આ સ્કૂલે ટોકનના નામે એડવાન્સમાં ફી લેવા મેસેજ કર્યા, પરિણામ સાથે પૈસા આપવા દબાણ

PC: divyabhaskar.co.in

કોરોના વાયરસની માઠી અસર શિક્ષણ ક્ષેત્ર પર પડી રહી છે. ધો.1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. જોકે, ઓનલાઈન એજ્યુકેશમાં કોઈ બ્રેક લાગી ન હતી. વર્ષ 2020-21ના કોઈ પરિણામ હજું જાહેર થયા નથી ત્યાં સ્કૂલે 2021-22ની ફી માટે એડવાન્સમાં ટોકનના નામે ફી ઉઘરાવવાનું શરૂ કરી દીધું છે.

એક તરફ તમામ સ્કૂલમાં ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું અને પછી માસ પ્રમોશન આપી દેવા માટેનો નિર્ણય લેવાયો. હવે સ્કૂલ્સે 2021-22 માટેની ફી એડવાન્સમાં લેવા માટે વાલીઓને મેસેજ કરવાનું શરૂ કરી દીધું છે. ટોકન ફીના નામે એડવાન્સ ફી લેવાનું ચાલું થયું છે. જ્યારે કેટલીક સ્કૂલમાં તો હજુ રીઝલ્ટ આપવાનું પણ બાકી છે. મહાનગર અમદાવાદની કેટલીક સ્કૂલમાંથી વાલીઓને રીઝલ્ટ લેવા આવવા માટે મેસેજ કરવામાં આવી રહ્યા છે. એની સાથે ફી ભરી જવા માટેનો પણ મેસેજ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં આવેલી રોઝરી સ્કૂલમાં ગત વર્ષનું પરિણામ લઈ જવા માટે વાલીઓને બોલાવવામાં આવે છે. મેસેજ થકી રીઝલ્ટની જાણ કરવામાં આવે છે. આ સાથે આવતા વર્ષની ફી ભરી જવા માટેનો મેસેજ પણ કરવામાં આવે છે. આ મેસેજમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જ્યારે વાલી રીઝલ્ટ લેવા માટે આવે ત્યારે આાવતા વર્ષ માટેની ફી રૂ.35000 સાથે લાવવાની રહેશે. આ મુદ્દે વાલીઓ વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ છે. બીજી તરફ CBSE અને ICSE બોર્ડ તરફથી પણ ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી આ બંન્ને બોર્ડ સંચાલિત શાળાઓમાં એજ્યુકેશન શરૂ થઈ ગયું છે. જેની ફી પણ લેવામાં આવી હતી.

અમદાવાદના થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલ અને નિકોલમાં આવેલી ડિવાઈન ઈન્ટરનેશનલ સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ટોકન ફી કે બુકિંગના મુદ્દે ફી વસુલવામાં આવી રહી છે. ઉદગમ સ્કૂલ સંચાકલ મનન ચોક્સીએ જણાવ્યું કે, અમારી સ્કૂલમાં સેન્ટ્રલ બોર્ડ છે. ક્લાસ એપ્રિલ મહિનાથી શરૂ કરાયા છે. એપ્રિલ મહિનાની 7મી તારીખ બાદ ફી લેવાનું શરૂ કર્યું છે. જે વાલીઓની ફી બાકી છે એમને કોઈ પ્રકારનું દબાણ નથી કરાયું. આ ઉપરાંત કોઈ પ્રકારની લેટ ફી પણ લેવામાં આવી નથી. ઓલ ગુજરાત વાલી મંડળ પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, અત્યારે મોટા ભાગના માર્કેટ બંધ છે. આવી હાલતમાં દરેક વાલીઓ ફી આપી શકે એમ નથી. માર્કેટ રાબેતામુજબ શરૂ થાય ત્યારે ફી લેવી જોઈએ. જે વાલીઓ ફી નથી આપી શકતા એમના બાળકોને ઓનલાઈન ક્લાસ કે ભણતર અટકાવું ન જોઈએ. સ્કૂલ્સની આવી નીતિ સામે કોઈ પ્રકારને DEO કચેરીએ પગલાં નથી લીધા. સરકાર તરફથી પણ ફી મુદ્દે કોઈ ફોડ પડવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp