ધો.9થી 12ની પરીક્ષા આટલા માર્ક પ્રમાણે લેવાશે, બીજા ટર્મની નહીં લેવાય

PC: starofmysore.com

કોરોના વાયરસને કારણે રાજ્યમાં શિક્ષણ વિભાગને સૌથી વધારે નુકસાન થયું છે. ઓનલાઈન ક્લાસ શરૂ હોવા છતાં ઘણા વિદ્યાર્થીઓ શાળામાં ચાલતા અભ્યાસના માહોલને મિસ કરી રહ્યા છે. જોકે, હવે ધીમે ધીમે શાળાઓ શરૂ થઈ જતા પરીક્ષાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ વર્ષે રાજ્યની તમામ સ્કૂલ્સમાં ધો.9થી 12 માં એક જ પરીક્ષા લેવાશે. જે માર્ચ મહિનામાં યોજાશે. એ પછી જુન મહિનામાં વાર્ષિક પરીક્ષા લેવાશે. રાજ્યના શિક્ષણ બોર્ડે આ અંગે એક પરિપત્ર જાહેર કરીને બોર્ડ સંબંધીત તમામ સ્કૂલ્સમાં ગુણ અને ઈન્ટરનલ મુલ્યાંકનના ગુણ કેવી રીતે ગણવા એ અંગેનું આખું ફોર્મેટ જાહેર કરી દીધું છે.

CBSE બોર્ડ સિવાયની સ્કૂલ્સમાં આ પ્રમાણે માર્કની ગણતરી કરવાની રહેશે. જ્યારે સ્કૂલ્સમાં સેકન્ડ ટર્મની કોઈ પરીક્ષા લેવાશે નહીં. કોરોના વાયરસને કારણે અભ્યાસક્રમમાં 30 ટકાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. માત્ર 70 ટકા અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછાશે. અગાઉ બોર્ડે પરીક્ષાની તારીખ જાહેર કરી હતી. એ પ્રમાણે રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં તા.15મી માર્ચથી પરીક્ષા શરૂ થશે. જ્યારે વાર્ષિક પરીક્ષા તા.7 જૂનના રોજ લેવાશે. પ્રથમ પરીક્ષામાં ધો.9 અને 11માં 50 માર્કના પ્રશ્નો પૂછાશે. જ્યારે ધો.10માં 80 માર્કના પ્રશ્નો પૂછાશે. ધો.12માં 100 માર્કના પ્રશ્નો પૂછાશે. ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં 80 માર્કના પ્રશ્નો પૂછાશે.

ધો.9 અને 11માં સાયન્યમાં ઈન્ટરનલ પરીક્ષાના 10 માર્ક, નોટબુક સબમિશનના 5, સબજેક્ટ એનરીચમેન્ટ એક્ટિવિટીના 5 એમ કુલ મળીને 20 માર્ક ઈન્ટરનલના રહેશે. દસમાં ધોરણમાં ઈન્ટરનલમાં પ્રથમ પરીક્ષાના 10, નોટબુક સબમિશનના 5, સબજેક્ટ એનરીચમેન્ટના 5 એમ કુલ મળીને 20 માર્કમાંથી ગણતરી થશે. જ્યારે ધો.11 સાયન્સ સિવાયના તમામ પ્રવાહના ઈન્ટરનલમાં ટર્મ પેપર, સ્વાધ્યાયના 1, પુસ્તકાલયમાંથી અભ્યાસના ઉપયોગી પુસ્તક અવલોકનના 5 અને પ્રોજેક્ટના કુલ 5 એમ કુલ મળી 20 માર્ક ઈન્ટરનલના રહેશે.

ધો.9 અને 11માં વર્ગ બઢતી માટે રાજ્યની દરેક શાળાએ 150 માર્ક પ્રમાણે ગણતરી કરવાની રહેશે. પ્રથમ પરીક્ષાના 50, વાર્ષિક પરીક્ષાના 80, ઈન્ટરનલના 20 એ રીતે કુલ 150 માર્ક થશે.આ ગુણભારની પદ્ધતિ માત્ર શિક્ષણબોર્ડ સાથે સંકળાયેલી તમામ સ્કૂલને લાગુ પડશે. CBSE સ્કૂલને લાગુ નહીં પડે. હાલ વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારીઓ કરવાની શરૂ કરી દીધી છે. યુનિવર્સિટીના કેટલાક ભવનમાં પરીક્ષા શરૂ પણ થઈ ગઈ છે. જે તે સેમેસ્ટર આધારિત પરીક્ષા માર્ચ મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં પૂર્ણ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp