નેટફ્લિકસ સીરિઝ 'ધ ક્રાઉન'નો ગોલ્ડ ગ્લોબ ઍવોર્ડમાં દબદબો, UKના ક્વીનની છે કહાની

PC: youtube.com

78મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ વર્ચુઅલ રીતે ચાલી રહ્યો છે. કોરોના મહામારીના કારણે આમ કરવામાં આવ્યું છે. શોને ટીના ફે અને એમી ફોલરે હોસ્ટ કર્યોં હતો. ગોલ્ડન ગ્લોબ એવોર્ડના વિજેતાઓના નામ સામે આવ્યા છે. વિજેતાઓની લિસ્ટમાં વેબ સીરિઝ ‘ધ ક્રાઉન’ અને શીટ્સ ક્રિકે બાજી મારી છે. ટીવીની ડ્રામા સીરિઝમાં નેટફ્લિક્સની ધ ક્રાઉન’ને બેસ્ટ સીરિઝ, બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસ સહિત 6 નોમિનેશન મળ્યા છે. ફિલ્મ નોમેડ લેન્ડને બેસ્ટ પિક્ચર ડ્રામા શ્રેણીમાં પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યો છે.

આ એક એવી મહિલાની કહાની છે જે નોકરી છૂટ્યા બાદ પશ્વિમી અમેરિકાની યાત્રાએ નીકળે છે. આ સફરમાં તેને જીવનના કેટલાક યાદગાર અનુભવ થાય છે. આ ફિલ્મના ડાયરેક્શન માટે ક્લોઇ જાઓને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. તે બારબરા સ્ટ્રેસેન્ડ બાદ બીજી મહિલા ડાયરેક્ટર છે, જેને ગોલ્ડન ગ્લોબનો બેસ્ટ ડાયરેક્ટરનો પુરસ્કાર મળ્યો છે. એન્ડ્રા ડેને ડ્રામા ધ યુનાઈટેડ સ્ટેટ્સ વર્સેજ હોલિડે’મા અભિનય માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે.

આ ફિલ્મ સિંગર બિલી હોલિડેના જીવન પર બની છે, જે એક પુસ્તક પર આધારિત છે. તો બોરટ સબ્સીક્વેન્ટ ફિલ્મને મ્યૂઝિકલ અને કોમડી શ્રેણીમાં બેસ્ટ મોશન પિક્ચરનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મનો એક્ટર સાચા બેરન કોહેનને તેની એક્ટિંગ માટે બેસ્ટ એક્ટરનો ખિતાબ મળ્યો છે. મોશન પિક્ચર્સ ‘જુડાસ એન્ડ બ્લેક મસીહા’ માટે ડેનિયલ કલુયાને બેસ્ટ પરફોર્મન્સ સપોર્ટિંગ રોલ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

આ અમેરિકી એક્ટિવિસ્ટ ફ્રેન્ડ હેમ્પટનની બાયોપિક છે. જોન બોયેગા ટીવીના બેસ્ટ પરફોર્મન્સ સપોર્ટિંગ એક્ટર-સ્મોલ એક્સ ટીવી સીરિઝ શીટ્સ ક્રિક માટે એક્ટ્રેસ કેથરિન ઓ’હારાને મ્યૂઝિકલ કે કોમેડી શ્રેણીમાં બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ મળ્યો છે. તમને જણાવી દઇએ કે આગામી મહિને 93મા અકાદમી એવોર્ડની જાહેરાત થવાની છે. મોશન પિક્ચર્સ એનિમેટેડ કેટેગરી સોલને સર્વ શ્રેષ્ઠ ફિલ્મોનો એવોર્ડ મળ્યો છે. એક્ટ્રેસ એમ્મા કોરિનને ટીવી સીરિઝ ‘ધ ક્રાઉન’ માટે બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ મળ્યો છે. સોંગ ‘સીન ધ લાઈફ અહેડ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. તેમાં ડીએન વોરેન, લોરા પૌસીની અને નિકોલો એગ્લિયાર્ડીને એવોર્ડ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp