FB પર પોસ્ટ લખવાના થોડા કલાકોમાં મૃત્યુ પામ્યો એકટર રાહુલ વોહરા, માંગી હતી મદદ

PC: instagram.com

નેટફ્લિકસની ફિલ્મ અનફ્રીડમમાં જોવા મળેલો એક્ટર રાહુલ વોહરાનું નિધન થઈ ગયું છે. લાંબા સમયથી કોરોના વાયરસ સામે જંગ લડી રહેલા રાહુલ વોહરાએ આજે પોતાના અંતિમ શ્વાસ લીધા છે. થિયેટર ડાયરેક્ટર અને પ્લે રાઈટર અરવિંદ ગૌરે પોતાના ફેસબુક પોસ્ટમાં રાહુલના નિધનના ખબરી પુષ્ટિ કરી છે. રાહુલ વોહરાએ શનિવારે ફેસબુક પર એક પોસ્ટ લખીને લોકોને મદદ માટેની અપીલ કરી હતી.

Main Covid Positive hu. Admit hu. Lagbhag 4 din se but koi recovery nahi. Kya koi aisa hospital hai ? Zaha oxygen bed...

Posted by Irahul Vohra on Monday, May 3, 2021

પરંતુ આ મુશ્કેલ સમયમાં તે વધારે સમય સુધી પોતાની લાઈફનો હાથ થામી શક્યો ન હતો. ખબર પ્રમાણે કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી રાહુલની તબિયત સતત ખરાબ થઈ રહી હતી. જેના લીધે તેણે લોકો પાસે મદદ માંગતી પોસ્ટ પણ લખી હતી. રાહુલ વોહરાએ રતા પહેલા પોતાની છેલ્લી પોસ્ટમાં લખ્યું છે કે- મને પણ સારી ટ્રીટમેન્ટ મળી હોતે હું બચી ગયો હોતે. તમારો રાહુલ વોહરા. એક દર્દી તરીકે તેણે પોતાની માહિતી પોસ્ટમાં જાહેર કરી હતી.

Mujhe bhi treatment acha mil jata, To main bhi bach jata tumhaara Irahul Vohra Name-Rahul Vohra Age -35 Hospital name...

Posted by Irahul Vohra on Saturday, May 8, 2021

સાથે જ તેણે લખ્યું હતું- જલદીથી જન્મ લઈશ અને સારા કામ કરીશ. હવે હિંમત હારી ચૂક્યો છું. જ્યારે ડાયરેક્ટર અરવિેદ ગૌરે પોતાની ફેસબુક પોસ્ટમાં રાહુલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે- રાહુલ વોહરા નથી રહ્યો. મારો હોનહાર કલાકાર હવે આ દુનિયામાં નથી રહ્યો. કાલની જ વાત છે જ્યારે તેણે કહ્યું કે તેની લાઈફ બચાવી શકાતી હતી જો તેને સારી સારવાર મળી હોતે. તેને રાજીવ ગાંધી હોસ્પિટલથી આયુષ્યમાન, દ્વારકામાં શિફ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ અમે તેને બચાવી શક્યા ન હતા. પ્લીઝ અમને માફ કરી દેજે રાહુલ, અમે તારા અપરાધી છીએ. આખરી નમન..

જણાવી દઈએ કે રાહુલ વોહરા ઉત્તરાખંડના ડિજીટલ પ્લેટફોર્મ પરનો એક લોકપ્રિય ચહેરો હતો. તે નટફ્લિક્સ પર રીલિઝ થયેલી સીરિઝ અનફ્રીડમમાં જોવા મળ્યો હતો. જેમાં લોકોને રાહુલનું કામ ઘમું પસંદ આવ્યું હતું અને તેના ફેન્સ દ્વારા તેની એક્ટિંગના ઘણા વખાણ કરવામાં આવ્યા હતા. રાહુલે જ્યોતિ તિવારી નામની લેખિકા સાથે લગ્ન કર્યા હતા. દેશમાં હાલ કોરોનાની બીજી લહેરને કારણે ઘણી ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. તેની સાથે દેશમાં ઓક્સિજન, બેડ અને દવાઓની પણ અછત જોવા મળી રહી છે. દેશની મેડિકલ સિસ્ટમની પણ ઘણી ખરાબ હાલત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp