600 વર્ષ જૂનું શુદ્ધ અને તાજું ઘી... જાણો ક્યા મંદિરમાં સચવાયેલું પડ્યું છે?

PC: khabarchhe.com

મધ્ય ગુજરાતના ખેડામાં એક એવું મહાદેવનું મંદિર આવેલું છે કે જ્યાં 600 વર્ષ જૂનું ઘી સચવાયેલું પડ્યું છે. આ ઘી ઓછું થતું નથી. ક્યારેય બગડતું નથી. જીવાત કે ફુગ પડતી નથી. કુદરતી રીતે આ ઘી તરોતાજા જોવા મળે છે. આ મંદિરમાં 650 જેટલા કાળા માટલામાં આ ઘી સચવાયેલું છે.

અમદાવાદથી 50 કિલોમીટર દૂર ખેડા જિલ્લાના રઢુ ગામ વાત્રક નદીના કાંઠે આવેલું છે. આ ગામના કામનાથ મહાદેવના મંદિરમાં પુરાણોથી ઘી ભરેલાં માટલા સાચવી રાખવામાં આવ્યા છે. મંદિરના ઓરડામાં આ ઘી સચવાયેલું છે અને ક્યારેય ખૂટતું નથી. આ ઘી માંથી દીવા કરવામાં આવે છે. મંદિરના સંચાલકો કહે છે કે આ મંદિરમાં 15000 કિલોગ્રામ ઘી છે.

મંદિરમાં પ્રજ્જવલિત જ્યોત તેમજ મંદિરના પ્રાંગણમાં થતાં યજ્ઞોમાં આ ઘીનો ઉપયોગ થાય છે તેમ છતાં તેમાં ઘટાડો થતો નથી. આટલા મોટા જથ્થામાં ઘી એકત્ર થવાનું કારણ એવું છે કે આ ગામ તેમજ તેની આજુબાજુના ગામડાઓઓમાં ખેડૂતના ઘરે ભેંસ કે ગાયનું બચ્ચું જન્મે ત્યારપછી વલોણાનું ઘી બનાવીને મંદિરને દાન કરવામાં આવે છે.

મંદિરનો ઇતિહાસ 600 વર્ષથી પુરાણો છે. કહેવાય છે કે આ મંદિર 1445ની સાલમાં બન્યું હતું. આ ગામના જેસંગભાઇ હીરાભાઇ પટેલ મહાદેવની જ્યોત લાવ્યા હતા. તેઓ સવારે મહાદેવના દર્શન કર્યા પછી ભોજન લેતાં હતા. તેઓ પુનાજ ગામમાંથી જ્યોત લઇ આવ્યા હતા. આ ગામ રઢુ થી આઠ કિલોમીટર દૂર છે. તેઓ જ્યારે જ્યોત લાવ્યા ત્યારે વરસાદ અને પવન હોવા છતાં જ્યોતને અસર થઇ ન હતી. આ દિવો સદીઓથી અખંડ રહ્યો છે અને હજી પણ જ્યોત 24 કલાક સુધી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp