કૌન બનેગા કરોડપતિના રજિસ્ટ્ર્શન શરૂ, અમિતાભ સાથે જોડાવા આ રીતે એપ્લાય કરો

PC: jagran.com

કરોડો દર્શકો જેના ચાહક છે એવી કૌન બનેગા કરોડપતિ( KBC)ની સીઝન 13નું રજિસ્ટ્રેશન સોમવારથી શરૂ થઇ ગયું છે. સદીના મહા નાયક અમિતભા બચ્ચનને ફરી એક વખત ટીવી પર જોવાની તક મળશે. KBCનો શો જયારે પણ શરૂ થાય ત્યારે હજારો લોકોની હોટ સીટ પર બેસવાની આશા જાગૃત થાય છે. અત્યાર સુધીની 12 સીઝનમાં અનેક લોકો કરોડપતિ કયાં તો લખપતિ થઇ ચૂક્યા છે. ફરી એક વખત તમારા નસીબનું તાળું ખોલવા માંગતા હો, તો KBCમાં ભાગ લેવા તૈયાર થઇ જાવ.

સોની ટીવીએ સોશિયલ મીડિયા પર કૌન બનેગા કરોડપતિ-13 સંબધિત એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે કોશિશ, મહેનત ઔર પઢાઇ આપ કો લા સકતી હૈ હોટ સીટ તક. પાઇએ અમિતાભ બચ્ચનસે મિલને ઔર કરોડપતિ બનને કા મૌકા, રજિસ્ટર કરે ઔર દિજિયે સવાલો કે જવાબ. ગયા વખતની જેમ આ વખતે પણ સિલેકશનની પ્રક્રિયા ઓનલાઇન જ થશે. તો KBC 13મા જવા માટે તમે આ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશો.

KBC 13 માટે પુછવામાં આવેલા સવાલના જવાબ આપવા માટે સૌ પહેલા તમારે SonyLiv એપ ડાઉન કરવી પડશે. SonyLIV એપ તમે ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉન કરી શકશો. રજિસ્ટ્રેશન 10 મે સોમવારથી રાત્રે 9 વાગ્યે શરૂ થશે. સવાલ પ્રસારિત થાય એટલે એ સવાલના સાચા જવાબ મોકલી શકાશે.  એ પહેલાં એપ પર લોગ ઇન કરવું પડશે. એપ ઉપરાંત www.sonylive.com પર જઇને પણ KBC 13ના સવાલના જવાબ આપી શકશો. અહીં પણ તમારા વિશે અનેક જાણકારી તમારે ભરવી પડશે.

રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 10 મે સોમવારથી શરૂ થઇ ચૂકી છે. તમે દરરોજ રાત્રે 10 વાગ્યે અમિતાભ બચ્ચનના સવાલના જવાબ આપીને પણ પોતોને રજિસ્ટ્ર કરી શકો છો. એના માટે તમારે SMS (509093) અથવા સોની લિવ એપ પર મેસેજ મોકલવાનો રહેશે.

પહેલા પડાવમાં સાચા જવાબ આપનારા લોકોની અરજી તપાસીને એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે, એ પછી ત્રીજા સ્ટેપમાં કેટલાંક જનરલ  નોલેજ સંબધિત સવાલો પુછવામાં આવશે. ચોથા રાઉન્ડમાં પસંદ થયેલા લોકોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

KBC 13 માં કોઇ પણ ભારતીય જેની ઉંમર 18 વર્ષની ઉપર હોય તે આ ર્સ્પધામાં ભાગ લઇ શકે છે.  KBC સીઝન 12માં અથવા અગાઉની કોઇ પણ સીઝનમાં જેમણે ફાસ્ટેસ્ટ ફિંગર ફસ્ટમાં ભાગ લીધો હોય તેવા ર્સ્પધકો અરજી કરી શકશે નહીં. ઉપરાંત જે ભાગ લેવાનો હોય તે જ અરજી કરી શકે. એકના બદલે બીજા અરજી કરી શકે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp