કોરોના સંકટમાં સારા અલી ખાને કર્યુ એવું કામ કે સોનૂ સુદે કર્યા વખાણ

PC: indulgexpress.com

દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સંક્રમણની બીજી લહેરમાં નાનાથી માંડીને મોટા દરેક જણ તેની ચપેટમાં આવી રહ્યું છે. જેમાં લોકોની મદદ કરવા માટે સામાન્ય માણસથી લઈન બોલિવુડના સિલેબ્સ પણ પોતાનો હાથ લંબાવી રહ્યા છે. તેવામાં અભિનેતા સોનૂ સુદ પોતાની બની શકે તેટલી જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે. લોકડાઉન દરમિયાન લોકોનો મસીહા બનેલા સોનૂ સુદે જરૂરિયાતમંદ લોકો માટે ફાઉન્ડેશન શરૂ કર્યું છે. જેમાં બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાને સોનૂ સુદના ફાઉન્ડેશનમાં ડોનેશન આપ્યું છે. જેની સોનૂ સુદે વખાણ કર્યા છે.

સોનૂ સુદે ટ્વિટર પર લખ્યું છે- સોનૂ સુદ ફાઉન્ડેશનમાં પોતાનું યોગદાન આપવા માટે થેંક્યુ સો મચ ડિયર સારા અલી ખાન. તારી પર ઘણો ગર્વ છે અને સારું કામ કરતી રહે. તમે આ કઠિન સમય દરમિયાન રાષ્ટ્રના યુવાનોને આગળ આવવા અને મદદ કરવા માટે પ્રેરિત કર્યા છે. તમે હીરો હગિંગ છો. તમને જણાવી દઈએ કે સોનૂ સુદ અને સારા અલી ખાન સલમાન ખાન, અક્ષય કુમાર, જેક્લીન ફર્નાન્ડીસ, શેફ વિકાસ ખન્ના, અનુષ્કા શર્મા, વિરાટ કોહલી અને ઉર્વીશી રૌતેલા સહિત સિલેબ્સે અલગ અલગ રીતે જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે.

સોનૂ સુદે ગયા વર્ષે મજૂરોની ઘણી મદદ કરી હતી. તે સોશિયલ મીડિયા દ્વારા સારું કામ કરી રહ્યો છે. પરંતુ ટ્વીટ દ્વારા પોતાનું દુખ પણ જાહેર કર્યું છે. અસલમાં સોનૂ સુદે ભારતી નામની છોકરીને નાગપુરથી એરલિફ્ટ કરાવી હતી. તેનું નિધન થઈ ગયું છે. તે સિવાય તેણે લોકોના હોંસલાને મજબૂત કરતા પણ ટ્વીટમાં લખ્યું છે-ઓક્સિજન અથવા ઈન્જેક્શનની કમીને કારણે જેણે પણ પોતાના નજીકના લોકોને ગુમાવ્યા છે તેમણે આખી લાઈફ મનમાં આ વાત નથી રાખવાની કે તેઓ તેમના પરિવારને બચાવવામાં અસફળ રહ્યા છે. હું તેમને કહેવા માગું છું કે તેઓ અસફળ નથી થયા.

જણાવી દઈએ કે સોનૂ સુદ અને તેની ટીમે હાલમાં જ બેંગ્લુરુની એક હોસ્પિટલના 22 દર્દીઓની જાન બચાવી અને આવશ્યક ઈલાજ માટે ગંભીર રૂપથી બીમારી કોવિડ દર્દીઓને ઝાંસીથી હૈદરાબાદ લઈ જવાની વ્યવસ્થા કરી હતી. 3 મેના રોજ સોનૂએ ભારતીય એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનસનો ધન્યવાજ કર્યો હતો કારણ કે તેણે એ બાળકોને મફત શિક્ષા અપાવવાની જાહેરાત કરી હતી જે બાળકોએ કોરોનાને કારણે પતાના પરિવારને ખોયો છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp