કાર્તિકેય અને ગણેશ સિવાય શું તમે ભગવાન શિવના બીજા સંતાનો વિશે જાણો છે

PC: hindubhawagan.com

ભગવાન શિવને દેવોના દેવ તરીકે ઓળખવામાં આવે છે. આમ તો બધા જાણે છે કે ભગવાન શિવ અને પાર્વતીના બે બાળકો ગણેશ અને કાર્તિકેય છે, પરંતુ ભગાવન શિવના અન્ય સંતાનોની વાત ઘણી ઓછાને ખબર હશે. તો ચાલો જાણી લઈએ ભગવાન શિવના આઠ સંતાનો અંગે..

ભગવાન ગણેશ શિવજી અને માતા પાર્વતીના પુત્ર છે. ધાર્મિક કથાઓ પ્રમાણે પુરાણોમાં ગણેશજીના જન્મ સાથે જોડાયેલી ઘણી કથાઓ મળે છે. ક્યાંક એવું કહેવામાં આવે છે કે ગણેશજીનો જન્મ ભગવાન શિવ અને માતા પાર્વતી દ્વારા રહસ્યમયી રીતે થયો હતો. તો કોઈ કથામાં કહેવામાં આવ્યું છે કે માતા પાર્વતીના શરીરમાંથી ઉતરેલા મેલથી ગણેશનો જન્મ થયો છે.

હિંદુ ધર્મ સાથે જોડાયેલા પૌરાણિક ઈતિહાસ પોતાનામાં એક અદ્દભૂત છે. કથાઓ પ્રમાણે, એક સમય હતો જ્યારે તારકાસુર નામના અસુરનો આતંક ચરમસીમા પર હતો. સ્વર્ગમાં બેઠેલા દેવતાઓ માટે તે એક દહેશત બનતો જતો હતો. તારકાસુરને એ વરદાન પ્રાપ્ત હતું કે ભગવાન શિવ અને માતા પાર્વતીનું સંતાન જ તેનો વિનાશ કરી શકે છે. શિવની અંદર ક્રોધની જ્વાળામાંથી નીકળેલી આગને સ્વયં અગ્નિ પણ સહન કરી શકતી ન હતી. આથી ગંગાજી આ અગ્નિને સરવન તળાવ સુધી લઈ ગઈ જ્યા છ મોઢાંવાળા બાળકનો જન્મ થયો. માતા પાર્વતીએ આ છ માથાઓને જોડીને એક માથામાં પરિવર્તિત કર્યું. તેમણે છ અપ્સરાઓએ તેને પાળ્યો આથી તેનું નામ કાર્તિકેય પડ્યું. કાર્તિકેયે આગળ જઈને દેવતાઓની સેનાનું નેતૃત્વ કર્યું અને તારકાસુરનો અંત કર્યો.

પદ્મ પૂરાણમાં પણ શિવની પુત્રી અશોક સુંદરીની વાત કરવામાં આવી છે. માનવામાં આવે છે કે દેવી પાર્વતી પોતાના એકલપણા અને ઉદાસીનતાને દૂર કરવા માટે એક કલ્પ વૃક્ષી કામના કરી જેનાથી એક સુંદર સ્ત્રીનો જન્મ થયો. આથી તેનું નામ અશોક સુંદરી રાખવામાં આવ્યું.

હિંદુ પૌરાણિક કથાઓ પ્રમાણે મનસા દેવીને નાગિની અથવા વિશાહરાના રૂપમાં પણ જાણવામાં આવે છે. કહેવામાં આવે છે કે ઋષિ કશ્યપ અને ક્રદુની પુત્રી અને વાસુકીની બહેન છે. કહેવામાં આવે છે કે તેમને તેમના પિતા શિવ અને પતિ જગત દ્વારા અસ્વીકાર કરી દેવામાં આવ્યો હતો.

તમિલનાડુ સ્થિત શિવ મંદિરોમાં અલગ અલગ અવસરો પર ભગવાન શિવના તેજથી ઉત્પન્ન થયેલી તેમની પુત્રી જ્યોતિની પુજા કરવામાં આવે છે. એક અન્ય કથા પ્રમાણે, જ્યોતિનો જન્મ માતા પાર્વતીના માથામાંથી નીકળેલા તેજથી થયો હતો.

ધાર્મિક કથાઓ પ્રમાણે કહેવામાં આવે છે કે એક વખત ભગવાન શિવ ધ્યાન મુદ્રામાં હતા તે સમયે માતા પાર્વતીએ પાછળથી આવીને પોતાના હાથોથી ભગવાન શિવની આંખો બંધ કરી દીધી હતી. આમ કરવાને લીધે આખા સંસારમાં અંધારું છવાઈ ગયું. જેવું જ માતા પાર્વતીના હાથોનો સ્પર્શ ભગવાન શિવના શરીર પર થયો, તેવું જ ભગવાન શિવના શરીર પરથી પસીનો ટપકવા લાગ્યો. તેનાથી જે બાળકનો જન્મ થયો જે અંધકારમાં ઉતપન્ન થવાને કારણે તે બાળક અંધ હતો. આથી તેનુ નામ બંધક રાખવામાં આવ્યું હતું.

હિંદુ પૌરાણિક કથાઓમાં જાલંધરને અસુરોનો રાજા કહેવામાં આવ્યો છે. જાલંધર એક સક્ષમ અને બળાવન શાસક હતો. તેના નેતૃત્વમાં અસુરોએ દેવોને પણ હરાવ્યા હતા. પરંતુ શિવની ત્રીજી આંખથી નીકળેલા ક્રોધ અગ્નિ સમુદ્રમાં જઈને પડ્યો જેનાથી જાલંધરની ઉત્પત્તિ થઈ હતી. તે શિવનો જ અંશ હતા. પદ્મ પુરાણ પ્રમાણે, જાલંધર શહેરનું નામ તેમના નામ પરથી પાડવામાં આવ્યું હતું.

અયપ્પા ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપનું સંતાન છે. જ્યારે અસુર રાજા મહિષાસુરને છળથી માર્યો હતો ત્યારે દેવતાઓ પાસેથી બદલો લેવા માટે તેની બહેન મહિષીએ ઘોર તપસ્યા કરી અને બ્રહ્માજીને પ્રસન્ન કરી અજેયતાનું વરદાન માંગ્યુ, પરંતુ બ્રહ્માએ કહ્યું કે તે સંભવ નથી. આથી મહિષીએ યોજના બનાવી અને વરદાન માંગ્યું કે માત્ર શિવ અને વિષ્ણુની સંતાન મને મારી શકે છે. દેવતાઓએ શિવ અને વિષ્ણુને આ તબાહીથી બચવા માટે પ્રત્યારોપિત કર્યા અને ભગવાન વિષ્ણુને આ સમસ્યાનું એક સમાધાન મળ્યું. આ પ્રકારે ભગાવ વિષ્ણુના મોહિની સ્વરૂપનું ભગવાન શિવ સાથે મિલન થયું અને અયપ્પાને જન્મ થયો, જેમણે પછીથી મહિષીનો અંત કર્યો હતો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp