ઇજિપ્તની રાણી ગધેડીના દૂધથી નહાતી હતી, હાલારી ગધેડીનો આ અહેવાલ વાંચી વિશ્વાસ થશે

PC: newstracklive.com

ગુજરાતમાં હાલારી ગધેડી ગૌરવરૂપ બની છે. ભારતની ત્રણ જાતિઓની નોંધણી કરવામાં આવી છે, જેમાં સ્પિતી, હાલારી અને કચ્છી. એવી ઘણી સ્વદેશી જાતિઓ હજી સુધી સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી નથી. 7 વર્ષમાં વસતી 70 ટકા ઘટી રહી હોવાથી તે હવે લુપ્ત બની જશે. ઇતિહાસમાં નોંધ છે કે ગ્રીસની રાણી ક્લિયોપેટ્રા પાસે 700 ગધેડીઓ હતી અને તેના દૂધથી જ તે નહાતી હતી. જેને કારણે તે દુનિયાની સૌથી સ્વરૂપવાન યુવતી હતી. હવે હાલારી ગધેડીની વાત વાંચો. 

નવી ઓલાદ

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા ગુજરાતના ગધેડાને રાષ્ટ્રીય માન્યતા આપીને નવી ઓલાદમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હાલારી (INDIA_DONKEY_0400_HALARI_05002) કાળા પટ્ટા અને સફેદ શરીર અને બહિર્મુખ સફેદ કપાળ હોય છે.  મજબૂત બાંધો અને વિશાળ કદ છે. 2019-20ના ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ સત્તાવાર અહેવાલમાં આ જાહેરાત હમણાં કરવામાં આવી છે.

નરની સરેરાશ ઉંચાઈ 108 સે.મી. અને અંદરની છે. માદા 107 સે.મી., નરમાં શરીરની સરેરાશ લંબાઈ 117 સે.મી. અને માદા 115 સે.મી. તેઓ ખૂબ નમ્ર અને છે. પશુપાલકો સ્થળાંતર દરમ્યાન પ્રાણીઓ તરીકે વપરાય છે. ગધેડા ગાડામાં જોડીને પરિવહન માટે કામ આવે છે. માલ વાહન માટે તેનો ઉપયોગ થાય છે. માલ સામાન લઈ જવા માટે ઉપયોગમાં લે છે. હાલારી ગધેડા ખડતલ હોય છે. સ્થળાંતર દરમિયાન દિવસમાં લગભગ 30-40 કિ.મી. ચાલે છે. હાલારી ગધેડા નાના ઘોડા જેવા અને ભાર સહન કરવાની સારી ક્ષમતા છે.

હાલારી ગધેડા

હાલારી ગર્દભ જામનગર જિલ્લામાં આવેલા હાલાર વિસ્તારમાં છે. રંગે પૂરા સફેદ છે. સરેરાશ ઊંચાઇ 108 સેન્ટિ મીટર અને સરેરાશ લંબાઇ 116 સેન્ટિ મીટર છે. સરેરાશ વજન 143 કિલો અને સૌથી વધું વજન 251 કિલો છે.

24 પ્રાણીઓની માન્યતા

અગાઉ વર્ષોમાં ગુજરાતમાં કચ્છની બન્ની ભેંસ, ખારાઇ ઊંટ અને કચ્છી-સિન્ધી અશ્વ સહિતની નવી જાતોને રાષ્ટ્રીય માન્યતા અપાઇ હતી. ગધેડાની નવી ઓળખ સાથે ગુજરાત દેશમાં રાજસ્થાન પછી બીજા નંબરનું સૌથી વધારે 24 પશુ ઓલાદ ધરાવતું રાજ્ય બન્યું છે.

વિશ્વમાં 178 પ્રકારના ગધેડા છે.  જેમાં હાલારી સૌથી વિશિષ્ટ અને અલગ તરી આવતી જાત છે. હાલારી જેવા સંપૂર્ણ સફેદ, ઊંચી કાઠી, લાંબા ગધેડાં સમગ્ર વિશ્વમાં બીજે ક્યાંય નથી. હાલારી જાત માન્યતા પ્રાપ્ત ગધેડાની ત્રીજી જાત છે.  સામાન્ય ગધેડા કરતાં દોઢ ગણાં ઊંચા અને ઘોડાથી થોડા નીચા હોય છે.

આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલનું શ્રેષ્ઠ કામ

જામનગર, દ્વારકા, મોરબીમાં જોવા મળે છે. ભરવાડ, રાવળ, કુંભાર સમુદાયના લોકો હાલારી ગર્દભને ઉછેર કરતાં આવ્યા છે. હવે હાલારી ગર્દભ માત્ર 1500 જેવા છે. હાલારીની બ્રિડ પ્રોફાઇલ તૈયાર કરીને ભારત સરકારના National Bureau of Animal Genetic Resources,(NBAGR) કર્નાલને મોકલી હતી. આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના પશુ પાલન - વેટનરી કોલેજના એનીમલ જીનેટીક વિભાગ દ્વારા સંશોધન થયું છે. તેમણે બે ગધેડાનું સંશોધન શરૂ કર્યું હતું. 5 વર્ષ સુધી સંશોધન થયું હતું. એનિમલ જીનેટીક વિભાગના પ્રો. ડો. ડી. એન. રાંક, આર એસ જોષીએ સારું કામ કર્યું છે.

દૂધ ઔષધ

હાલારી ગધેડીનું દૂધ માણસ દોહી શકે છે. તેના દૂધમાં ઔષધિય ગુણ છે. તેથી દવામાં ઉપયોગી છે. હાલારી ગધેડીના દૂધનો મેડીકલ ઔષધિમાં ઉપયોગ કરવા માટે હરિયાણાના ઈસાર સંશોધન કેન્દ્રના વિજ્ઞાનીઓ સંશોધન કરી રહ્યા છે. ગુજરાતમાં ચાણસ્મા ખાતે હાલાકી પ્રજાતિના 34 ગધેડા હતા. જેમાંથી 11 ગધેડા સંશોધન માટે બિહારના ઇસાર સંસ્થાને આપવામાં આવ્યા છે. માલધારી લોકો ગધેડીનું દૂધ વાપરતાં નથી.

એશિયન જર્નલ ઓફ ડેરી એન્ડ ફૂડ રિસર્ચમાં વર્ષ 2019માં પ્રકાશિત એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે હાલારી ગધેડાના દૂધમાં ભેંસ અને બકરી જેવા દુધાળા પ્રાણીઓ કરતા વધુ એન્ટીઓકિસડન્ટો અને વિટામિન સી હોય છે.

ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે પેરૂ અને ચીન, સર્બિયામાં તેની રેસ્ટોરાંની સાંકળ માટે ગધેડાના દૂધમાં રસ દર્શાવ્યો હોવાનો અહેવાલ આપ્યો છે. સફેદ રંગની એક કિલોગ્રામ જાડા ચીઝ રૂપિયા 85,000માં વેચે છે.

કેટલીક વખત અસ્થમા, શ્વાસનળીનો સોજો, ડાયાબિટીઝ, એબ્રોસિસ, ક્ષય રોગ અને ગેસ્ટ્રિક અલ્સર જેવા ઉપયોગમાં લેવાય છે.

નાના બાળકો અને ડાયાબિટીસના દર્દીઓ ગાયનું દૂધ સેવન કરી શકતા નથી. ગર્દભ દૂધ વિકલ્પ હોઈ શકે છે

ઔષધિય ચોકલેટ બનશે

હાલારી ગધેડીના દૂધમાંથી ઔષધિય ચોકલેટ બનાવવામાં આવશે. એક ગધેડી એક વખત 200થી 250 ગ્રામ દૂધ આપે છે. જેનો ભાવ એક લિટરના રૂપિયા 700ના ભાવે વેચવામાં આવે છે.

બીજા દૂધથી એલર્જી

ભેંસ અને ગાયના દૂધથી લોકોને એલર્જી અને અનેક પ્રકારના પાચનના રોગો થઈ રહ્યાં હોવાનું બહાર આવ્યું છે. હવે ગધેડાનું દૂધ રોગને દૂર કરવા ખરીદીને પીવે છે.

ડેરી થશે

એનઆરસીઇ દ્વારા બિહારમાં હાલારી ગધેડીના દૂધની ડેરી શરૂ થશે. તેમની પાસે ગુજરાતથી 11 ગધેડા મોકલાયા છે.  ત્યાં તેની વસતી વધારવા માટે કાર્યક્રમ હાથ ધરાયો છે. હિસ્સારમાં દૂધ પર સંશોધન કરાયા બાદ નક્કી કરાયું છે.

જામનગરના લોકો તેના દૂધની શક્તિની ખબર ન હતી. હવે ખબર પડી એટલે રાતોરાત તેના દૂધના ભાવ વધી ગયા છે. વેચાતું ન હતું તે હવે તે એક અજાણી વ્યક્તિ દ્વારા રૂપિયા 7 હજાર આપવામાં આવ્યા છે. જોકે કાયમી ધોરણે એટલો ભાવ મળી શકે તેમ નથી.

ડેરી રિસર્ચ

કરનાલમાં નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટયુટના વિજ્ઞાનીઓ સંશોધનમાં મદદ કરી રહ્યાં છે. નેશનલ સેન્ટર ઓન ઈકવાઈન્સ (એનઆરસીઈ - ઘોડા પરનું  રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર) ઓગસ્ટ મહિનામાં ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી થોડા હાલારી ગધેડાને  સંશોધન માટે તેના બિકાનેર ફાર્મમાં લાવ્યું હતું.

રોગ

બાળકોના ઊંટાટીયા રોગના ઇલાજ માટે દૂધ હાલ જામનગરમાં વાપરવામાં આવે છે. ઊંટાટીયા એટલે કે મોટી ઉધરસ માટે તે અકસીર છે.   આ દૂધથી એલર્જી થતી નથી. એન્ટી ઓક્સિડન્ટ તત્વો મોટા પ્રમાણમાં છે. રોગપ્રતિકાર શક્તિ વધારે છે. કેન્સર, જાડા પણું, એલર્જી માટે આ દૂધ સારું માનવામાં આવે છે. ગામડાંમાં બાળકોના પાચનના રોગોમાં ગધેડીનું દૂધ પિવડાવવામાં આવે છે.  

હાલાર પ્રદેશ

હાલાર પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં કચ્છના અખાતને અડીને દ્વારકા, ગોંડલનો, વાંકાનેર, ધ્રોળ, રાજકોટ, જામનગર, મોરબીના કેટલાંક ભાગને હાલાર પ્રદેશ કહેવાય છે. 19365 ચોરસ કિલો મિટરનો વિસ્તાર છે. દરિયાના અનેક ટાપુ તેમાં આવી જાય છે. ઓખાની પૂર્વે કચ્છના અખાતના દરિયા કાંઠે, પર્વતમાળા, બરડો ડુંગરનો ભાગ હાલાર છે. કચ્છના રાજા જામ હાલાનું નામ રાખવા હલાવાડ પાડવામાં આવ્યું હતું. જે પાછળથી હાલાર થયું.

નામશેષ

જામનગર અને દ્વારકામાં માલધારીઓ પાસે હવે ફકત 662 ગધેડા બચ્યા છે. 5 વર્ષમાં તે નામશેષ થઈ જવાની અણી પર ગધેડા હતા.

સહજીવન સંસ્થા

ભૂજની સ્થિત સહજીવન સંસ્થા 5 વર્ષથી ગધેડાને બચાવવા માટે કામ કરે છે. તેના ડાયરેક્ટર રમેશ ભટ્ટી દ્વારા પશુપાલન વિભાગ-ગાંધીનગરને એક વિસ્તૃત દરખાસ્ત રજૂ કરાઈ હતી. હવે ગધેડીની માંગ વધી છે. સહજીવન, પશુપાલન વિભાગ, આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા ગધેડા માટે કામ થયું છે. 2015 બાદ 2020માં સરવે કરાયો ત્યારે હાલારમાં ગધેડાની સંખ્યા માત્ર 662 અને સૌરાષ્ટ્રમાં 1573 વસતી છે.

દૂધ કેવું

બકરી, ઊંટડી, ભેંસ, ગાયના દૂધ કરતાં એની ગુણવત્તા વધુ સારી છે. એમાં ફેટનું પ્રમાણ નહિવત છે. વધતી ઉંમરની અસર અટકાવી રાખે છે. શરીરના ઘસારા સામે અને રોગોમાં ફાયદાકારક છે. બાળકોની પાચનશક્તિ સુધારવા માટે કામ આવી શકે છે. ચામડીને મુલાયમ બનાવીને તેને બીમારી ઓછી કરે છે. દ્વારકા પંથકમાં રબારી માલધારીઓ ગધેડીનું દૂધ પીવે છે. કર્ણાટક ગામોમાં બાળકોને બીમારીથી બચાવવા માટે એક ચમચી દૂધના રૂ.50થી 100 લઈને દૂધ પિવડાવે છે.

ઍન્ટિ-ઍજિંગ, ઍન્ટિ-ઑક્સિડન્ટ અને રીજેનેરેટિંગ કંપાઉન્ડ્સ હોય છે. જે ત્વચાને પોષણ આપવાની સાથે તેને મુલાયમ બનાવવામાં કામ આવે છે. દૂધ માણસના દૂધ જેવું છે, જેમાં પ્રોટીન અને ચરબીની માત્રા ઓછી હોય છે પરંતુ લેક્ટૉસ વધારે હોય છે. ગધેડી અને ઘોડીના દૂધમાં પ્રોટીન એવું છે કે જે લોકોને ગાયના દૂધથી ઍલર્જી હોય તેમના માટે આ ખૂબ સારું છે. તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે આ જલદી જ ફાટી જાય છે પરંતુ તેનું પનીર બની શકતું નથી. સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠનના મતે ગધેડીના દૂધમાં કોશિકાઓને વ્યવસ્થિત કરવા અને પ્રતિરોધક ક્ષમતા વધારાવાના ગુણ છે.

 હિસારમાં દૂધની ડેરી

એનઆરસીઇએ હરિયાણાના હિસારમાં તેના મુખ્ય મથક પર ગધેડાની ડેરી સ્થાપવાની યોજના સૂચવી. ગધેડાની દૂધની ડેરી દેશમાં ખુલવા જઈ રહી છે. નેશનલ રિસર્ચ સેન્ટર (એનઆરસીઇ) જલ્દીથી હરિયાણાના હિસારમાં ગધેડા દૂધની ડેરી શરૂ કરવા જઈ રહ્યું છે. દૂધ દવાઓનો ખજાનો માનવામાં આવે છે. ગધેડા દૂધ પર સંશોધન કાર્ય એનઆરસીઈના ભૂતપૂર્વ ડિરેક્ટર ડો. એનઆર ત્રિપાઠી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. 

ગુજરાતમાં દૂધની ડેરી

આદ્રવિક ફૂડ પ્રાઈવેટ કંપનીએ હાલારમાં સહજીવન સંસ્થાની મદદથી ગુજરાતમાં ગધેડીના દૂધની ડેરી સ્થાપવા તૈયારી શરૂ કરી છે. ગધેડીના દૂધનો પાઉડર બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. 100-લિટરની  ડેરી શરુ કરવાનો વિચાર કરી રહી હોવાનું કહેવાય છે. આ કંપનીએ 2016માં કચ્છમાં ઊંટડીના  દૂધની 1000-લિટરની  ડેરી શરૂ કરી હતી. આદ્વિકે કોઈક સંશોધન માટે પશુપાલકો પાસેથી 12 થી 15 લિટર દૂધ ખરીદ કરેલું હતું. માલિકોને લિટરદીઠ 125 રૂપિયા ચૂકવેલા હતા. આ રકમ ઓછી છે. કાયમ કોઈ રૂપિયા 7000 આપે તેમ નથી.

દૂધ માટે સરવે

આદ્વિક ફૂડ્સના ફાઉન્ડર હિતેશ રાઠી સહજીવન સંસ્થા સાથે ગુજરાતમાં હાલારી ગધેડીના દૂધ મેળવવા માટે સરવે કરી રહ્યાં છે. બજાર ઊભું કરવા માટે અભ્યાસ કરે છે. જો ઊંચો ભાવ જશે તો વિકાસ નહીં થાય. ગુજરાતમાં ગધેડીના દૂધનો કોઈ ઉપયોગ કરતાં નથી. રાજસ્થાનની કંપનીએ ગુજરાતમાં ડેરી બનાવવામાં રસ દાખવ્યો છે.  

ગધેડાની 30 હજાર કિંમત

અમદાવાદના ધોળકાના વૌઠામાં ગધેડાની લે-વેચ માટે દર વર્ષે મેળો ભરાઈ છે. દેશાવર પ્રજાતિનું ખરીદ-વેચાણ થાય છે. વૈઠામાં સૌથી ઊંચી બોલી રૂપિયા 25થી 30 હજાર લેખે હાલારી ગધેડાની હોય છે. ભારતમાંથી આ ગધેડી ખરદવા માટે હાલારમાં આવે છે. જેનો ભાવ ગીર ગાય કરતાં પણ વધી જશે. કારણ કે તેની માંગ વધું છે. દેશના ધનપતિ લોકો જો હાલારી ગધેડા ખરીદી લેશે તો સૌરાષ્ટ્રમાંથી નામશેષ થઈ જશે.

સંવર્ધન કેન્દ્ર બનશે

ઉત્તર ગુજરાતના ચાણસ્મા ખાતે હાલારી ગધેડાનું સંવર્ધન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં 34 ગધેડા રાખવામાં આવ્યા છે. જ્યાં વસતી વધારવાનું કામ થશે.

વસતી ઘટી

18,176 વર્ગ કિલોમીટર વિસ્તારમાં લગભગ 1112 ગધેડા છે. ગઘેડાની આ પ્રજાતિ 200 વર્ષથી હાલાર વિસ્તારમાં રહે છે. ગુજરાતના 11 તાલુકાઓમાં હાલારી ગધેડાની વસતી 2015માં 1112 હતી તે ઘટીને 2020માં 662 થઈ ગઈ છે. હાલારી માલધારીઓ 254 હતા તે ઘટીને 189 થઈ ગયા છે.

ગધેડાંની સંખ્યામાં 2012ની સરખામણીએ 61 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. 2012માં પશુઓની ગણતરીમાં જ્યાં ગધેડાની સંખ્યા 3.2 લાખ હતી ત્યાં 2019ની ગણતરીમાં તે 1.2 લાખ થઈ ગઈ છે. 20મી પશુધન ગણતરી પ્રમાણે  ભારતમાં ગધેડાની વસ્તી 2012માં 3.30 લાખથી 62 ટકા ઘટીને 2019માં 1.20 લાખ થઈ ગઈ છે.  5 વર્ષ દરમિયાન તમામ પ્રકારના ગધેડાંની વસ્તીમાં 40.47 ટકાનો ઘટાડો થયો છે.

સૌંદર્ય

સુંદર દેખાવા મહારાણીઓ ગધેડાના દૂધથી નહાતી હતી. યુવાન દેખાવા માટે દૂધ વપરાય છે. સૌદર્ય પ્રસાધન બનાવતી કંપનીઓ તેની માંગ વધારી રહી છે. અત્યાર સુધી તેનો કોઈ બજાર ન હતું. બ્યુટી વધારવા ઉપરાંત સાબુ, સૌંદર્ય ઉત્પાદન કરાશે. જેનાથી ચામડી ચમકીલી અને કરચલી પડતી અટકાવી શકાશે. સુંદરતા વધારવા સાબુ,શેમ્પુ , બોડી લોશન જેવી બ્યુટી પ્રોડક્ટસ બને છે.

કંપનીએ સાબુ બનાવ્યો

ઓર્ગેનિકો કંપનીએ ગધેડીના દૂધમાંથી બનેલા સાબુ બનાવેલા છે. સાદી ગધેડીનું દૂધ આ કંપની રૂપિયા 2 હજારનું એક લિટર ખરીદે છે. હવે તે હાલારી ગધેડીનું દૂધ ખરીદશે. એક ગધેડી દિવસમાં 1 કે 2 લિટર દૂધ આપે છે. ક્રીમ, મૉશ્ચુરાઇઝરની બજારમાં માગ છે અને આજે ભારતમાં અનેક મહિલાઓ ગધેડીના દૂધમાંથી બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરી રહી છે. 100 ગ્રામ સાબુનો ભાવ 500 રૂપિયા જેટલો હોય છે અને ખરીદનારો એક ખાસ વર્ગ છે. દૂધમાં ઇજિયો નામનુ તત્વ છે તે ચામડીની તંદુરસ્તી જ નહીં, સુંદરતા વધારે છે. 

તાલીમ

ગધેડીના ઉછેર, દૂધ દોહવા, કાળજી, હાઈજીન, શુદ્ધ ઓલાદની જાળવણી માટે માલધારીઓને તાલીમ આપવી પડે તેમ છે.

વશરામ સોંડા ટોયટા

ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગામના માલધારી વશરામ સોંડા ટોયટા 5 પેઢીથી ઘેટા-બકરાની સાથે  40 હાલારી ગધેડા રાખે છે. 100થી 150 વર્ષથી પેઢી દર પેઢી પરંપરા જાળવી રાખતા આનંદ થાય છે. માલધારી પરિવાર કયારેય ગધેડીના દુધનું વેચાણ કરતા નથી. 3 પેઢીથી 40 નર અને માદા હાલારી ગધેડા છે. તેમની પાસે મધ્ય પ્રદેશથી ગધેડીનું દૂધ લેવા એક માણસ આવેલો હતો. કોણ હતું તેનું નામ નથી જાહેર થયું. પોતે ઉપયોગ કરતાં નથી. જે બાળકો માટે માંગે તેને મફત આપે છે.

રબારી અને ભરવાડ સમુદાય જ હાલારી ગધેડાં રાખે છે. ખોલાભાઈ પાસે 45 ગધેડા છે.

ખોલાભાઈ  જુજુભાઈ  અને હમીર હાજા ભુડિયા ભાઈઓ પાસે 25 હાલારી ગધેડાં છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીના ચનાભાઇ રૂડાભાઇ ભરવાડ પાસે હાલારી છે.

પોરબંદરના પરવાડા ગામના રાણા  ગોવિંદભાઈ ભરવાડ હાલરી રાખતાં હતા હમણાં 20 હાલારી વેંચી દીધા અને હવે માત્ર 5 ગધેડાં રહ્યાં છે. હાલારીને સાચવવા હવે મુશ્કેલ છે.

માલધારીનો સામાન

ગધેડાં નહિવત આવક પેદા કરે છે. આવક ન થતાં હાલારી ગધેડાં રાખવા મુશ્કેલ છે. મોટા ભાગે એક સ્થળેથી બીજા સ્થળે જતાં માલધારીઓ પોતાનો માલસામાન આ ગધેડા પર લાદીને તેની સાથે 4 – 5 ગધેડા રાખે છે. હાલારી ગધેડા બોજ સાથે 30-40 કિલો મીટર એક દિવસમાં ચાલી શકે છે. સૌરાષ્ટ્રના સફેદ રંગના હાલારી ગધેડાં  મજબૂત, સ્નાયુબદ્ધ બાંધાના  હોય છે અને પશુપાલકોના સ્થળાંતર દરમિયાન બોજ વહન કરતા દિવસના  30-40 કિલોમીટર ચાલે છે.

ચરિયાણ ન રહ્યાં

ગધેડા ચરાવવા માટે જમીન રહી નથી. ચરાઉ જમીન હવે વાવેતર હેઠળ છે. જંગલની જમીન પર ગધેડા ચરાવી શકાતા નથી. હાલારી ગધેડાને સંભળવા અઘરું કામ છે. તેમની પ્રકૃતિ ખરાબ હોય છે. તેમની સંખ્યા ઝડપથી વધતી નથી. અનિયમિત વરસાદ છે. તેથી મરી જાય છે. બીજા પશુઓની આવક ઘટતી જતી હોવાથી હાલારી રાખી શકાતા નથી. યુવાન માલધારીઓને પશુપાલનમાં રસ નથી. સ્થળાંતરમાં વજન ઉપાડવા સિવાય હાલારીનો કોઈ ઉપયોગ નથી. હવે નાના ટેમ્પો રાખતાં થયા છે. સમાજમાં ગધેડાને કોઈ સ્થાન નથી. તેને લાંછનના રૂપમાં જોવામાં આવે છે. પાલતુ પશુ ઘટે એટલે હાલારીને વેંચી મારે છે. ખાણ, રેતી, કાંકરા અને ગાડાં ખેંચવા ગધેડાનો ઉપયોગ ઘટ્યો છે. બિમાર પડે તો કોઈ કાળજી રાખતું નથી.

ગધેડાની કૂલ વસતી

ભારતમાં 1956માં 1.10 મિલીયન ગધેડા હતા. 1972માં 1 મિલીયન, 1997માં 0.88 મિલીયન, 2003માં 0.65 મિલીયન, 2012માં 0.32 અને 2019માં 0.12 મિલીયન ગધેડાની વસતી હતી. 2003થી 2007 વચ્ચે 32.64 ટકાનો ઘટાડો થયો હતો.  2012થી 19ની વચ્ચે 61.23 ટકાનો ઘટાડો થયો છે.

ગુજરાતમાં તમામ પ્રકારનાની કુલ વસતી 11286 છે. ગધેડા છે તેમાં 3 વર્ષથી નીચેના 1865, 3 કે તેથી ઉપર 4504 નર છે. માદામાં 3થી નીચે 1623 અને 3 કે તેથી ઉપર 3294 છે. કુલ માદા 4917 છે. નર 6369 છે. આમ માદા ઓછી છે. ગુજરાતમાં 11.29 હજાર ગધેટાની વસતી છે. જેમાં 11 ટકા હાલારી છે. ગુજરાતમાં 2012 અને 2019 વચ્ચે 70.94 ટકાનો ઘટાડો થયો છે. જે સમગ્ર ભારતમાં રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પછી આવે છે.

ખેડા, કચ્છ, વડોદરા, સાબરકાંઠામાં ક્રમ પ્રમાણે સૌથી વધું વસતી છે. સરકાર પ્રોત્સાહન આપતી નથી. ગધેડાં ઉકરડા કે કચરાના ઢંગ ફ઼ફોંસીને ખોરાક મેળવે છે. હાલારી ગધેડા માલધારીઓ સાથે કે જે ઘેટાં-બકરાં ચરાવે છે. તે પશુપાલકોના પરિવાર સાથે રહેતા હોય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp