દીપિકા પાદૂકોણની આ બેગની કિંમત સાંભળીને ઊડી જશે હોંશ

PC: aajtak.in

દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહ પોતાના ફેશનને લઈને લોકોને ચોંકાવતા રહે છે. આ વખતે દીપિકા પાદૂકોણની હેન્ડબેગની કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો. નોંધનીય છે કે રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા, જ્યાં દીપિકાની હેન્ડબેગે બધાનું ધ્યાન ખેચ્યુ હતું. આ બેગની કિંમતથી તમે બે iPhone ખરીદી શકો છો. સૌથી પહેલા વાત કરીએ દીપિકા પાદૂકોણની ડ્રેસિંગની તો તેણે ઓવર સાઈઝ બટન ડાઉન પુલોઓવર શર્ટમા હાઈ રાઇઝ ફ્લેયર્ડ પેન્ટ્સ સાથે પેર કર્યું હતું. તેની સાથે જ તેણે લોંગ ટ્રેચ કોટ કેરી કર્યો હતો. આ લુકમાં દીપિકા પાદૂકોણ સુંદર લાગી રહી હતી.

તેણે પોતાના કપડાં મેચ કરતાં બેઝ કલરનું માસ્ક પહેરી રાખ્યું હતું. સાથે જ લેસ-અપ લેધર પ્લેટફોર્મ ફૂટવેર પહેર્યા હતા. તેના આ કંપલીટ ચીક લુકને તેની હેન્ડબેગ બધુ નિખાર આપી રહી હતી. દીપિકાએ Bottege Veneta The Cassette bag લીધી હતી. તેની કિંમત અમેરિકી ડોલરના હિસાબે 3800 USD છે, જે ભારતીય ચલણના હિસાબે 2 લાખ 78 હજાર 902 રૂપિયા છે. આ ભારેભરકમ કિંમતમાં આપણે બે iPhone 12 pro ખરીદી શકીએ છીએ, જેની કિંમત 1 લાખ 19 હજાર રૂપિયાની આસપાસ છે.

તો રણવીર સિંહ પણ યુનિક ફેશન અંદાજમાં નજરે પડ્યો. તેણે ચેક પ્રિન્ટ સ્વેટર અને પેન્ટ્સ સાથે બેઝ ડાઉન ટ્રેચ કોટ પહેર્યો હતો. પોતાના લુકને તેણે બ્રેઉન લેસ-અપ સ્નીકર્સ, બેઝ માસ્ક, સનગ્લાસીસ અને બેસબોલ કેપથી કંપલીટ કર્યો હતો. રણવીર સિંહે Louis Vuitton ટ્રાવેલ બેગ કેરી કરી હતી. એ પણ દુનિયાની જાણીતી અને મોંઘી બ્રાન્ડમાંથી એક છે. સેલિબ્રિટીઓ વચ્ચે આ બ્રાન્ડ ખૂબ જ પોપ્યુલર છે. જો દીપિકા પાદૂકોણના વર્ક ફ્રન્ટ પર વાત કરીએ તો તો પાછલા દિવસોમાં ગોવામાં પોતાની અપકમિંગ ફિલ્મની શૂટિંગ પર ગઈ હતી.

શકુન બત્રાની આ ફિલ્મમાં દીપિકા સિવાય સિદ્ધાર્થ ચતુર્વેદી અને અનન્યા પાંડે પણ નજરે પડશે. આ સિવાય દીપિકા પાદૂકોણ જલદી જ સાઉથ સુપરસ્ટાર પ્રભાસ સાથે પણ નજરે પડશે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર આ અપકમિંગ પ્રોજેક્ટની બાબતે જણાવ્યું હતું. પ્રભાસ સાથે દીપિકાની આ પહેલી મૂવી છે, જેને અલગ અલગ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp