળીની પ્રદક્ષિણા સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. પરંતુ હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ન થાય અને કોરોના સંબંધમાં પ્રવર્તમાન ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે.

ધૂળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામુહિક કાર્યક્રમનું આયોજન કરી શકાશે નહી. આ હુકમ તા.25/03/2021 થી તા.3/4/2021 સુધી અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે સરકારી કામકાજ અર્થે ફરજના ભાગરૂપે હથિયાર લઈ જઈ શકાશે. અન્યથા આ હુકમનો ભંગ કે ઉલ્લધંન કરનાર શિક્ષાને પાત્ર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp