બે વર્ષના રિસર્ચ પછી આમીર ખાને રોકી દીધું મહાભારત પર કામ, જાણો શું છે કારણ

PC: indiatvnews.com

બોલિવુડ એક્ટર આમીર ખાનને મિસ્ટર પરફેક્શનિસ્ટ પણ કહેવામાં આવે છે કારણ કે તે પોતાના કામને સંપૂર્ણ પરફેક્શન સાથે કરવામાં વિશ્વાસ રાખે છે. આમીર પોતાની દરેક ફિલ્મ અને દરેક પાત્રની નાનામાં નાની ડિટેઈલ્સ પર કામ કરે છે જેથી તેનાથી થઈ શકે તેટલું હકીકતની નજીક લાવી શકવામાં આવી શકે. છેલ્લા કેટલાંક મહિનાઓથી આમીર ખાન પોતાની અપકમિંગ ફિલ્મ મહાભારતને લઈને ચર્ચામાં બનેલો હતો.

જોકે હવે ખબર છે કે આશરે 2 વર્ષ સુધી ઘણું રિસર્ચ કર્યા પછી આમીરે આ પ્રોજેક્ટને હાલ માટે ટાળી દીધો છે. પરંતુ આખરે એવું કયું કારણ છે જેના લીધે આમીરે પોતાના મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટને હાલમાં હોલ્ડ પર રાખવાનો નિર્ણય લીધો છે. બોલિવુડ હંગામાના એક રિપોર્ટ પ્રમાણે, મહાભારતી શૂટિંગ ટાળવાનું કારણ માત્ર આર્થિક નથી પરંતુ તેમાં ઘણા પેંચ છે.

રિપોર્ટ પ્રમાણે, આમીર ખાન પોતાની લાઈફના 2 વર્ષ એક વેબ સીરિઝને બનાવવામાં બગાડવા નથી ઈચ્છતો. તે ઈચ્છે છે કે સિતારોથી ભરેલી કોઈ ફીચર ફિલ્મમાં તેઓ ટૂંક સમયમાં પોતાની હાજરી નોંધાવશે, જેનું નિર્દેશન કોઈ ભરોસાપાત્ર નિર્દેશકે કર્યું હોય. માલૂમ હોય કે આમીર ખાન છેલ્લે ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ આશરે 3 વર્ષ પહેલા આવી હતી અને ત્યાર પછી આમીર ખાનની કોઈ ફિલ્મ આવી નથી.

 
 
 
View this post on Instagram

A post shared by Aamir Khan (@_aamirkhan)

આમીરે કહ્યું છે કે આ મહાભારતને બનાવવાનો સાચો સમય નથી. જણાવી દઈએ કે મહાભારત જેવી વ્યાપક સ્ટોરીને એક ફિલ્મમાં સમાહિત કરવાનું ઘણું મુશ્કેલ કામ છે આથી મેકર્સે તેને એક વેબ સીરિઝ તરીકે બનાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ પ્રોજેક્ટથી ઘણા બધા વિવાદોનો પણ જન્મ થવાની સંભાવના જતાવવામાં આવી રહી છે જેને લીધે આમીર ઘણું ધ્યાન રાખીને આગળ વધી રહ્યો છે. આમીર ખાને થોડા સમય પહેલા જ તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ પૂરુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર ખાન અને મોના સિંહ જોવા મળશે. આ ફિલ્મ ક્રિસમસ 2020માં રીલિઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે આમ થઈ શક્યું ન હતું. જેને હવે 2021ના ક્રિસમસ વખતે રીલિઝ કરવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp