અમિતાભની તબિયત બગડી, પોસ્ટ મૂકીને આપી સર્જરી અંગેની જાણકારી

PC: Ndtv.com

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના ચાહકો માટે થોડા માઠા સમાચાર આવ્યા છે. અમિતાભ બચ્ચનની તબિયત બગડી છે. બીગ બી સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. તેમણે પોતાના બ્લોગ મારફતે આ અંગેની જાણકારી આપી છે. એમની તબિયત ખરાબ થતા ચાહકોમાં માયુસી છવાઈ ગઈ છે. બીગએ હવે સારવાર હેતું એક સર્જરી કરાવી છે.

 

78 વર્ષના બીગ બીએ પોતાના બ્લોગમાં લખ્યું હતું કે, મેડિકલ કંડિશન....સર્જરી...હું લખી શકતો નથી. એબી. અમિતાભે આ સિવાય બીજી કોઈ જાણકારી આપી નથી. અમિતાભનો બ્લોગ વાંચ્યા બાદ એના ચાહકોની ચિંતા એકાએક વધી ગઈ છે. બીગ બી સોશિયલ મીડિયાના માધ્યમથી એમની નાનામાં નાની જાણકારી શેર કરતા હોય છે. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે, તેઓ શેની સર્જરી કરાવવાના છે. તેઓ ઝડપથી સાજા-સ્વસ્થ થઈ જાય એવી દુઆ ચાહકો કરી રહ્યા છે. આ પહેલા અમિતાભે એક ટ્વીટ કરીને લખ્યું હતું કે, કંઈક એવું છે જે જરૂરીયાત કરતા વધારે વધી ગયું છે. કંઈક કાપવાથી સુધરી જવાનું છે. જીવનકાળનું આ કાલ છે, આવતીકાલે જ ખ્યાલ આવશે તેની સ્થિતિ શું છે.

ગત તા.15 ફેબ્રુઆરીના રોજ અમિતાભની ફિલ્મી કેરિયરને 52 વર્ષ પૂરા થયા હતા. તા.15 ફેબ્રુઆરી 1969માં અમિતાભ બચ્ચને ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી. ફિલ્મ નિર્માતા મૃણાલ સેનની ફિલ્મ 'ભુવન શોમ'માં એક વોઈસ નેરેટર તરીકે ડેબ્યું કર્યું હતું. ત્યાર બાદ તેણે એકથી એક ઉત્તમકક્ષાની ફિલ્મો આપી છે. અમિતાભની આવનારી ફિલ્મોની વાત કરવામાં આવે તો 'બ્રહ્માસ્ત્ર', 'ઝુંડ', 'ચહેરે' અને 'મે ડે' જેવી ફિલ્મો આવી રહી છે. જેમાં તેનો એક અલગ લુક જોવા મળશે.

 

 
 
 
View this post on Instagram

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

પોતાના બ્લોગમાં અમિતાભે પોતાની કેટલીક તસવીર શેર કરી છે. જેમાં કાન પર કોઈ ટેપ લગાવી હોય એવું જોવા મળી રહ્યું છે. ફોટો પરથી એવું લાગે છે કે, એમની સર્જરી પૂરી થઈ ચૂકી છે. જોકે, આ અંગે અમિતાભે કોઈ સ્પષ્ટતા કરી નથી. બ્લોગ પર તેમણે માત્ર એટલું લખ્યું છે કે, તમારી દુઆ અને ચિંતા માટે મારો પ્રેમ અને આભાર. સર્જરીની વાત સામે આવતા અનેક ચાહકો એકાએક ચિંતામાં સરી પડ્યા હતા. મોટાભાગના લોકો એ જાણવા માટે આતુર હતા કે, એમને શું થયું છે. ફિલ્મી વર્કની વાત કરવામાં આવે તો હજું ઘણા પ્રોજેક્ટ એમના પાસે પેન્ડિગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp